________________
૫૩૨ ]
[ શાસનનાં શ્રમણરત્નો પૂ. સા. શ્રી ચૈતન્યરત્નાશ્રીજી મહારાજની તપસ્યા : માસક્ષમણ, સિદ્ધિતપ, ૮ ઉપવાસ, વષીતપ, વર્ધમાન તપની ઓળી ૧૦, નવપદજીની ઓળી ૮, પાંચમ અગિયારસ, પિષ દશમ વગેરે,
શ્રી ગીરૂવાજી પાર્શ્વનાથ જૈન પેઢી-શરાફ બજાર–જલગામ (મહારાષ્ટ્ર) ૪૨૫ ૪૦૧ ના સૌજન્યથી
એક આદર્શ આર્યા પૂ. સાધ્વીજી શ્રી ચંદ્રોદયાશ્રીજી મહારાજ
આ જગતમાં અનેક મનુ જન્મે છે અને મરે છે, પણ તેમાં પિતાના જીવનદીપકમાં ધર્મત પ્રગટાવીને સ્વ–પર જીવનમાં પ્રકાશ પાથરનાર મહાત્માઓ બહુ ગણ્યાગાંઠયા હોય છે. મહારાજાના ઝેરી વાતાવરણમાંથી બહાર નીકળી સંયમમાગે પ્રયાણ કરનાર પૂ. ચંદ્રોદયાશ્રીજી મ. નું જીવન આવું જ એક જીવન હતું.
પૂ. ચંદ્રોદયાશ્રીજી મહારાજ, સંસારી અવસ્થામાં ચંપાબહેન. ગાયકવાડની રાજધાની વડોદરા તેઓશ્રીની બાળપણની ઉછેરભૂમિ. માતા મૃત્યુ પામી હોવાથી વહાલસોયી દાદીના હાથે ઉછેર થયો અને લધુવયમાં જ પાટણનિવાસી શા. મણિલાલ ઉત્તમચંદ્ર સાથે લગ્નસંબંધથી જોડાયાં.
સાસરાનું કુટુંબ સમાજમાં ધાર્મિક તરીકે પંકાતું એક મોભાદાર કુટુંબ હતું. તેમનાં સાસુજી પ્રસન્નબહેન અત્યંત ઘમિનિષ્ઠ હતાં. સાસુએ વહુને ઘરને ભાર સોંપે, પણ સાથે સાથે તેના માથેથી પાપનો ભાર હળવો કરવા, તેમને ધમમાગમાં જોડવ્યા. કકકો-બારાક્ષરી-વાંચન લે નથી માંડીને બે પ્રતિક્રમણ આદિ ધાર્મિક અભ્યાસમાં તેમ જ વ્રત-નિયમ, તપ-ત્યાગ, વગેરે ધર્માનુષ્ઠાનોમાં સાસુજીએ તેમને ક્યાં પ્રસન્નબહેન પોતે ઘરનું કામકાજ કરી લઈને સામાયિક તથા ધાર્મિક અભ્યાસ કરવા મેકલે. તે સમયમાં ઉપધાન તપ કવચિત જ થતા. ૧૯૭૭ માં પ્રસન્નબહેને તેમની નવ મહિનાની નાની બાળકી સાચવવાની જવાબદારી પતે લઈને ચંપાબહેનને ઉપધાન તપ કરાવ્યાં. એક તો પર્વજન્મના સંસ્કાર લઈને આવેલ તે પુણ્યાત્મામાં પિતાની યેગ્યતા તે હતી જ, તેમાં કુશળ માળીની જેમ સાસુજીની પ્રેરણાનું સિંચન મળતાં જ ધમ. સંસ્કારોનું વૃક્ષ ફૂલ્યું અને ફાલ્યું.
ચંપાબહેન પાંચ પ્રતિકમણ, પ્રકરણ, ભાષ્ય, છ કર્મગ્રંથ, સંસ્કૃત બે બુક, મોટી સંગ્રહણી, ક્ષેત્રસમાસ વગેરે ધર્મગ્રંથે ટૂંકા ગાળામાં જ અર્થ સાથે ભણી ગયાં. પછીથી પિતાને મુંબઈ રહેવાનું થયું ત્યારે સાસુજી લહિયા પાસે સ્તવન-સજઝાયે વગેરે લખીને પાનાં મોકલાવે અને ચંપાબહેન ઘરનું કામકાજ કરતાં જાય અને મનમાં પદ ગોખતાં જાય એ રીતે દરેક પર્વના ઢાળિયા, પૂ. આનંદઘનજી મ. તથા પૂ. ૩. યશોવિજયજી મ. ની વીશી અર્થ સાથે, શેભન મુનિની થેની વીશી અર્થ સાથે, સંસ્કૃત ચૈત્યવંદને અર્થ સાથે, સમક્તિના સડસઠ બેલોની સઝા અર્થ સાથેઆમ સ્તવન, સઝાયોની બે હજાર ગાથાઓ તેમણે કંઠસ્થ કરી લીધી. વસ્તારી ઘરનું કામકાજ જાતે કરવાનું હોવા છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org