________________
પર૪ ]
[ શાસનનાં શ્રમણરત્નો મૂર્તિ પ્રવતિની સાદવજી શ્રી દયાશ્રીજી મહારાજશ્રી સમાધિપૂર્વક કાલધર્મ પામ્યાં છે. સ્વર્ગીય પ્રવતિની સાધ્વીજીશ્રી ખૂબ જ શાંત, સરલ, તથા ચરિત્ર્યશીલ હતાં. છેલ્લે ચાતુર્માસ પૂર્ણ કરીને તેઓશ્રી સિદ્ધક્ષેત્રની પુણ્યયાત્રા માટે પાલીતાણા ખાતે પધાર્યા હતાં. તેઓ મોતીશાહ શેઠની ધર્મશાળાની બાજુમાં શ્રાવિકાના નવા ઉપાશ્રયમાં પ્રશાંત વિદુષી સાધ્વીજી શ્રી કુમુદશ્રીજી આદિ સાધ્વીઓના વિશાલ પરિવાર સહ બિરાજમાન હતાં. આમ તેઓને છાતીને દુઃખાવો રહેતા હતો. છતાં નરમ તબિયતે તેઓ ચૂડાથી ચાલીને વિહાર કરી પાલીતાણા પધાર્યા હતાં. કાલધર્મના દિવસે ગામના શ્રી આદીશ્વર ભગવાન દેરાસરમાં બપોરે તેઓ પૂજામાં બેઠાં હતાં. બાદ છાતીમાં દુઃખાવો થતાં ઊઠયાં હતા, કાંઈક સારું થતાં દેરાસરજીમાં આંગીના દર્શન કરવા તેઓ પધાર્યા, ને ત્યાં જ તેમની કાયા ઢળી પડી. છેલલી ઘડી સુધી તેમને સમાધિ સારી હતી. નવકારમંત્રને પવિત્ર જાપ ચાલુ હતો. તેઓનો નિર્મલ આત્મા અમરેલક ભણી વિદાય થયા. તેઓશ્રીની અંતિમ યાત્રા બીજે દિવસે ભવ્ય રીતે નીકળી હતી. તેઓશ્રીનું જીવન શાંત તથા પવિત્ર હતું. તેઓશ્રી મૂળ કપડવંજના રહેવાસી: વિ. સં. ૧૯૫૩માં તેમને જન્મ થયેલે. બાલ્યકાળથી ધર્મભાવના સારી અને આત્મા સંસ્કારવાસિત : એટલે લગ્ન બાદ થોડા જ સમયમાં બન્ને પતિ-પત્નીએ ભાગવતી દીક્ષા સ્વીકારેલી. વિ. સં. ૧૯૭૧ની સાલમાં ૧૮ વર્ષની વયે તેમણે પૂ. સંઘસ્થવિર પ્રશાંતમૂતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજનાં આગ્રાવતી સૌમ્ય પ્રકૃતિ પ્રવતિની સાધ્વીજી શ્રી હીરશ્રીજી મહારાજ પાસે દીક્ષા અંગીકાર કરેલી. તેઓશ્રીનાં ગુણીનું નામ સાધ્વીજી શ્રી દાનશ્રીજી હતું. તેમનો દીક્ષા પર્યાય ૪૪ વર્ષનો હતો. આટલા દીર્ઘ દક્ષા પર્યાયમાં તેઓ જ્ઞાન–ધ્યાન, સ્વાધ્યાયાદિની સાધના સાથે વૈયાવચ્ચ ગુણમાં અદ્વિતીય હતાં. તેના કરતાં વયથી નાના હોય કે પર્યાયથી મેટા હોય તેની વૈયાવચ્ચ કરવામાં તેમણે કદી પાછું વાળીને જોયું નથી તદુપરાંત તપશ્ચર્યાઓ તેમણે સારી કરેલ છે. મા ખમણ ૧૬, ૮, વર્ષીતપ, નવપદજીની ઓળી, વીશસ્થાનક તપની ઓળી આદિ તપશ્ચર્યા કરેલ છે. શ્રી સિદ્ધિગિરિની નવાણું યાત્રા પણ તેમણે કરી છે. તેઓશ્રીને વિહાર પણ ઉગ્ર હતો. મારવાડ, માલવા, ગુજરાત, સૌરાષ્ટ્ર, આદિ પ્રદેશોમાં વિહાર કરી તેઓશ્રીએ તેમની સૌમ્ય પ્રકૃતિ, પરેપકાર, ગુણાનુરાગ, તથા વૈયાવચ્ચ, આદિ ગુણની સુવાસ ફેલાવેલી છે. તેઓ આ રીતે વિશુદ્ધ ચારિત્ર પાળી સ્વ–પરનું કલ્યાણ સાધી ગયાં તેમના પરિવારમાં તેઓનાં મુખ્ય શિષ્યા શાંતિ વિદુષી સાધ્વીજી શ્રી દર્શનાશ્રી છે અને તેમનો લગભગ ૨૮ સાધ્વીઓનો પરિવાર, તથા તેઓનાં ખાસ સેવાભાવી વિનયા સાધ્વીજી શ્રી કુમુદશ્રીજી, તથા તેઓનાં અન્ય શિષ્યાઓ, સાધ્વીજી શ્રી વલભશ્રીજી, સા. રાજેન્દ્રશ્રીજી, સા. તીર્થ શ્રીજી આદિ મુખ્ય મુખ્ય છે. આવા અનેક ગુણોથી અલંકૃત પૂજ્ય સાધ્વીજીના દિવ્ય આત્માને અનેક વંદનાવલિ.....
બાલબ્રહ્મચારિણી વિધી પૂ. સારના શ્રી દર્શનશ્રીજી મહારાજ
જન્મ અમદાવાદમાં ઝવેરીવાડના વીસા શ્રીમાળી શ્રી સકરચંદ ફતેચંદભાઈ (હાલમાં પં. શ્રી સુબુદ્ધિવિજયજી ગણી)ની ધર્મપત્ની શ્રી શણગારબહેનની કૂખે વિ. સં. ૧૯૭૦ ની માગશર સુદ ત્રીજના રોજ થયે. ત્રણ વર્ષની ઉમરે જ માતાને વિગ થયે. પિતાજીની ધાર્મિક વૃત્તિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org