________________
શાસનનાં શ્રમણીરત્ન !
પર૩ પાંચસો સાધ્વીઓમાં અગ્રણી અને બાવન સાધવીઓના જીવન-શિલ્પી
પૂ. સાધ્વીજી શ્રી કંચનશ્રીજી મહારાજ સંઘથવિર સ્વ. પૂ. આ. વિ. સિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજના પ્રશિષ્યરત્ન પૂજ્ય આચાર્યદેવ ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજના આજ્ઞાતિની, ૨ કોડ નમસ્કાર મહામંત્રજાપિકા પ્રવતિની સાદવી કંચનશ્રીજી મહારાજે પિતાનું સમસ્ત જીવન એવું સુંદર આરાધનામય વિતાવ્યું કે જેના કારણે તેઓ અંતિમ પળને મહોત્સવરૂપ બનાવી જગતને અનુરૂપ આદશ આપતાં ગયાં! બોરસદ ગામે, ધમપ્રેમી સુશ્રાવક નગીનદાસ અને માતા દિવાળીબહેનની કુક્ષીએ સં. ૧૯૪૫ ના શ્રાવણ વદ આઠમે આ પુણ્યશાળી આત્માને જન્મ થયે. બાવકાળથી ધર્મ તરફ વલણ તો હતું જ. મા-બાપના સંસ્કારથી જીવનવૃક્ષ ક્રમશઃ ફાલતું ફૂલતું રહ્યું. અનુક્રમે ૧પ મા વર્ષે એ પુણ્યાત્મા પરસનબહેનનું પાણિગ્રહણ સંસ્કારી કુટુંબમાં બાપુલાલભાઈ સાથે થયું. કમનસીબે બે મહિનામાં જ તેઓશ્રીના પતિ દેવગત થયા. ત્યારબાદ વિધવાવસ્થામાં ૯ વર્ષ ધર્મમય પસાર કર્યા. જીવન સંસ્કારોથી રંગાયેલું હોવાના કારણે ધર્મ એમના હૈયામાં દઢપણે સ્થાપિત થવા માંડ્યો. બાપજી મહારાજનાં આગ્રાવર્તિની પૂ. તારા શ્રીજી મહારાજ પાસે પ્રત્રજ્યા અંગીકાર કરી સાધ્વી કંચનશ્રીજી તરીકે જાહેર થયાં. શ્રી તારાશ્રીજી મહારાજ અદ્વિતીય પુણ્યવાન આત્મા હતાં. આવા પાવનકારી ગુરુની નિશ્રા ૫. સાદવીજી કંચનશ્રીજી મહારાજને પ્રાપ્ત થઈ હોવાના કારણે એ ગણેનો વારસો પણ એમનામાં તરવરતો હતો. ૬૭ વર્ષના દીઘ સંયમપર્યાયમાં વિવિધ પ્રકારનાં તપ જેમકે નવ
માસી, બે છ માસ, દોઢમાસી, એકમાસી, વષીતપ, એકાંતર પ૦૦ આયંબિલ, વર્ધમાન તપની ૬૩ ઓળી, તેમ જ જ્ઞાન, બાન, શુદ્ધ સંયમની આરાધના આદિ અનુષ્ઠાને સુંદર પ્રકારે સેવી પોતાના જીવનને અનેક સગુણેથી વાસિત કર્યું હતું. તેઓશ્રીને રગેરગમાં સ્વાધ્યાય પ્રેમ તપપ્રેમ; જપ–દેવદશનાદિ વિષયનો ગાઢ રાગ હતવધમાન તપની ૩ ઓળી ૮૨ મા વર્ષ સુધી ચાલુ હતી. ત્યારબાદ લગભગ એકાસણાં જ કરતાં હતાં. એટલું જ નહિ, પરંતુ ૨ કેડ નવકાર મંત્રનો જાપ અપ્રમત્તભાવે નિત્રિદિનપણે પૂર્ણ કર્યો.
તેઓશ્રી ફાગણ સુદ આઠમે રાત્રે ૧ વાગે પાટ પરથી પડી ગયાં. ડાબા પગે ભારે ફેકચર થયું. ડોકટરોએ હેસ્પિટલ લઈ જવા ઘણા પ્રયત્ન કર્યા પણ તેઓશ્રીએ જોરદાર ઇનકાર કર્યો. છેવટે મુકામમાં એકસ-રે, હાડવૈદ્યના ઉપચાર શરૂ કર્યા. પરંતુ કમભાગ્યે એ ઉપચારમાં નિષ્ફળતા સાંપડી અને પૂ. કંચનશ્રીજી મહારાજ ૯૧ વર્ષની બુઝર્ગ વયે ફાગણ સુદ તેરસે બપોરે ૨ કલાક અને ૯ મિનિટે નમસ્કાર મહામંત્રના ધ્યાનમાં ખૂબ જ શુદ્ધિ સહ સમાધિ પૂર્વક કાળધર્મ પામ્યાં. અનેક રોગોના હુમલાઓ હોવા છતાં શાસ્ત્રકારો જેને પંડિત મરણ કહે છે, તે પંડિત-મરણને તેઓ વર્યા. એઓશ્રી બાપજી મહારાજનાં ૫૦૦ સાધ્વીઓમાં અગ્રેસર પ્રવતિનીપદ પર આરૂઢ થયેલાં હતાં.
પ્રશાંતમૂર્તિ, ચારિત્રશીલ પ્રવતિની પૂ. સાધ્વીજી શ્રી દયાશ્રીજી મહારાજ વિ. સં. ૨૦૧૬ના માગશર વદિ બીજના સાંજે સિદ્ધક્ષેત્રની પુણ્યભૂમિ પર પૂ. પ્રશાંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org