________________
૫૦૪ ]
[ શાસનનાં શ્રમણરત્નો દીધસંયમી પૂ. સાધ્વીજી શ્રી લાભશ્રીજી મહારાજ જગતના ચોકમાં જીવમાત્ર જન્મે છે, જીવે છે અને મારે છે. આ એક સનાતન નિયમ છે, એનું ઉલ્લંઘન કરવું અશક્ય છે. છતાં જન્મ, જીવન અને મરણ, આ ત્રિતયમાં મધ્યસ્થિત જે જીવનઅંશ તેના ઉપર જન્મ અને મરણ બન્નેની સફળતા યા નિષ્ફળતા નિર્ભર છે.
- પૂ. સાધ્વીજી લાભશ્રીજી મ. પિતાની સુવાસ પ્રસારી જીવન સાર્થક બનાવી ગયાં છે. તેઓનો જન્મ વિ. સં. ૧૯૪૩ પોષ વદ-૧૧ બુધવારે ઝીઝુવાડામાં થયો હતો. નાની ઉમરમાં લગ્ન થયાં. સભાગ્ય માને કે કમભાગ્ય કહે, પણ થોડા સમયમાં જ ૧૪ વર્ષની વયે વેદવ્ય પ્રાપ્ત થયું. માતાપિતાના સંસ્કાર અને સદગુરુઓના સમાગમે ચોવીશ વર્ષની ઉંમરે સંસારનાં સર્વ બંધનને ફગાવી સં. ૧૯૬૭ મહા વદ રના સંયમપંથે ચાલી નીકળ્યાં.
જેમના નામ તેવા જ ગુણ હતા. એવાં ગુણિયલ ગુરુશ્રી ગુણશ્રીજી મહારાજના શિષ્ય બન્યાં ગુરુ મહારાજનું અપૂર્વ આલંબન, પ્રેરણા, પ્રેત્સાહનથી સાધના માર્ગમાં આગેકૂચ કરી જ્ઞાનયોગ, તપગ, ભક્તિયેગ વગેરે જીવનનાં મુખ્ય અંગ બનાવી જીવનને ઉજજવલ બનાવ્યું. લગભગ ૬૦ શિષ્યાઓ-પ્રશિષ્યાના ગુરુ બન્યાં.
એમને પિતાના જીવનમાં તપ, સ્વાધ્યાય, આદિ અત્મસાત્ કર્યું હતું. જીવનમાં નિત્ય તપને મહત્ત્વનું સ્થાન આપ્યું હતું. કેઈપણ સંયોગોમાં તેઓશ્રીએ એકાસણાં છેડ્યાં નથી. છેલ્લાં ૫૦ વર્ષ સુધી એકધારાં એકાસણાં, છ, અફૂમ, આઠ કે સોળ ગમે તે તપસ્યા કરી હોય પણ એકાસણને બાકા આવવા દીધી નથી. ફક્ત છેલ્લા બે-ત્રણ મહિનાથી વૃદ્ધાવસ્થા અને રોગાદિના કારણે બિયાસણી કરવાને આગ્રહ કરતાં મન વગર ન-છૂટકે એ માર્ગ લીધો.
જેમનાં સ્વજનોમાંથી અનેક આત્માઓએ પ્રભુના માર્ગને અપનાવ્યો છે, જેવા કે સ્વ પૂ. રંજનવિજયજી મ. સા. (ભગત) સ્વ. પ. પૂ. વિલાસવિજયજી મ. તથા પૂ. આચાર્ય શ્રી કારસૂરીશ્વરજી મ. સ્વ. પૂ. ભુવનવિજયજી મ. અને પૂ. જબૂવિજયજી મ., પૂ. જિનચન્દ્રવિજયજી મ. આદિ અને તેઓશ્રીનાં બે બહેનો સા. કંચનશ્રીજી ને સા. મનહરશ્રીજી અને સા. લાવણ્યશ્રીજી, સા. વસંતશ્રીજી આદિ લગભગ ૧૭ પુણ્યાત્માઓ પ્રભુના માગે સંચરી આત્મકલ્યાણ સાધી રહ્યા છે. પૂ. લાભશ્રીજી મ.નો સૌના પ્રત્યે અખૂટ વાત્સલ્યભાવ વહેતે રહ્યો છે.
સૌના આદશસમાં વ્હાલા ગુરૂજી ૮૪ વર્ષની ઉમરે ૬૦ વર્ષનું દીર્ઘચારિત્ર પાળી, અષાડ સુદ-૬ના દિવસે અમદાવાદ ફતાશા પોળના સરકારી ઉપાશ્રયે વહેલી સવારે અંતિમ પળ સુધી નવકારમંત્રના સ્મરણ પૂર્વક અને સમાધિયુક્ત આ દેહનો ત્યાગ કરી પરલોક સિધાવ્યાં છે. સમુદાયના આધારસ્તંભ, વડીલ, વૃદ્ધ અનુભવી એવા ગુરૂદેવની આજે એવી ભારે ખોટ પડી છે કે જે પુરાય એવી નથી.
સદાને માટે એમનું સ્થાન સૂનું રહેશે. છતાં એ શૂન્ય સ્થાન પણ એમની અપૂર્વ અદ અમને આપી રહેશે. ભલે ! એમનો જીવનદીપ બુઝાઈ ગયે પણ કોણ કલ્હી શકશે કે એમને ગુણદીપક બુઝાય ગયે ! એ તે આજે પણ એ ને એવો પ્રજવલિત છે, અને અમ સૌના જીવનમાં પ્રકાશ પાથરી રહ્યો છે. કોટિ કેટ વંદન હો એ પરમતારક ગુરુદેવશ્રીનાં પાવન ચરણોમાં....શિખ્યા લાવણ્યશ્રીજીની
ભાવભરી વંદનાવલી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org