________________
૫૩૮ ]
[ શાસનનાં શ્રમણીરત્નો પિતાને અંતકાળ આવી ગયાની કુરણ થઈ ગઈ નવકારમંત્રમાં લીન બની ગયાં. અત્યંત સમાધિભાવમાં દેહ છોડ્યો. શ્રીસંઘે ભવ્ય ઠાઠથી એમની સ્મશાનયાત્રા કાઢી. સુરતમાં હાથીનું દર્શન દુલભ કહેવાય; પણ ત્યારે એક હાથીવાળો સામેથી આવ્યો ને કહે: “મારે હાથી આ સ્મશાનયાત્રામાં અવશ્ય ફરશે જ, તમારે જે આપવું હોય તે આપજે.” અને હાથી સાથે મશાનયાત્રા સુરતના રાજમાર્ગો પર ફરી, છેલ્લા દિવસોમાં તેઓ રોજ ૮૦ થી ૧૦૦ બાંધી નવકારવાળી ગણતાં હતાં અને લગભગ મૌન રાખતાં હતાં. તેઓના પરિવારના સંયમી આત્માઓ
(૧) પુત્ર-સ્વ. પૂ. આ. શ્રી ધર્મ જિતુ સૂ. મ. સા.–સ્વ. પૂ. આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. ની પાવન પ્રેરણાથી રચાયેલ બંધવિધાન’ મહાન ગ્રંથના એક મુખ્ય સૂત્રધાર હતા. શ્રી સૂરિમ– પંચપ્રસ્થાન આરાધના, ૮૯ ઓળી કરેલ. અધ્યાત્મરસિક સહજાનંદી હતા.
(૨) પુત્ર-પૂ. આ. શ્રી જયશેખર સૂ. મા–બંધવિધાન મહાન ગ્રન્થનો એક પંડ ‘મૂપિયડિરસબંધોની વિસ્તૃત વૃત્તિ રચનારા, શ્રી સૂરિમંત્ર પંચપ્રસ્થાનની ચાર વાર આરાધના કરી છે. પ્રભુભક્તિરસિક, પ્રમેદભાવનિર્ઝર છે.
(૩) પત્ર-મુનિરાજશ્રી અભયશેખરવિજય મ. સા.-મહોપાધ્યાય શ્રી યશોવિજય મ.ના ગ્રન્થ—અધ્યાત્મમત પરીક્ષા, ધમ પરીક્ષા, સામાચારી પ્રકરણ વગેરેને ગુર્જર ભાવાનુવાદ તથા કમ્મપયડીના પદાર્થોની ગુજરાતી સંકલના કરી છે.
() પત્ર–મુનિરાજશ્રી અજિતશેખરવિજય મ. સા.—સ્યાદ્વાદમંજરી, પ્રતિમા શતક, ધર્મ સંગ્રહણી બે ભાગ....વગરને ગુજર ભાવાનુવાદ કર્યો છે.
(૫) પુત્રી–સાધ્વીશ્રી નયાનંદાશ્રીજી મ.–ખૂબ જ સૌમ્ય સ્વભાવ...ક્યારેય પણ રીસ આવી હોય. છણકે કર્યો હોય....ગુસ્સે થયા હોય એવું બન્યું નહોતું. અનેકવિધ રોગોની અપાર વેદના વચ્ચે પણ અદ્ભુત સમાધિ જાળવી પંડિતમરણને વરેલાં.
(૬) પુત્રી–સાવીશ્રી જયાનંદાશ્રીજી મ.—માત્ર ૧૧ વર્ષની બાલ્યવયે દીક્ષિત બની વર્ધમાન તપની ૧૦૦ ઓળી, મૃત્યુંજય તપ (માસક્ષમણ), વર્ષીતપ, શ્રેણીતપ, સિદ્ધિતપ, સમવસરણ તપ વગેરે તપશ્ચર્યાઓની હારમાળા ચલાવી છે.
પુત્રી–સાવીશ્રી કીતિએનાશ્રીજી મ.–સ્વભાવની સરળતા-નિખાલસતા, નિષ્કપટપણે સ્પષ્ટવસ્તૃત્વની સાથે ખૂબ જ સુંદર વિનયગણ....તથા વૈયાવચ્ચ કરવાની તત્પરતા ધરાવે છે.
(૮) પુત્રી-સાધ્વીશ્રી જયસેનાશ્રીજી મસંસ્કૃત-પ્રાકૃતના સારા જ્ઞાતા છે. અધ્યયનઅધ્યાપન તેમ જ સ્વાધ્યાયપરસિક્તા વગેરે દ્વારા દીંઘ સંયમપર્યાયને અલ'કૃત કર્યો છે.
(૯) પત્રી-સાધ્વીશ્રી નયરત્નાશ્રીજી મ.—ગ્રેજ્યુએટ બની યુવાન વયે સંયમ અંગીકાર કરીને વિનય-વૈયાવચ્ચ વગેરે ગુણે-વર્ષીતપ-એળીઓ આદિ દ્વારા સંયમજીવનને શોભાવી રહ્યાં છે.
(૧૦) પુત્રવધૂ-સાવીશ્રી ચન્દ્રરત્નાશ્રીજી મ.–પિતાના બે પુત્ર–એક પુત્રીને સંયમમાગે વળાવી પિતે પણ ૬૧ વર્ષની વયે સંયમ અંગીકાર કરી ગંભીરતા-અંતર્મુખતા-સહિષ્ણુતા વગેરેને આત્મસાત્ કરી રહ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org