________________
શાસનનાં શ્રમણરત્ન ]
[ ૪૮૩ આત્મધ્યાનનાં રસવંતાં ભેજનોને પોતે આરોગતાં અને બીજા પાસે રસાસ્વાદનું વર્ણન કરતાં. પૂજ્યશ્રીને પાંચ શિગ્યાઓ થયાં, એ જાણે પાંચ સમિતિની પ્રતીતિ કરાવતાં કે પાંચ જ્ઞાનની જાણ કરતાં ન હોય ! તેવાં : ૧ પીયૂષપૂર્ણાશ્રીજી, ૨. રાજપૂર્ણા શ્રીજી, ૩. યશપૂર્ણાશ્રીજી, ૪. ધર્મરત્નાશ્રીજી અને ૫. પ્રિયરત્નાશ્રીજી; અને ષડૂજીવનિકાયના જેનું રક્ષણ કરનાર છે પ્રશિષ્યાઓ પણ થયાં.
ગુરુદેવશ્રી અમારા પર અપરિમેય વાત્સલ્યવારિને વરસાવતા યુગ અને ક્ષેમનું વહન કરનારાં બન્યાં છે. અષ્ટપ્રવચન માતાના પાલનમાં અપ્રમત્ત બનીએ તે માટે સતત સભાન અને સાવચેત રહે છે.
ગુરુદેવશ્રીને ત્રણ કલાઓ કુદરતે બક્ષી છે : ૧. કવિત્વકળા, ૨. લેખનકળા અને ૩. વસ્તૃત્વકળા. ‘જયારે કલા અને કલાકાર બને ઓતપ્રોત થાય છે ત્યારે બંને વચ્ચે અભેદભાવ જમે છે.” આ રીતે ગુરુદેવશ્રી પણ કવિત્વકળાથી પ્રભુગુણ કે ગુરુગુણની રચનાના સમયે કુદરતી સૃષ્ટિને વીસરી કલપનાસૃષ્ટિમાં વિચરવા લાગે છે. માટે જ કહેવાયું છે, કે જયાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ.” આવી કવિત્વકળાને સિદ્ધ કરી છે.
જે તત્ત્વની ભીતરમાં ઊતરી તેના હાર્દને સમજે પછી તરત તે તત્વના ઊંડા રહસ્યને લેખનકળા વડે સરળ ભાષામાં ઉપમા-ઉપમેય દ્વારા અવગાહી લે. કેઈ વિષય પર લખવું હોય તે ગુરુદેવશ્રી પરિમિત અને અલંકારયુક્ત શબ્દોમાં વિલંબ વિના, ઉત્સાહથી લખી આપે છે.
વસ્તૃત્વકળા વિશે તે પૂછવું જ શું? જૈન સિદ્ધાંતના મામિક પદાર્થો પળવારમાં સહેલાઈથી સમાવી આપે. જિજ્ઞાસુ આત્મા સાથે જ્ઞાનગોષ્ટિ કરી શાસન અને સંયમ પ્રત્યે સભાવ જગાવે છે. સતત ચિંતન, મનન અને પરિશીલન કરતાં રહે છે.
ગુરુદેવશ્રી શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો ઉરના ઉમંગ અને ઉલ્લાસપૂર્વક કરે છે. વૈજ્ઞાનિક અને ભૌતિક યુગ તરફ જઈ રહેલ બહેનો-બાલિકાઓને જૈન ધર્મનો મર્મ સમજાવવા અને જૈનત્વના સંસ્કારને દઢ કરવા શિબિરનું આયોજન કરે છે. અનુષ્ઠાનના અનેકવિધ પ્રકાર સમજાવી ક્રિયામાં ભાવલાસ ઉત્પન્ન કરાવે છે. પ્રત્યેક ચાતુર્માસમાં મહાસત્ત્વશાળી સતીઓનાં જીવનચરિત્રના આબેહૂબ પ્રસંગોને અનોખી રીતે અવેલેકી શીલત્વનાં તેજ પ્રગટાવે છે. એ પ્રમાણે અનેક આરાધકને તત્વત્રયી અને રત્નત્રયીની આરાધનામાં પ્રગતિશીલ બનાવતાં સ્વ-પરનું કલ્યાણ કરી રહ્યાં છે.
જ્ઞાનરૂપી દીપક વિના ભવારમાં ભમતાં-ભમતાં અમે ગુરુદેવશ્રીનાં પ્રેરણાપીયૂષને પામ્યાં છતાં વિલાસી વાતાવરણમાં આકર્ષાઈ જતાં પુનઃ પુનઃ પ્રીતિપૂર્વક પામેશ્વરી પ્રત્રજ્યાનાં પ્રવચન આપીને અગાધ, અસાર અને અપાર સંસાર સમુદ્રથી ઉદ્ધાર્યા. એવા મહાન ઉપકારી ગુરુદેવશ્રીના ઉપકારનું બાણ ક્યારે વાળીશું? શાસ્ત્રમાં કહ્યું છે, કે “સમકિતદાતા ગુરુ તણે પચુવયાર ન થાય. ભવ કોટાકોટે કરી, કરતાં કેડી ઉપાય.” આપશ્રીના અસીમ ઉપકારને પ્રત્યુપકાર કરવાને અમે અસમર્થ છીએ. વૃત્તિ-પ્રવૃત્તિ અને નિવૃત્તિના રાગી, અંકલેશ-વિષય અને કષાયના ત્યાગી, સ્વભાવ-વિભાવ અને પરભાવમાં વિરાગી એવાં ગુરુદેવશ્રીનાં ચરણારવિંદમાં આપશ્રીની શિખ્યા-પ્રશિષ્યાઓની અનંતશઃ વંદના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org