________________
૪૮૦ ]
[ શાસનનાં શ્રમણીરત્ન
સરળતા, સમતા. સમભાવ આદિ ગુણોથી અલંકૃત પૂ. સાધ્વીજી શ્રી જયધર્માશ્રીજી મહારાજ
સૌરાષ્ટ્રમાં અનંત સિદ્ધના ધામ એવા પરમ પવિત્ર તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની બાજુમાં જ આવેલા સિહોર ગામમાં વિ. સં. ૧૯૫૮ ના આસો સુદ ૧૦ ને પૂજ્યશ્રીને જન્મ થયો હતો. જન્મનામ અવેરબહેન હતું. બાલ્યવયથી જ તેઓ સંસ્કારી અને ધર્મિષ્ટ હતાં. દીકરી મટી થાય ને સાસરે શેભે, તે ન્યાયે યુવાવસ્થામાં તેમનાં ઉમરાળાનિવાસી જસાણી તલચંદ હેમચંદ સાથે લગ્ન થયાં. એમના ભાગ્યદયે બે પુત્રો અને બે પુત્રી થયાં. પુત્રોમાં બાબુભાઈ ભીખુભાઈ અને પુત્રીઓમાં નિર્મળાબહેન, પ્રભાબહેન. ઝવેરબહેનને શ્રાવક કુળના ઉત્તમ સંસ્કાર હતા, તેમાં ઉમરાળા મુકામે વિચરતાં સાધુ-સાધ્વી મ. ના સંપર્કથી એ સંસ્કારભાવનાને વધુ વેગ મળ્યા હતા.
તેમને એ નિયમ હતો કે જે સાધુ-સાધ્વી ભગવંતનો વેગ હોય તે જ્યાં સુધી સુપાત્ર દાન ન દેવાય ત્યાં સુધી પચ્ચખાણ પાવું નહીં. તેમની તનિષ્ઠા ઘણી જ તીવ્ર હતી. વળી તપસ્યા પણ અનેકવિધ હતી. શ્રેણીતપ, સિદ્ધિતપ, સમવસરણ તપ, સિહાસન તપ. ૧૧૧૫–૧૬, માસક્ષમણું, વર્ધમાનતપની ૩૧ ઓળી અને અઠ્ઠાઈ તે પાર વગરની કરી હતી. એમને અભિગ્રહ હતો, કે જ્યાં સુધી સંયમ અંગીકાર ન કરું ત્યાં સુધી વરસીતપનુ પારણું ન કરવું. આવા અભિગ્રહના કારણે ૧૪–૧૪ તે વરસીતપ સળગ થયાં હતાં. પણ પુણ્યાગે પુત્રી અને પ્રપૌત્રી દીક્ષિત હતાં, માટે જ વપરથી ઝંખતાં ઝવેરબહેનને પણ અભિગ્રહ પૂર્ણ કરવાની તક મળી, અને બંને પુત્રો તથા પુત્રીએ ઘણી જ મહેનતે દીક્ષાની સંમતિ આપી. બન્યું એવું કે બંને પુત્ર કહે, ‘માને અમારે સાચવવાની હવે ફરજ આવી. ભક્તિનો લાભ હવે મળે, ત્યાં તમે ચાલ્યાં જાઓ ? ” તે બીજી બાજુ દીક્ષિત થયેલ પુત્રી નયપૂર્ણશ્રીજીએ પણ આમ જ કીધું અને પ્રપૌત્રી બાળદીક્ષિત અનંતપૂર્ણએ વધારે સાથ આપે, કે આપણી માતાને અભિગ્રહ આપણે પૂર્ણ કરે એ આપણી ફરજ છે. બંને ભાઈઓને સમજાવ્યા : “જેવા તમે દીકરા છે, તેવી જ અમે દીકરી, માટે દીક્ષા આપો. અપૂર્વ ભક્તિનો લાભ, માતૃત્વની ભક્તિ ક્યાંથી? તેમાંય મહાન તપસ્વી સંયમજીવનમાં ભક્તિ ક્યાંથી મળે?” પ્રાંત દીક્ષા માટે સૌએ સંમતિ આપી. ૬૪ વર્ષની ઉંમરે પણ ચારિત્ર અનેરા ઉલ્લાસથી ગ્રહણ કર્યું. પૂ. સાધ્વીજી કમળપ્રભાશ્રીજી મ. નાં શિષ્યા તરીકે
આવ્યો અને નામ પૂ. સાધ્વી શ્રી જયધમશ્રીજી રાખવામાં આવ્યું. ૧૮ વર્ષ ઉત્કૃષ્ટ સંયમજીવન પાળ્યું. સા. શ્રી નયપૂર્ણાશ્રીજી અને સા. શ્રી અનંતપૂર્ણાશ્રીજીએ અગાધ સેવા ભક્તિ કરી. સા. નયપૂર્ણાશ્રીજી એક પણ દિવસ તેમને છોડીને ગયાં નથી. સંયમી તપસ્વી આત્માની ભક્તિ, આ જ જીવનમાં અજંપો હતો, અને બા-મહારાજ જયધર્માશ્રીજી પણ હરહમેશ કહેતાં : “ભવોભવ મને આવું સંયમજીવન, ચારિત્ર મળે.” આ જ ઝંખનામાં ચારિત્રને પામી રત્નત્રયીની ઉત્કૃષ્ટ આરાધના કરવા લાગ્યાં.
પૂ. સા. શ્રી જયધમશ્રીજી નામ પ્રમાણે જાણે તેઓ ધમનો જય કરવા જ ન નીકળ્યા હોય! એમના ગુણે તે ગાઈએ એટલા ઓછા છે. કેઈ પણ જગ્યાએ જાઓ, ગુણેનો જ સ્વીકાર, અવગુણને તે અંશ માત્ર નહીં. માણસની જિંદગી તે પર્વતની છાતી ચીરી વહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org