________________
૪૭૬ ]
[ શાસનનાં શ્રમણરત્નો પ્રથમ શ્રાવણ વદ ચૌદશને એ ગોઝારો દિન ! સવાર પડી, ને પૂજ્યશ્રીની તબિયત વધુ બગડી; છતાં મનની સ્વસ્થતા અપૂર્વ હતી. બાર વાગ્યાને સમય. ગુરુદેવની પાસે બધો પરિવાર બેઠો હતો. શહેરમાંથી પણ બધાં સાધ્વીજી મ. પધાર્યા હતાં. એ સમયે જ્યારે પૂજ્યશ્રીને રાજપ્રજ્ઞાશ્રીજીએ કહ્યું : “મહારાજ, આપ દેવલોકમાં જાવ તો અમારી સંભાળ લેશો ને? કે પછી દીકરીઓને જ સહાય કરશે?” પૂર્ણ સ્વસ્થતાથી સાહેબે પ્રત્યુત્તર આપે, કે તમારા જેવાં ભણેલાં આવું કહો છો? શું દેવલોક મારે કહેવાય? જવાબ સાંભળી બધાં જ ચૂપ થઈ ગયાં. પખી પ્રતિક્રમણ બાદ એકસરખી નવકાર મંત્રની ધૂન ચાલુ હતી. પૂજ્યશ્રીની કિયારુચિ ગજબની હતી. કેઈ દિવસ રાત્રે નવ વાગ્યા પહેલાં સંથારા–પિરિસી નહીં ભણાવનારા ગુરુદેવે તે દિવસે પોણાનવ વાગ્યે સંથારા પોરિસી ભણાવવાની ઈચ્છા વ્યક્ત કરી. પોરિસી ભણાવ્યા બાદ સ્વમુખે અરિહંતના ઉચ્ચારપૂર્વક રટણ કરતાં-કરતાં સકળ સંઘના મુખે અપૂર્વ નિર્માણ પામી સમાધિપૂર્વ નવકાર મંત્રની ધૂન સાથે અંતિમ શ્વાસ પ્રથમ શ્રાવણની વદ ચૌદસની રાત્રે ૯-૩૦ મિનિટ છેડ્યા. સં. ૨૦૪૧ની સાલ. પંદરમી ઑગસ્ટના દિવસે શ્રી સૂર્યપ્રભાશ્રીજી મ. તથા શ્રી તિલકપ્રભાશ્રીજી મ. નું શિરછત્ર કુદરતે છીનવી લીધું.
- જીવનના સૂર્યાસ્તની પળોમાં ૭૦ વર્ષની વયે સંયમને અપૂર્વ સમાધિથી શોભાવ્યું, મૃત્યુને મહોત્સવ બનાવ્યું. ગુરુદેવશ્રીનો આત્મા જ્યાં હોય ત્યાં પરમ શાંતિને પામે, અને તેઓશ્રીનું ઉચ્ચ સંયમજીવન આપણને પણ નિરતિચાર સંયમપાલનની ભાવના જગાડે, એવી અભ્યર્થના.
પૃપશ્રીના પરિવારમાં આજે પૂ. સા. શ્રી સૂર્યપ્રભાશ્રીજી મ. નાં ૨૪ ઠાણાં અને પૂ. સા. શ્રી તિલકપ્રભાશ્રીજી મ. આદિ ૧૩ ઠાણાં ચારિત્રની સુંદર આરાધના દ્વારા અનેક જીને પ્રતિબોધ પમાડી સંયમને શોભાવી રહ્યાં છે.
- પૂજયશ્રીના ગુણનું સ્તવન જેટલું કરીએ તેટલું ઓછું છે. તેઓશ્રીની છત્રછાયામાં મળેલી હિતશિક્ષા અમારા જીવનમાં વણી લઈએ અને તેમના સંયમપાલન, સ્વાધ્યાય-લીનતા, ગુર્વાજ્ઞાપાલન, આત્મસમર્પણ ભાવ વગેરે ગુણે અમારા જીવનમાં પણ વિકાસ પામે, એ જ અભ્યર્થના. આવાં તેજસ્વી સાધ્વીરત્નથી જેનશાસન જયવંતું છે, અને રહે, એ જ શાસનદેવને પ્રાર્થના.
રત્નત્રયીની આરાધનાથી રવજીવનને ઉજજવળ બનાવનારાં પૂ સાધ્વીજી શ્રી મુક્તિપ્રભાશ્રીજી મહારાજ
પિતા શ્રી જેસિંગભાઈ અને માતા જયકેરબહેનનાં પુત્રીરત્ન શ્રી મણિબહેનને જન્મ વિ. સં. ૧૯૪પના પોષ સુદ ૫ ના દિવસે વડોદરા નજીક વાસદ મુકામે થયે. બાલ્યકાળથી જ ધર્મના સુસંસ્કારો ધરાવતાં મણિબહેન નાનાં હતાં ત્યારથી જ વિરક્ત મનનાં હતાં. દીક્ષા લેવાની પ્રબળ ઝંખના છતાંય પૂર્વજન્મના ભેગાવલી કમના ઉદયે ખંભાતના શ્રેષ્ઠીવર્ય શ્રી નાથાલાલ મેળાપચંદ સાથે સાંસારિક જીવન શરૂ કર્યું. સંસારમાં રહેવા છતાંય મનની તીવ્ર અભિલાષાભાવના, કે ક્યારે વૈરાગ્યપંથે પ્રયાણ કરું?
૬૦ વર્ષની વયે ૧૪ વર્ષની દીકરીને વૈરાગ્યપંથે વળાવીને પોતે પણ કુટુંબીજનોની રાજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org