________________
૫૧૦ ]
[ શાસનનાં શ્રમણરત્ન જવાનો નિમયો હોય તેમ ૪૦મા ઉપવાસે એકાએક લોહીની ઊલટી થઈ અને તપમાં જ નવકાર મહામંત્રનું સ્મરણ કરતાં કરતાં સમાધિપૂર્વક ૭૦ વર્ષની ઉંમરે કાળધર્મ પામ્યાં. પૂજ્યશ્રીના પ્રશિષ્યા શ્રી દિવ્યપ્રભાશ્રીજી મહારાજમાં તેમના ગુરુદેવશ્રીની જેવી જ ઉગ્ર તપશ્ચર્યાની ઝાંખી થાય છે. પૂજ્યશ્રીના ૩૬ ઉપવાસની એક ચમત્કારિક ઘટનાનો પ્રસંગ જોઈએ. અમદાવાદ-રાયપુરમાં વાઘેશ્વરી પોળમાં તેઓ બિરાજમાન હતાં. તેઓશ્રીએ માસક્ષમણની જાહેરાત કરી હતી પણ માસક્ષમણ ઉપર છ ઉપવાસ કરીને પછી જ પારણું કર્યું.
તેમની ઉગ્ર તપશ્ચર્યાની એક બીજી ચમત્કારિક ઘટના જોઈએ તે પૂજ્યશ્રીના ઉપવાસ પછી પૂ. પં. શ્રી મંગળવિજયજી મહારાજશ્રી લુવારની પિળમાં હતા. જે સંઘ સાથે વાજતે-ગાજતે પૂ. સાધ્વીજી મહારાજને પચ્ચખાણ આપવા વાઘેશ્વરી પિળના ઉપાશ્રયે પધારેલાં. આ વખતે ત્યાં પૂજ્ય સાધ્વીજીના ઉપાશ્રયમાં ત્રણ મધપૂડા જોવા મળ્યા. જેમાં ગઈકાલે કશું જ ન હતું. અને પૂજ્ય પંન્યાસશ્રી પાછા ફર્યા ત્યારે બીજી કલાકે પણ કશું જ ત્યાં જોવા ન મળ્યું. આ ત્રણ મધપૂડા તે દશન જ્ઞાન અને ચારિત્રના હશે તેમ આ ઘટનાની જાણ કરતાં પૂ. પંન્યાસશ્રી બોલ્યા હતા.
પાલીતાણામાં પૂજ્યશ્રીના કાળધર્મ વખતે ઘણી ચમત્કારિક ઘટનાઓ બનવા પામેલી તેમ માહિતી મળે છે.
કોટ- નમસકાર-મહામંત્રના આરાધક, શાંત-સૌમ્યમૂર્તિ
પૂ. સાધ્વીજી શ્રી સુનંદાશ્રીજી મહારાજ સંસારીઓ ઘણું કરીને ત્રિવિધ તાપથી દૂર ભાગતા હોય છે, પરંતુ કુદરત ક્યારેક એ દુઃખ દ્વારા કોઈ પુણ્યાત્મા પ્રત્યે નવી દિશા પ્રતિ અંગુલિનિર્દેશ કરવા આવા સંકેત રચતી હોય એવું સિદ્ધ થાય છે. કેઈ ભાગ્યશાળી આત્માને જ એ સહજ પ્રાપ્ત બને છે. એવા પુણ્યશાળી આત્મા પૂ. સાધ્વી શ્રી સુનંદાશ્રીજી મહારાજ હતાં.
પૂજ્યશ્રીનો જન્મ ધોળકા પાસે કોઠ ગામમાં શેઠશ્રી મફતલાલ હરજીવનદાસના ગૃહ વિ. સં. ૧૯૬૨ ના કાર્તિક સુદ પૂર્ણિમાને દિવસે તા. ૧૨-૧૧-૧૯૦૫ ને રવિવારે યે હતે. તેમનું સંસારી નામ સૂરજબહેન હતું. પિતા મતલાલ અત્યંત ધાર્મિક વૃત્તિવાળા હેઈ, સૂરજ. બહેનમાં બાળપણથી ધાર્મિક સંસ્કારોને વિકાસ થયે હતો. ૧૩ વર્ષની વયે સૂરજબહેનનું લગ્ન અમદાવાદનિવાસી શાહ સ્વરૂપચંદ મનસુખરામ સાથે થયું. વરૂપચંદભાઈ પણ ધાર્મિક વૃત્તિવાળા હતા. હંમેશાં સિદ્ધચક મહારાજની પૂજા-સેવા કરવાનું તેમને વ્રત હતું. તો સુખપૂર્વક વ્યતીત થતા હતા. સને ૧૯૨૨ માં સૂરજબહેને પુત્રી નારંગીને જન્મ આપે અને ૧૯૦૪ માં બીજી પુત્રીનો જન્મ થયો. પરંતુ થોડા દિવસમાં નાની પુત્રી અને પતિ સ્વરૂપચંદ સ્વર્ગવાસી બન્યાં, અને સૂરજબહેન પર દુઃખના ડુંગર તૂટી પડ્યા. સંસારરસ સામે વૈરાગ્યરસ ઊભરા, બાલ્યકાળના ધાર્મિક સંસ્કારે પુનજાગૃત થયા. તેમણે સ્વસ્થતાથી, શ્રદ્ધાથી પવિત્રતાથી પુત્રી નારંગીને ઉછેરવાનું કાર્ય પૂરી જવાબદારી સાથે સંભાળ્યું અને તેમની આ સંસ્કારિતાનો સુયોગ્ય પ્રતિભાવ સાંપડ્યો. પુત્રી નારંગીમાં નાનપણથી જ વૈરાગ્યભાવ જાગે, સંયમ સ્વીકારવાની ભાવના દઢ બની અને તેમણે સં. ૧૯૮૭ ના અષાડ સુદ ૮ ના શુભ દિવસે નવ વર્ષની કુમળી વયે દીક્ષા અંગીકાર કરી. પુત્રીના પાવનકારી પંથને નિહાળી ધન્ય ધન્ય બની માતાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org