________________
પૂ. શ્રી નીતિસૂરીશ્વરજી મહારાજ સાહેબને આજ્ઞાવર્તી સાધ્વી સમુદાય
શાંતમૂર્તિ–વિદુષી –સ્વર્ગીય પૂ. સાધ્વીવર્યાશ્રી સુશીલાશ્રીજી મહારાજ
સંત-મહંતોએ આ સંસારને કાગદ કી પુડિયા કહ્યાં છે તે કેટલાકે તેને પાણીનો પરપોટો ગણે છે. તો કેટલાક સિદ્ધોએ આ સંસારને ભ્રમજાળ કહ્યો છે. આ જ્ઞણભંગુર સંસારમાં નિવાસ અર્થે આવેલ પ્રાણીમાત્રએ પરવશતાના પાશમાં જકડાવું પડે છે. તેથી જ ઘણાને આ સંસાર અસાર ભાસ્યો છે. સંસારની આ ક્ષણભંગુરતા અને પવિતાનાં બંધનોને અનુલક્ષીને શાસ્ત્રકારોએ સંસારને સાગરની, દાવાનળની ઉપમાઓ આપી છે. તથા પ્રાણીમાત્રને આ સંસારબંધનોથી મુક્ત થવાનો બોધ આપે છે. સંસારના ત્રિવિધ સંતાપોથી સંતપ્ત થયેલ જીવાત્માઓ માટે જે કોઈ અચલ અને અબાય સ્થાન હોય તે તે છે મેક્ષ. સંસાર સાગરમાં તરવા મથતા જીવાત્માઓ માટે સ્થિર આશ્રયસ્થાન જે કઈ હોય તો તે છે મુક્તિ. મેક્ષ કહેતાં મુક્તિની પ્રાપ્તિ જ જીવનયાત્રાનું અંતિમ લક્ષ હોવું જોઈએ – તેમ જ્ઞાનીઓ પિકારી પોકારીને કહે છે.
આ દેશની આ ધરતી એટલી બધી પવિત્ર છે કે સ્વર્ગમાં બિરાજમાન પવિત્ર મહાત્માઓને પણ અહીં જન્મ લેવાની ઝંખના ઊપડે છે. આવા જ એક તેજપથના પ્રવાસી મહાન આત્માએ એક મળે માનવદેહ ધારણ કરવા ધરતી પર અવતરણ કરેલું. જેમ ચંદન પિતાની સુવાસ સાથે લઈને ફરે છે. જેમ પારસમણિ પિતાની કંચન કરવાની શક્તિ સાથે લઈને વિચરે છે, તેમ ધરતી પર આવેલા આ તેજપથના પ્રવાસી પણ પોતાની પરોપકારની ભાવનાથી ભરેલ હૃદય લઈને પધાર્યા હતા. તેથી જ આ ચરાચર જગતમાં રહીને એમણે પરિપુથી ઘેરાયેલ કંઈ કેટલાયે જીવાત્માઓનું ક૯યાણ કર્યું હતું. તેજપથના પ્રવાસી એટલે બીજા કેઈ નહીં પણ મારવાડ મધર દેશના રાણી ગામના સુશ્રાવક શ્રી ગણેશમલજીનાં ધર્મપત્ની તેજબાઇની કૂખે જન્મ લેનાર સુમતિબહેન કે જે તેમની ઉત્તરવયે પૂ. સુશીલાશ્રીજી મહારાજ સાહેબ તરીકે પ્રસિદ્ધ થયેલાં.
રાણું ગામના સુશ્રાવક શ્રી ગણેશામિલ અને તે બાઈનો સ્વભાવ અતિ ધાર્મિક હતો. બને અધેિપીધે ખૂબ જ સુખી હતાં. જીવનને સાગરમાં હમેશાં ભરતી જ હતી. સુમતિબહેનના ઇશ્વરીય આત્માએ ધરતી પર આવવા તેજબાઈ ને નિપાપ બાળે પસંદ કર્યો. સં. ૧૯૫૭ના માગશર વદની પાંચમના દિને તેજબ એ લક્ષ્મીના અવતાર સમા પુત્રીરત્નને જન્મ આપ્યો. પ્રકૃતિએ ખુશામાં હવામાન કરીને જન્મની ખુશાલીમાં મંગળ સંકેત કર્યા. લક્ષમી જન્મથી ખુશખુશાલ થતાં માતાપિતાએ દીકરીનું નામ સુમતિ રાખ્યું. મોરનાં ઈંડા ચીતરવા ન પડે એ કહેવત મુજબ જ સુમતિના સ્વભાવની સુગંધ પ્રસરવા લાગી. નામ એવા સગુણાએ એમનું જીવન વધવા લાગ્યું.
કળીમાંથી ફૂલ થવાનો પ્રકૃતિને નિયમ છે. સુમતિ પુખ્ત થતાં જ અઢાર વર્ષની ઉંમરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org