________________
૫૧૮ ]
[ શાસનનાં શ્રમણીરત્નો. નવલશ્રીજી મહારાજના સહવાસમાં રહેતાં અસાર સંસારને તેમને ખ્યાલ આવવા માંડ્યો. ક્ષણભંગુર આ સંસારમાંથી વહેલી તકે મુક્ત થવા તેમની મનોકામના જાગી ઊઠી. આ મંથનના ફલસ્વરૂપે સં. ૧૯૯૯ માઘ-શુકલ ૧૩ના શુભ દિવસે સંસારનો ત્યાગ કરી સંયમ-સાધનાને કડિન માર્ગ સ્વીકાર્યો. ૫. શ્રી નવલશ્રીજી મહારાજના શિખ્યા જ્ઞાનશ્રીજી મહારાજ તરીકે જાહેર થયાં. પૂજ્યશ્રી રેવતાચલ ચિત્રકૂટાદિ તીર્થોદ્ધારક પ. પૂ. આ. દેવ શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મ.સા.ની આજ્ઞાનુવતિની છે.
પૂ. સા. શ્રી માણેકશ્રીજી મ., પૂ. સા. શ્રી ચેતનશ્રીજી મ. અને ગુરુ નવલશ્રીજી મહારાજના આશીર્વાદથી ખૂબ જ જ્ઞાનસંપાદન કર્યું. સેળ વર્ષ સુધી વૃદ્ધ ગુરુ ભગવંતના ચરણકમલમાં રહીને નિષ્ઠાપૂર્વક સેવા અપ–જે તેમના જીવનને એક આદર્શ બની રહ્યો. પૂજ્યશ્રીનું જીવન ઉચ્ચ કોટિની સાધનામાં ઓતપ્રેત રહ્યું. સિદ્ધિતપ, વષીતપ, ઓળી આદિ અનેક તપસ્યાઓ કરતા રહીને મનને ઉત્તરોત્તર આધ્યાત્મિક્તા તરફ વાળ્યું. સ્થિર પ્રકૃતિ ધરાવનાર પૂજ્યશ્રીને કેટિશ કેટિશ વંદના.
પૂ. સાધ્વીશ્રી સૂર્યોદયાશ્રીજી મહારાજ મહાન પુણ્યોદયે આપણને માનવ જન્મ મળે છે. માનવ જીવન સફળ કરવા માટે આપણને સર્વ સામગ્રી પ્રાપ્ત થઈ છે. કેઈ તપ કરે છે, કેઈ ત્યાગ કરે છે, કેઈ દાન દે છે, કઈ સામાયિક–પ્રતિકરણ આદિ ક્રિયા કરે છે. કિન્તુ જીવનની સફળતા શેમાં? નીરવ શાંતિમાં? જયારે આપણે વિચારીએ ત્યારે અંદરથી અવાજ આવે છે કે જીવનની સફળતા તો એમાં જ છે કે જન્મ લઈને આપણાં સારાં કાર્યો દ્વારા બીજાનાં દિલમાં કેટલું અને કેવું સ્થાન પ્રાપ્ત કર્યું. જીવન કેટલું જીવ્યા એનું મહત્વ નથી, કેવું જીવ્યા એ જ મહત્વની વાત છે. જેમનું મરણ સમરણરૂપ બની રહે તે જ જીવનની સાચી સફળતા છે, અને એ જ જીવનનું દર્શન છે.
અમારા પરમ ઉપકારી પ્રતિભાસંપન્ન, સરલ સ્વભાવી પ. પૂ. સૂર્યોદયાશ્રીજી મ. સા. નું જીવનદર્શન પણ કંઈક એવું જ હતું.
ગુજરાતમાં “શખેશ્વર તીર્થ સમીપે રાધનપુર ગામ એ તેમનું જન્મસ્થળ. જન્મ દિવસ સં. ૧૯૮૫ માગસર સુદ ૧૨. માતા મંગુબહેન અને પિતા શ્રી પ્રભુલાલભાઈ તેમના ઘરનું આ અપ્રગટ રતન તે નામે શારદાબહેન.
બાલ્યવયથી જ શારદાબહેનનું જીવન અનેક સદ્ગુણોની સુવાસથી મઘમઘતું તેમ જ સૌને આકર્ષાનારું હતું. શાણા શારદાબહેન નામથી ઓળખાતા. શારદાબહેને સોળ વર્ષની નાની વયમાં સંસારનો ત્યાગ કરીને મહાવીરનો ત્યાગમાર્ગ સ્વીકાર્યો. પૂ. શ્રીની કક્ષા પ. પૂ. નીતિ સૂરીશ્વરજી મ. સા. ના વરદ હસ્તે થઈ
તેઓશ્રીનો દીક્ષા દિવસ છે. સં. ૨૦૦૧ વૈશાખ વદ ૧૧ ને દીક્ષાનું શુભ સ્થળ રાધનપુર. પ. પૂ. રેવતાચલાદિ તીર્થોદ્ધારક આ દે. શ્રી નીતિસૂરીશ્વરજી મ. ના સમુદાયવર્તિની મહિમાસંપન્ન સાધ્વીશ્રી મહિમાશ્રીજીના શિષ્યા કંચનશ્રીજીનાં શિષ્યા તરીકે જાહેર થયાં. શારદાબહેન મટીને શ્રી સૂર્યોદયાશ્રીજી મ. બન્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org