________________
શાસનનાં શમણીરત્નો
[ પર ૭ પરમ શાસનપ્રભાવિકો. મહાન તપરિવની પૂજ્ય સાધ્વી શ્રી સુતારા શ્રીજી મહારાજ
“જિણસાસણસ સારો ચઉદસપુવ્વાણ જે સમુદ્વાર |
જલ્સ મણે નવકાર સંસાર તસ્સ કિ કુણઈ ” શ્રી જૈન શાસનરૂપ વિશાળ ગગનાંગણમાં ચમકતો એક તારો ચાલુ વર્ષના માગશર વદ ૯ તા. ૧૪-૧૨-૧૮ને શનિવારે બપોરે એક કલાક પચીસ મિનિટે પૂર્ણ પ્રકાશ કરતા અમદાવાદ, શાહીબાગ-ગિરધરનગર જૈન ઉપાશ્રયમાં ચતુર્વિધ સંઘની સુવિશાળ હાજરીમાં એકાએક અસ્ત .
તે સ્વ. તપસ્વિની સા. શ્રી સુતારાથીજી હતાં. તેમનાં દર્શન-વંદનાદિ લાભ જેઓ મેળવી શક્યા તેઓને તો તેમના ગુણોનો પ્રત્યક્ષ પરિચય થયો હશે; પણ જેઓ એમના પરિચયને પામી શક્યા ન હોય તે ગુણાનુરાગી જીવોને ઉદ્દેશીને તે પૂજ્ય સાધ્વીજીની સાધનાનો અલ્પ માત્ર ખ્યાલ અહીં અપાય છે.
તેઓને એ રીતે ઓળખી શકાય કે પૂજ્યપાદ સંઘસ્થવિર પ્રશાંત તપસ્વી સ્વ. આચાર્યદેવ શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજીના સંસારપક્ષે ધમપત્ની યાને સાધ્વી શ્રી ચંદનબ્રીજનાં સા. શ્રી ચતુરશ્રીનાં સા. શ્રી ચંપકશ્રીજી સાધ્વી હતાં તેઓની પાસે વિ. સં. ૧૯૮૭ વૈશાખ માસમાં “માતા અને પુત્રી’ દીક્ષિત થયાં. માતાનું નામ સા. મૃગાંકશ્રીજી અને તેમનાં પુત્રી યાને શિષ્યા તે સાધ્વી શ્રી સુતારાથીજી.
બીજી રીતે પણ ઓળખી શકાય કે ઉપર્યુક્ત પૂજય આચાર્ય દેવના પટ્ટ વિભૂષક પ્રશમમૂર્તિ સ્વ. આ. શ્રી વિજય મેઘસૂરીશ્વરજીના પટ્ટધર પરમવિનીત સ્વ. આચાર્યશ્રી વિજયમનહરસૂરીશ્વરજીના શિષ્ય અને વર્તમાનમાં બાપજી મહારાજના સમુદાયના અધિપતિ પ. પૂ. આ. શ્રી વિજયભદ્રકરસૂરીશ્વરજી મહારાજ સાહેબના સંસારી પક્ષે પુત્રી “સુતા-તારાબહેન” એ જ પ્રસ્તુત સાધ્વીશ્રી સુતારાશ્રીજી મહારાજ વિ. સં. ૧૯૭૬ જેઠ માસમાં તેમને જન્મ મુ. પાંચેર તા. મહેસાણામાં (મોસાળમાં) થયે હતે. માતા શ્રી ચંપાબહેન, પિતા શ્રી ભાઈલાલભાઈ જ્ઞાતિએ વિશાશ્રીમાળી, વતન છીણેજ. નવ વર્ષની વય સુધી ધીણોજ રહી પ્રાથમિક જ્ઞાન મેળવ્યું, તે પછી માતાપિતાની સાથે અમદાવાદ આવ્યાં અને બે વર્ષ શેઠ શ્રી લાલભાઈ દલપતભાઈ કન્યાશાળામાં ધાર્મિકવ્યાવહારિક અભ્યાસ કર્યો.
માતા–પિતા-પુત્રી ત્રણેને અમદાવાદને વસવાટ પરમાર્થ વ્યવસાય માટે હિતકર બને. કુલના સંસ્કારો ઉપરાંત જેનપુરીને ધાર્મિક વાતાવરણથી જીવન સુવાસિત બનતું રહ્યું અને અનેક સાધુ-સાધ્વીઓની સેવાભક્તિ—પરિચયથી ધીણોજના વતની એ ભાવનાશીલ કુટુંબમાં વૈરાગ્યને રંગ વધતો ગયે.
માતાપિતા સાથે ૧૧ વર્ષની નાની વયમાં તારાબહેનને સંયમની પ્રાપ્તિ થઈવિ. સં. ૧૯૮૭ વૈશાખ સુદ ૧૦ માતા અને તે જ વૈશાખ વદ ૫ પિતા-પુત્રી બન્ને સાથે દીક્ષિત થયાં. દીક્ષા હકીભાઈની વાડીમાં પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજીના હાથે પૂ. આ. શ્રી વિજય મેઘસૂરીશ્વરજી, તે સમયે પૂ. ઉપાધ્યાય શ્રી મનેહરવિજયજી ગણી, પૂ. પં. શ્રી રામવિજયજી ગણે આદિ વિશાળ સાધુ-સાધ્વી સમુદાય અને ચતુર્વિધ સંઘની હાજરીમાં થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org