________________
[ ૫૦૧
શાસનનાં શ્રમણરત્ન ]
પૂ. સાધ્વીજી શ્રી મનહરશ્રીજી મહારાજ (સુરદાસ શેઠની પિળવાળા)
ચારિત્રશ્રીજી
મહિમાં શ્રીજી (જુએ પરિચય
વિમલશ્રીજી
પ્રભાશ્રીજી
ચંદ્રપ્રભાશ્રીજી
ગુણત્રીજી
હેમશ્રીજી
ચારુલતાશ્રીજી
ચંદ્રકલાશ્રીજી
જુલાશ્રીજી
ચંદ્રયશાશ્રીજી
મહાયશાશ્રીજી (જુઓ પરિચય)
ચંદ્રનંદિતાશ્રીજી
અમિતપ્રજ્ઞાશ્રીજી
અક્ષયપ્રજ્ઞાશ્રીજી અન તપ્રજ્ઞાશ્રીજી એ પણ સાશ્રીજી આગમરસાશ્રીજી આજવસા શ્રી અમી ઝરણાશ્રી
પવનરસાશ્રીજી
અપૂરસાશ્રીજી
સચ્ચારિત્રશીલ, સૌમ્યાકૃતિ, વિદુષી પ્રવતિની પૂજ્ય સાધ્વીરત્નાશ્રી મહિમાશ્રીજી મહારાજ
પ. પૂ. ગુરુણીજી મહારાજ શ્રી મહિમાશ્રીજી મહારાજનો જન્મ ગુજર પ્રદેશમાં આવેલા મહાપ્રભાવી શ્રી શંખેશ્વરજી તીર્થની સમીપ શ્રી જિનેશ્વરના ભવ્ય ગગનચુંબી ૨૪ ચૈત્યથી સુશોભિત રાધનપુર નામના નગરમાં ગુણસંપન્ન શ્રેષ્ઠીવર્ય શ્રી જગજીવનદાસ સવાઈચંદનાં ધર્મપત્ની મણિબહેનની કુક્ષીએ વિ. સં. ૧૬૦ ના ફો. વ. ૯ ના દિવસે થયે. નામ મછુરીબહેન રખાયું. માતા-પિતાની છત્રછાયામાં બાલ્યકાળથી જ સંસ્કારસિંચન થયું. સંસ્કારી ગામ, સંસ્કારી ઘર અને સંસ્કારી જીવ એટલે સારા સંસ્કારની ખામી ક્યાંથી હોય? મથુરીબહેન બાલ્યકાળથી જ દેવદર્શન, વ્રત પચ્ચકખાણ વ્યાખ્યાન શ્રવણુ, તીર્થસ્પશન અને ધર્મસંસ્કારોથી વિભૂષિત બન્યા. અર્થાત્ ઉક્ત સંસ્કાર સહેજે તેમનામાં પ્રગટ થયા. અનુક્રમે બાળકાળ વ્યતીત કરી મથુરીબહેન યૌવનકાળને પામ્યાં. તેમના પિતાશ્રીએ રાધનપુરના વતની શ્રેષ્ઠીવર્ય શ્રી પૂનમચંદ દીપચંદના સદ્દગુણ પુત્ર મણિલાલભાઈની સાથે લગ્ન કર્યું. પણ દુર્ભાગ્યના યેગે તેમને ફક્ત ચાર માસમાં જ વૈધવ્ય પ્રાપ્ત થયું. જ્યાં માનવીની વિચારણું અને ક્યાં કુદરતની આચરણ ! મધુરીબહેન ઉપર કર્મરૂપી વાદળ વીંટળાઈ ગયું પણ આજનાં કર્મો આવતી કાલે દુઃખ લાવે છે અને સુખ પણ લાવે છે.
સંયમ જીવન સંસ્કારો તે હતા જ, કમે પ્રબલ નિમિત્ત આપ્યું. મથુરીબહેનની સંયમ લેવાની ભાવના ઉત્કૃષ્ટ થઈ. પૂસાધ્વીજી મનેહરશ્રીજી મ. સાહેબને સમાગમ થયે. અને તેમના ગાઢ પરિચયથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org