________________
૫૩૬ ]
[ શાસનનાં શ્રમણીરત્નો છેટુભાઈને જાણ થતાં, તરત જ સુરત આવીને વદ ૧ ને ધામધૂમપૂર્વક દીક્ષા મહોત્સવ ઊજવ્યા અને રમણબહેન સાધ્વી શ્રી રાજેન્દ્રશ્રીજી નામે જાહેર થયાં. છોટુભાઈને પણ સંયમ સ્વીકારવાની તીવ્ર ભાવના હતી, પણ સંસારી અસુવિધાઓએ તેમને સાધુ થવા દીધા નહિ; જે કે જીવનભર સાધુજીવન જીવવામાં તેઓ ક્યારેય ચૂક્યા નહિ.
સં. ૧૯૯૮ની સાલથી તેઓશ્રીમાં તપ કરવાની ભાવના પ્રબળ બની, તે ૪૪ વર્ષના દીક્ષા પર્યાયમાં તેઓશ્રીને એક મહાન તપસ્વી પુરવાર કરી ગઈ! એનાથી પૂ. રાજેન્દ્રશ્રીજી મહારાજ ૪૨ વરસી તપના મહાતપસ્વી રત્ના તરીકે પ્રકાશી રહ્યાં. આ વર્ષીતપની પ્રલંબ યાત્રામાં પૂજ્યશ્રી આરંભથી અંત સુધી દઢસંકલ્પ રહ્યાં. પ્રલંબ વિહાર હોય કે ઘણા સમય દેહપીડાના યેગો હોય, કઈ કઈ વાર વ્યવહારુ અસુવિધાઓ ઊભી થઈ હોય, પણ પૂજ્યશ્રી પોતાના નિર્ણયમાં વિચલિત થતાં નહી. બલકે, ધીરે ધીરે છડું અને અડૂમથી વષીતપ આરંભ્યાં હતાં, તે એક અસાધારણ ઘટનાઓ છે!
આવાં અઘેર અને કઠોર તપને પરિણામે પૂજ્યશ્રીના હસ્તક અદભુત ચમત્કારો સજાત, એનાથી પિતાના કે સહપતિની સાધ્વીજીઓના અસાધ્ય રોગ મટયાના દાખલા બન્યા ! પૂજ્યશ્રીને આ તપનો પ્રભાવ અનેક સુશ્રાવકે પર પડ્યો. અનેક ભવિજને સાધર્મિક ભક્તિમાં તન, મન અને ધન ખર્યા. અનેક અનુયાયીઓને સાધના-આરાધના માટે બળ મળ્યું. સં. ૨૦૩૯ ના પ્ર. ફાગણ સુદ ૧૫ ને રવિવારે પૂજ્યશ્રીએ નશ્વર દેહનો ત્યાગ કર્યો ત્યારે અનેક સાધ્વીજી મહારાજેએ પૂજ્યશ્રીની નિર્ચામણ વખતે કઠોર જપ-તપ-સ્વાધ્યાય કહેલ.
એવાં એ મહાતપસ્વી સાધ્વરિત્ના પૂ. સાધ્વશ્રી રાજેન્દ્રશ્રીજી મહારાજનું તપોમય, મંગલકારી, કલ્યાણકારી સંયમજીવન અગણિત પુણ્યાત્માઓને પથપ્રદશક બની રહે, એ જ અભ્યર્થના ! અને પૂજ્યશ્રીને કેટિ કોટિ વંદના !!!
મહાન ત્યાગી–તપરવી પૂજય સાધ્વીજી શ્રી મહાનંદાશ્રીજી મહારાજ કહે છે કે, History repeats it self.
મહાસતી મદાલસા સ્વસંતાનોને પારણિયામાં પિઢાડતી વખતે ગાતી હતી કે....શુદ્ધાસિ બુદ્ધો:સિ નિરજનકસિ સંસારમાયાપરિવજિતેસિ ..
કહે છે કે મદાલસાનાં સાત સંતાનમાંથી છ સંતાનોએ સંસારત્યાગ કરીને સંન્યાસનો સ્વીકાર કરેલે.
સૂરતની વિશાશ્રીમાળી જ્ઞાતિના શ્રીયુત હીરાચંદ મુલચંદ ઝવેરીના સૌથી નાના પુત્ર ચીમનભાઈનાં ધર્મપત્ની અને દમણનિવાસી શ્રેષ્ઠીવર્ય શ્રી નવલચંદ દીપચંદનાં સુપુત્રી મોતીકેરબહેન સ્વસંતાનોને સ્તનપાન કરાવતી વખતે કાનમાં મંત્રાલર ફેંકતાં કે “બેટા ! આ માનવભવમાં દીક્ષા એ જ સારે છે. બાકી આખો સંસાર અસાર છે. મોટો થઈને દીક્ષા લેજે.” અને જુઓ, ઇતિહાસે પુનરાવર્તન કર્યું. એમનાં સાત સંતાનમાંથી છ સંતાનોએ ચારિત્રમાર્ગ અપનાવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org