________________
શાસનનાં શ્રમણીરત્ન ]
[ ૪૯૫
આલી નિવાસી શ્રી ચુનીલાલ જોડે તેમનુ લગ્ન લેવાયું. સામેવાળાનું કુટુંબ પેાતાના કુટુંબ જેવું જ સંસ્કારી અને ધ સંપન્ન હતુ.. એમના માટે તા જાણે સેાનામાં સુગધ ભળી એવી જ આ ઘટના હતી. પણ હાય રે ! અફસોસ, વિધાતાને જાણે કે આ સુખી યુગલની ઈર્ષા થઈ. નસીબે તેને દાવ ફેકયો ને દોઢેક મહિનાનું લગ્નસુખ માણ્યું—ન માણ્યું ત્યાં તા કાળે ચુનીલાલજીને પાછા એલાવી લીધા. કાળની કેડીએ ઘડીક સંગ કરીને ચુનીલાલજી તેા પ્રયાણ કરી ગયા અને રહી ગયાં અઢાર વર્ષનાં સુમતિબહેન એકલાં અટૂલાં. જયાં લગ્નગીતેના પડઘા હજુ શમ્યા પણ ન હતા ત્યાં મરસિયાં ગવાવા લાગ્યાં. લગ્નની કંકુવરણી કસુ`બલ ચૂંદડીને સ્થાને આહાડાયાં દુધધવલ શ્વેત વસ્ત્રો. પરંતુ જીવનના આ જબરા પરિવર્તનની ક્ષણે પણ ધકર્માંના મને આત્મસાત બનાવનારાં સુમતિબહેન સ્થિર-ધીર રહ્યાં. સુમતિબહેનના હૃદયમાં કોઈ દિવ્યાત્મા વસી રહ્યો હતો. તેથી તે જીવનની ઘટમાળન! ઝડપથી ફરી રહેલા ચક્ર વચ્ચે પણ જળકમળવત્ રહ્યાં. તેમણે શ્રેય અને પ્રેયના બે માર્ગમાંથી શ્રેયના મા પસદ કરી લીધેા. તેમના ધર્માંસ સ્કારે પુનઃજાગૃત થઈ ઊઠયાં તેને પિરણામે દુઃખના સ્થાને પાના દીપક પ્રગટી ઊંચા, સુખને સ્થાને શાતાની સરવાણી ફૂટી નીકળી અને ભેગના સ્થાને તપનાં તેજ પ્રગટી ઊચાં. તેમણે સાંસારિક બંધનોને સાપ કાંચળીવત્ ઉતારી ધ`માં મન પરોવી દીધુ' ને આરાધનાને આદર થયા, ઉપધાન, નવપદ આળી, વીશસ્થાનક તપ, સિદ્ધિતષ, એ વપી તપ, વમાન તપ વગેરેની શૃંખલા શરૂ થઈ.
સ'સારરસની સરવાણી સુકાણી ને ભક્તિરસની ગગા ફૂટી નીકળી. આ રીતે તપશ્ચર્યાનુ તેમનું વિભાવર્તુળ વિસ્તરવા લાગ્યું. આ દરમ્યાન દીપકની વાટને જેમ વધુ તેલ મળતાં ઝળહળી ઊઠે તેમ સુમતિબહેનના શ્રદ્ધાદીપને પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ સાહેબના સમુદાયનાં સાધ્વીશ્રી પૂ. ભુવનશ્રીજી મહારાજ સાહેબની વૈરાગ્યવાણી શ્રવણ કરવાને! અને એ દ્વારા નિકટના સમાગમમાં સુઅવસર પ્રાપ્ત થયેા. મહારાજશ્રીની વૈરાગ્યવાણીએ તેમના હૃદયમાં રહેલી સુષુપ્ત વૈરાગ્યભાવનાને પ્રજ્વલિત કરી દીધી તેને પરિણામે જ સ. ૧૯૯૫ના પાષ મહિનાની વદ પાંચમના શુભ દિને તેમણે વાલી ગામમાં પ્રત્રજપા અંગીકાર કર્યો, તેથી સુમતિબહેન હવે પૂ. સુશીલાશ્રીજી મહારાજ તરીકે પ્રસિદ્ધ થયાં.
જીવન નદીના વહેણની માફક પરિવર્તનશીલ હોય છે. સુમતિબહેનમાંથી પૂ. સુશીલાશ્રીજી મહારાજ સાહેબ થવાનું તેમનુ એક સહજ-સ્વાભાવિક પરિવર્તન હતુ. પ્રયત્નપૂર્વકના વૈરાગ્ય કષ્ટદાયક હાય છે; જયારે સહેજ મિલા સે લે લિયાને સહજ વૈરાગ્ય મેાક્ષ પ્રતિ અગ્રેસર કરનારા હાય છે. તેને પિરણામે પૂ. સુશીલાશ્રીજી મહારાજની સચમસાધના-ઉપાસના ભાર ઉત્કૃષ થવા લાગી. સયમજીવનમાં તપશ્ચર્યા તપવા લાગી. તેમના મૃદુ વ્યક્તિત્વમાં સમે ક્ષમતા ઉમેરી તે! નિગ્રહે નિબદ્ધતા બક્ષી. પેાતાના જીવનમાં સાધનાનું પાતે જે કાંઈ સુખ મેળવ્યુ હતુ તેની મન ભરીને લહાણી કરતાં કરતાં તથા પાતે કરેલ સાક્ષાત્કાર થકી મેળવેલ પ્રોધના પ્રચાર-પ્રસાર કરતાં પૂ. સુશીલાશ્રીજી મહારાજ મહુધર દેશે વિહાર કરતાં કરતાં જૈનધર્માંનું ગૌરવ વધારતાં રહ્યાં અને સ્વનું તથા પરનુ કલ્યાંણ સાધી ગયાં.
Jain Education International
+f
For Private & Personal Use Only
www.jainelibrary.org