________________
પર૦ ]
[ શાસનનાં શ્રમણીરત્નો સવ લોકોના મનવાંછિતને પૂરનારા પ્રાચીનકાલીન શ્રી શંખેશ્વરજી મહાતીર્થથી અતિ દૂર નહિ. તેવું એક રળિયામણું રાજધાન્ય [રાધનપુર] નામે નગર છે. તેને સહુ જેન ધર્મ પુરી કહે છે. આ રાધનપુર ખરે જ આરાધનપુર છે.
રાધનપુર નગરના વતની ધર્મનિષ્ઠ, શ્રેષ્ટિવર્ય શ્રી જગજીવનદાસ સવાઈચંદને ત્યાં, ધર્મપરાયણ, સુશ્રાવિકા મણિબહેનની કુક્ષીએ ૧૯૭૯ અષાડ વદ ૯ના પુત્રીરત્ન પ્રાપ્ત થયું. તેનું નામ તારાબહેન રાખવામાં આવ્યું.
માતા-પિતાના ધર્મના સંસ્કાર અને તેના સિંચનથી નાની ઉમરનાં તારાબહેન દેવદર્શન, ગુરુવંદન આદિ ભાવથી કરવા લાગ્યાં. અર્થાત્ તેવું તેમનું જીવન ધમમય બન્યું. નાની ઉંમરમાં જ્ઞાન ભણવાની જિજ્ઞાસા સાથે તપ કરવાની ઈચ્છા થતી હતી.
યૌવનવય પ્રાપ્ત થતાં ૧૪ વર્ષની ઉંમરે તેમને રાધનપુરનિવાસી શ્રેષ્ઠીવર્ય શ્રી ચીમનલાલ પુરત્તમદાસ આલાવાળાના પુનિત પુત્ર સારાલાલભાઈ સાથે લગ્નગ્રંથિથી જોડવામાં આવ્યાં. સંસારી જીવનમાં બે પુત્રીઓ પ્રાપ્ત થઈ. સંસારી જીવનનાં પાંચ વર્ષ સુખરૂપે વીત્યાં, ત્યાર પછી સારાલાલભાઈની તબિયત બગડી, ને તેઓ ટૂંકી માંદગી ભેળવીને આ ફાની દુનિયાને વિદાય આપીને ચાલ્યા ગયા. સાથે બન્ને પુત્રીઓએ પણ પિતાને પંથ અંગીકાર કર્યો !
જ્યાં ભાગ્યની ભૂતાવળ પિતે જ ભૂખી હોય ત્યાં તારાબહેનની મનોદશા ક્યાંથી સુખી રહી શકે ? ૧૯ વર્ષની વયમાં તારાબહેનને વૈધવ્ય પ્રાપ્ત થયું. તારાબહેનના નસીબમાં દુઃખ આવી પડ્યું, પરંતુ તે દુઃખને તેઓએ સમતાભાવે સામને કર્યો. ધર્મના સંસ્કારબળે સંસારની અસારતાને પામીને વૈરાગ્યભાવ પામ્યાં ને તેનાં પરિણામ સ્વરૂપે સંસારી જીવનને છોડવાની ભાવના પ્રગટ થઈ. ને તે સાથોસાથ પ. પૂ. શ્રી મહિમાશ્રીજી મ. સા. [ સંસારી પક્ષે મેટાં બેનના સતત સમાગમથી સંયમ લેવાની એ ભાવનાને દઢ બનાવી. શ્વસુરપક્ષની તથા પિયરપક્ષની મહાક્ટ અનુમતિ મેળવીને વિ. સં. ૨૦૦૬ ના ફાગણ વદ ૧૦ ને દિવસે સંયમ અંગીકાર કર્યો અને પ. પૂ. મહિમાશ્રીજી મ. સા.નાં શિષ્યા રાજુલાશ્રીજી નામે જાહેર થયાં. દક્ષાસ્થળ-રાધનપુર, દીક્ષાદાતા પ. સપનવિ. મ.
સંયમપંથને ઉત્કૃષ્ટ બનાવવા જ્ઞાનાભ્યાસમાં તત્પર રહેતાં. અર્થ સહિત ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કમગ્રંથ, સર્વ કુલ, વૈરાગ્યશતક, સંબોધસિત્તરી, ઇન્દ્રિય પરાજય, તસ્વાર્થ, વીતરાગસ્તાત્ર, સિંદૂરપ્રકર, યેગશાસ્ત્ર, ઉત્તરાધ્યયનસૂત્ર આદિ તેમ જ બે સંસ્કૃત બુકનું જ્ઞાન મેળવી આત્માને તેજસ્વી બનાવેલ છે.
તપ કરીને જૂનાં, નવાં કર્મોને બાળી આત્માને નિર્મળ બનાવવા સંયમજીવનમાં જુદી જુદી તપશ્ચર્યાઓ નીચે પ્રમાણે કરી છે:
મહાવીર સ્વામી ભગવાનના ર૨૯ છ૮ તથા ૧૨ અઠ્ઠમ, ૬ માસી, ૪ માસી, ૩ માસી, ૨ માસી, દોઢ માસી, માસક્ષમણ, ૧૭, ૧૬, ૧૫, ૧૧, ૧૦, ૯, આદિ ઉપવાસ, મેસરણ, સિંઘાસણ, છ અઠ્ઠાઈ, સિદ્ધિતપ, ચત્તારિ-અદ્-દસ-દોય, ખીરસમુદ્ર, વણતપ, વીશ સ્થાનક, ૫૦૦ આયંબિલ, વર્ધમાન તપની ૫૦ એળી, તેરકાઠિયાના અઠ્ઠમ, શત્રુંજયતીર્થની એકાસણાં સાથે નવ્વાણું તથા ઉપરનીચેના છઠ્ઠ, અઠ્ઠમ, ઉત્કૃષ્ટ ગિરનારજીની નવ્વાણું તપ સહિત કરેલ છે. નાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org