________________
૪૯૬ ]
[ શાસનનાં શ્રમણીરત્નો અનેકવિધ અનુષ્ઠાનોના પ્રેરક પૂ. સાધ્વીવર્યા શ્રી ભક્તિશ્રીજી મહારાજ જેમ કમળને પિતાની ઓળખ માટે કઈ લેબલ કે સાઈનબર્ડ લગાડવું પડતું નથી, તે તે તેની ખુશબુ થકી ઓળખાય છે ને ભમરા આપોઆપ તેનાથી આકર્ષાઈ આવે છે. તેમ પૂ. સુશીલાશ્રીજી મહારાજના તપોબળે જે વિભામંડળ વિસ્તર્યું તેના શીતળ સંસ્પર્શથી સેવકે આકર્ષવા લાગ્યા. તેમનાં સૌપ્રથમ શિષ્યા થવાનું સૌભાગ્ય સાંપડ્યું મગનાજીનાં બાળવિધવા ધર્મપત્ની ભીખીબહેનને. આ ભીખીબહેન વિસલપુર નગરે વસતા શ્રી રામચન્દ્રભાઈ અને શ્રીમતી રૂપાબહેનનાં સુપુત્રી હતાં. બાળલગ્ન બાળ–વૈધવ્યનાં બન્ને અ તિમો વચ્ચે તેમણે આ સંસારની અસારતા પીછાણી પૂ. સુશીલાશ્રીજી મહારાજની નિશ્રામાં પ્રવ્રજ્યા અંગીકાર કરી પૂ. ભક્તિશ્રીજી મહારાજ તરીકે નવજીવન પામ્યાં. ભક્તિનો માર્ગ જ મોક્ષનો માર્ગ છે. તેથી તેની ઉપર યાત્રા કરનારાને તોટો નથી બલકે દિનપ્રતિદિન નવા નવા યાત્રિકો આ માર્ગે અગ્રેસર થવા પ્રસ્થાન કરતા હોય છે. અને એ સંદર્ભે જ પૂ. ભક્તિશ્રીજી મહારાજના સાંસારિક જીવનના ફરજંદ સમા પ્રેમચંદભાઈ તથા પુત્રવધૂ ચુનીબહેન ઉપરાંત સુપુત્રી રેમબહેન આ ત્રણેએ ભાગવતી પ્રવ્રયા અંગીકાર કરી જેથી આજે વર્તમાનમાં પ. પૂ. આ. શ્રી પ્રદ્યતનસૂરિજી મ. સા. તરીકે, પૂ. સા. કીતિ પ્રભાશ્રીજી મ. તરીકે અને પૂ. સા. શ્રી હેમપ્રભાશ્રીજી મ. તરીકે અક્ષયકતિને પામ્યાં.
નામ એનો નાશ એ તો કાળનો નિયમ છે. પણ નામને સત્કાર્યોથી અમર કરવાનો માનવધર્મ છે. વાત્સલ્યનિધિ, શાંત સ્વભાવનાં પ. પૂ. શ્રી ભક્તિશ્રીજી મહારાજશ્રીએ અનેકવિધ તપશ્ચર્યા વગેરે અનુષ્ઠાન સંપન્ન કરીને પિતાના અહમને ગાળી-પિશાળી જીવાત્માને તમામ વળગણથી વિમુક્ત કરેલે. છત્રીસ વર્ષની સંયમ સાધનાથી મેળવેલ દિવ્ય જ્ઞાનથી સંસારી સેવકને પ્રબોધીને સિત્તેર જેટલા જીવાત્માઓને પિતાનાં શિષ્યા-પ્રશિષ્યા બનાવી મોક્ષના માર્ગે ચડાવી પૂ. શ્રી ભક્તિશ્રીજી મહારાજશ્રીએ જીવનના ૮૫મા વર્ષે સમાધિપૂર્વક વાલીનગરમાં દેહોત્સર્ગ કરેલે. કેટીશ : વંદના એ સાધક આત્માને.
એકપ જેટલી દીક્ષાઓ જેમના હાથે થઈ, ઉપાશ્રય, પ્રસંગો અને જમણાના પ્રેરક :
પૂ. સાધ્વીવર્યાશ્રી લલિતપ્રભાશ્રીજી મહારાજ
આ સંસારને ત્યાગ સંયમ અને નિગ્રહનો બોધ આપી મોક્ષને માર્ગે દોરી જનાર પૂ. સા. શ્રી ભક્તિશ્રીજી મહારાજનાં પ્રથમ શિષ્યા તે પૂ. શ્રી લલિતપ્રભાશ્રીજી મહારાજ શ્રી નીતિસૂરિ સમુદાયમાં વર્તમાનમાં તેઓશ્રીના અનુશાસન નીચે એક જેટલા જીવાત્માઓ સાદના કરી રહ્યાં છે.
દરેક પુરુષને જેમ એક આવી સુગધ હોય છે. તેમ દરેક જીવાત્માને પણ પોતાનું નિરાળું વ્યક્તિત્વ હોય છે. શ્રી ભક્તિશ્રીજી મહારાજના શિષ્યમંડળમાં પૂ. સા. શ્રી લલિતપ્રભાશ્રીજી મહારાજ પણ એક તેજસ્વી નક્ષત્ર સમાન રહ્યાં છે. તેમના જ્યોતિમય જીવન-ફલક પર દષ્ટિપાત કરતાં આપણે અભિભૂત થયા વગર રહી શક્તા નથી. જેમ સૂર્ય તરફ નજર કરતાં આંખો અંજાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org