________________
શાસનનાં શ્રમણીરને ]
[ ૧૧૯ જ્ઞાન, ધ્યાન, તપ-ત્યાગ વિનય–વૈયાવચ્ચ આદિની અંદર જાતને જોડી કમેની નિર્જરા કરી અનેકાનેક તીર્થભૂમિઓની સ્પર્શના દ્વારા સમ્યગ્દર્શન નિર્મળ કરી જીવન ધન્ય બનાવ્યું. અનેકને ઉપદેશ આપતાં તેમના ચરણ-કમળમાં શિયાઓએ જીવન સમર્પણ કર્યું.
નમ્રતા, સરળતા તે તેઓશ્રીમાં એટલી બધી હતી કે નાના, મોટા સાધુ-સાધ્વીને જેને તેઓ મસ્તક ઝુકાવી દેતાં, એવી તે આદર અને આવકાર આપતાં.
તેઓશ્રી જીવન જીવ્યા પણ સાથે કંઈક પામી ગયાં. સ્વભાવથી શાંત તથા ભદ્રિક હતાં તેઓશ્રીને વિરમગામ મુકામે અશાતાનો જોરદાર ઉદય થયો હતો. તે વખતે તેઓશ્રીના સર્વસંસારી સગાં-કુટુંબીજને તેમ જ ગામેગામના ભક્તજને આવ્યા હતા ને પોતાની શક્તિ અનુસાર
એ પુણ્યદાન પણ આપ્યું હતું. પરંતુ આયુષ્ય બળવાન હોવાથી પુનઃ સ્વસ્થતા પ્રાપ્ત કરી. સ્વસ્થતા આવ્યા પછી તેઓશ્રીની આંતર જાગૃતિ વિશેષ દેદીપ્યમાન બની. તેમના રોમે રોમમાં પરમાત્માનાં દર્શનની ખૂબ જ પ્યાસ રહેતી. ડૉકટરની ના હોવા છતાં પણ દર્શન કરવા જતાં અને દર્શન કરતાં ત્યારે તેમના મનને મોરલે નાચી ઊઠતા. વળી, સંથારામાં પણ નમસ્કાર મહામંત્રનો મનપૂર્વક જાપ-તેમ જ સ્વાધ્યાયાદિ કરતાં જ રહેતાં. ક્ષેત્રસ્પર્શના બળવાન છે. જ્ઞાની ભગવંતે દીઠી ક્ષેત્ર સ્પર્શનાએ સુરેન્દ્રનગરે સર્વોદય સોસાયટી મધ્યે સપરિવાર સાથે ચાતુમસાથે પધાયો. ક્ષેત્ર પરિવર્તનથી શારીરિક સ્વસ્થતા વધુ આવતી હતી તેમ જણાતું હતું, પરંતુ ભાવિ નિર્માણ કોઈ જુદુ જ સજાયું હશે. તેઓશ્રીનાં શિષ્યાઓએ વૈયાવચ્ચનો ખરેખર અપૂર્વ લાભ લીધેલ. શ્રીસંઘ પણ ખડે પગે હતો. દવા-ઉપચાર સતત ચાલુ હતા, પણ તૂટી એની બૂટી નથી” એ ન્યાયે ચાતુર્માસ પૂર્વે જ, જેઠ વદ-૧૧ ના મંગળવારે સવારે ૮-૫ મિનિટે મહામંત્રનું સ્મરણ કરતાં સ્વયં ચારે આહારના ત્યાગના પચ્ચખાણ કરી અપૂર્વ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા.
- તેઓશ્રી ૬૦ વર્ષની ઉંમરે ૪ વર્ષને દીર્ઘ સંયમપર્યાય પાળી પિતાનાં શિષ્યા-પ્રશિષ્યાદિને શોકમગ્ન કરી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. કાળધમના ખબર મળતાં જ તેઓશ્રીનાં સગાંસંબંધીઓ તેમ જ ગામેગામનાં સંઘના ભાઈ-બહેને દોડી આવ્યાં. પૂજ્યશ્રીના દેહને જરિયાન માંડવીમાં પધરાવી ભવ્ય સ્મશાનયાત્રા કાઢવામાં આવી હતી.
પૂજ્યશ્રીના ચાલ્યા જવાથી સાધ્વી સમુદાયમાં તેમ જ શ્રીસંઘમાં પણ એક મહાન સાધ્વીરત્નની ખોટ પડી. એક દિવ્ય દીપક સદાના માટે બુઝાઈ ગયે. એક તેજસ્વી તારલો સદાના માટે ખરી પડ્યો પણ દિવ્ય તેજને વેરતાં ગયો પ્રેરણા આપતો જ ગયો.
ચરણે પાસિકા શિષ્યાઓ સા. શ્રી અનિલાશ્રીજી, સા. ભદ્રગુણશ્રીજી, સા. રાજરત્નાશ્રીજી, સા. દિવ્યપ્રજ્ઞાશ્રીજી.
પ. પૂ. પ્રવર્તિની વિધી સાધ્વીશ્રી મહિમાથીજી મ. સા.નાં તપસ્વિની શિષ્યા
પૂ. સાધ્વીરત્નાશ્રી રાજાલાશ્રીજી મહારાજ સોહામણા શંખેશ્વરજી તીર્થનો મહિમા જગમશહૂર બન્યો છે, જ્યાં સેંકડો યાત્રાળુઓનું આવાગમન ચાલુ છે. જ્યાં પરમાત્મા પાશ્વપ્રભુની પ્રતિમા પથ્થરને પણ પારસ બનાવે છે તેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org