________________
[ શાસનનાં શ્રમણરત્નો
મોટા પુત્ર દીક્ષા લઈ પૂ. સુમતિસાગરજી મ. સા. તરીકે ઘોષિત થઈ ત્ર-પરનું કલ્યાણ કરી શાસનપ્રભાવના કરી રહ્યા છે. પૂજ્યશ્રીનાં પૌત્રી પૂ. સા. શ્રી દશિતમાલાશ્રીજી સંયમપંથે વળ્યા છે. આવા અનન્ય ઉપકારી ગુરુમાતાને ઉપકાર કેમ ભૂલી શકાય?
સંયમની સાધના સાધતાં પૃથ્વીતલને વિશે વિચરતાં પૂજ્યશ્રી વિ. સં. ૨૦૪૭ માં જામનગર પધાર્યા, અને પિતાના પુત્ર મહારાજ પૂ. પં. શ્રી નિરંજનસાગરજી મ. તથા પ. પૂ. સુમતિસાગરજી મ. આદિની પુનિત નિશ્રામાં પ્રતાપ પેલેસ શ્રીસંઘમાં ચાતુર્માસ કર્યા બાદ બીજા વર્ષે પ. પૂ આ. ભ. શ્રી વિજયદેવસૂરીશ્વરજી મ. સા. પૂ. આ. ભ. શ્રી વિજય હેમચંદ્રસૂરિજી મ. સા. આદિનું ચાતુર્માસ જામનગરમાં નક્કી થતાં, ઓસવાળ સંઘની વિનતિથી વિ. સં. ૨૦૪૮ નું ચાતુર્માસ જામનગરમાં કરવાની ભાવના ભાવી, પરંતુ ભાવિની ભીતરમાં શું છુપાયેલું છે, તે કોણ જાણી શકે ?
પૂજ્યશ્રીને છેલ્લા છ મહિનાથી કમરને સંત દુઃખા રહેતા હતા. ઓષધ વગેરે ઘણા ઉપચારો કર્યા છતાં ખાસ કંઈ ફેર ન પડ્યો. પૂજ્યશ્રીએ જેઠ વદ ૧૪ ના મરાબાગ ઉપાશ્રયે અપૂર્વ ઉલ્લાસભેર ચાતુર્માસ પ્રવેશ કર્યો. કમરના દુ:વા હોવા છતાં સ્વાધ્યાય, ધ્યાન વગેરે અવિરતપણે કરતાં હતાં. એટલા મહિનાથી મગજને તાવ આવવાની શરૂઆત થઈ. ધીમે-ધીમે માંદગીના મહાઝંઝાવાતે ઘેરી લીધાં. કમરાજાની સાથે તુમુલ યુદ્ધ જામ્યું હતું. પૂજ્યશ્રીનું દીર્ધાયુ પ્રબળ બને તે માટે વકીલ ચંપકભાઈને સહગથી ડો. કોઠારી સાહેબની ટ્રીટમેન્ટ સતત ચાલુ હતી. દ્રવ્ય ઇલાજ ને ભાવઇલાજ રૂપ નમસ્કાર મહામંત્રના સમરણ દ્વારા તાવ વગેરે સુધારા પર આવી ગયું. ત્રણ દિવસ સારું રહ્યું. પોતાના મનની ઈચ્છા વ્યક્ત કરી દીધી.
તેમની શુભ ભાવનાએ સહર્ષ સ્વીકારી તેમના મનને સંતોષપ્રાપ્ત બનાવ્યું. ફરી છેલ્લા છે દિવસથી વિવિધ વ્યાધિના વમળમાં અટવાયેલાં, છતાં નમસ્કાર મહામંત્રનું કમરણ સતત ચાલુ હતું. પ. પૂ. આ. ભ. શ્રી વિ. દેવસૂરિજી મ. સા., પ. પૂ. આ. ભ. શ્રી વિ. હેમચંદ્રસૂરિજી મ.
પં. શ્રી પ્રદ્યુમ્નવિજયજી મ. સા., પ. પૂ. અરદયસાગરજી મ. સા. આદિ મુનિ ભગવંત વારંવાર પધારી માંગલિક, વાસક્ષેપ અને મનને સ્થિર બનાવવા, ઉચ્ચ ભાવને પ્રગટાવવા પ્રેરણાદાયી વચનામૃત પાઠવતા હતા.
જયારથી માંદગીમાં વધારો થયો ત્યારથી પૂ. સાધ્વી શ્રી હેતશ્રીજી મ. ના શિષ્ય પૂ. લાવણ્યશ્રીજી મ. સા. અરડે પગે હાજરી આપી નવકારમંત્ર વગેરેનું શ્રવણ કરાવતાં. બાલસાધ્વી શ્રી દર્શિતમાલાશ્રીજી તથા શ્રુતમાલાશ્રીજી પૂજ્યશ્રીની ખડે પગે ભક્તિ–વૈયાવચ્ચ કરતાં અને નમસ્કાર મંત્ર આદિ સ્તોત્રનું પણ સતત શ્રવણ કરાવતાં હતાં. મેરારીબાગ ઉપાશ્રયના કાર્યદક્ષ ભક્તિશીલ સુશ્રાવિકા રંજનબહેન વગેરે ઉલ્લાસથી ભક્તિ-વેવને ઉચ્ચતમ લાભ ઉઠાવતાં હતાં, તેમ જ ઓસવાળ શ્રીસંઘ અને સિહોર–નિવાસી સુશ્રાવક-શ્રાવિકાઓ. યુવાને પગે ભક્તિ કરતા અને નમસ્કારમંત્ર સ્મરણ કરાવતાં હતાં.
પૂજ્યશ્રીની માંદગીની સ્થિતિ એવી હોવા છતાં સંયમજીવનના મુખ્ય લબિંદુ તરફ ઉપયોગશીલતા પૂર્વક લોચ અપ્રમત્તભાવે કરાવ્યો હતો. ત્યાર બાદ ફરી સ્વાથ્યમાં મંદતા આવવા લાગી. સ્થિતિ ઘણી ગંભીર બનવા લાગી. ફક્ત શ્વાસોચ્છવાસ ૬૦ કલાક સતત ચાલુ રહ્યા બાદ ભાદરવા સુદ ૨ ના સવારે ૯-૩૦ કલાકે ઉપવાસના પચ્ચખાણ સહ નમસ્કાર મહામંત્રના સમરણપૂર્વક સમતાભાવે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. અમો સવેને નૈવારા મૂકીને સ્વર્ગગમનની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org