________________
૪૭૪ ]
[ શાસનના શ્રમણીરત્નો અંતમાં, તેમના જેવી ગુરુભક્તિ, વિનય, વૈયાવચ્ચ ને જીવદયાના ગુણો અમારા જીવનમાં પણ ઊતરે, ને અમે સંયમજીવન ઉજજવલ બનાવીએ, એ જ અંતરની મનેકામના. સરળતા અમારી સાથી બને, સહનશીલતા સહભાગી બને, ને ગુર્વાસા એ જ અમારો પ્રાણ બની રહે એ જ ભવ્ય ભાવના. સૌ કઈ યત્કિંચિત પ્રેરણા મેળવી જીવન ઊર્ધ્વગામી બનાવે, એ જ અભ્યના.
–પૂ. સા. શ્રી રાજપ્રજ્ઞાશ્રીજી મ.
સંયમી જીવનને ઉત્કૃષ્ટ ત્યાગથી અને મૃત્યુને સમતા-સમાધિથી શોભાવનાર
પૂ. સાધ્વીજી શ્રી કમળપ્રભાશ્રીજી મહારાજ
નાનકડું છતાં રળિયામણું એવું મહલેલ ગામ આશરે ૯૦૦ વર્ષ જુના અતિ પ્રાચીન ચરમ તીર્થપતિ મહાવીર પરમાત્માની પ્રતિમાથી સુશોભિત પ્રાયઃ ૪૦૦ વર્ષ પુરાણા નયનરમ્ય જિનમંદિરને કારણે પ્રાચીન તીર્થ તરીકેનું સદ્ભાગ્ય પામ્યું છે.
આ જગતમાં જન્મવું, જીવવું અને મરવું એ કુદરતને અનિવાર્ય સનાતન નિયમ છે. તેમ આજથી ૭૩ વર્ષ પૂર્વે સં. ૧૯૭૧માં એ પાવન ધરતીની ગોદમાં રહેતા ધનજીભાઈ છગનલાલનાં ધર્મપત્ની વિજયાબહેનની કુક્ષિમાં એક પુત્રીરત્નનો જન્મ થયો. ફઈબાએ નામ પડ્યું કમળા. ધર્મ-સંસ્કાર દ્વારા માતાપિતાએ એ રનનું જતન કરવા માંડ્યું. ચાર ભા એની એક બહેન. યૌવનના આંગણે પગ મૂકે તે પહેલાં સં. ૧૯૮૬માં આંત્રોલી નિવાસી શ્રેષ્ઠી શ્રી મણિલાલ મનસુખલાલના સુપુત્ર કાન્તિલાલભાઈ સાથે તેમનાં લગ્ન થયાં. વ્યવહારદક્ષતાથી તેઓ શ્વસુરપક્ષમાં પણ પ્રશપ બન્યાં.
વિધિની વિચિત્રતા ન્યારી છે. ભવિતવ્યતાના ગે નવ વર્ષના દાંપત્યજીવન બાદ ૨૫ વર્ષની ભરયુવાનીમાં બહેન કમળાએ પિતાનું શિરછત્ર ગુમાવ્યું, એટલે વિધિએ વૈધવ્ય આપ્યું. ૭ વર્ષની સુશીલા તથા ૫ વર્ષની તારા અને નવ માસના વહાલા પુત્રને મૂકી, એક વર્ષની માંદગી બાદ કાન્તિભાઈ પરલોકના પથિક બન્યા. હજુ એ આઘાતની કળ વળી ત્યાં ૨૦ દિવસ બાદ પુત્રએ પણ પિતાના માર્ગે સદાને માટે પ્રયાણ કર્યું.
સંસાર જીવનમાં કહેવાતા આધાર સમા સ્વામી અને પુત્રના મૃ ગે તેઓના હૈયાને હચમચાવી દીધું. તેનું મન નશ્વર એવા સંસારના સંબંધોને છોડવા તત્પર બન્યું. તેઓનો અંતરાત્મા સતત કહેતો : “તારું સ્થાન સંસાર નહીં, સંયમ હોય. સંયમને ઝંખતાં કમળાબહેનને માતા તથા ભાઈઓની રજા દુલભ હતી. તેઓનું માતૃહૃદય સતત પોકારનું : “કેવી છે સંસારની નશ્વરતા? ને ચંચળતા?? પિતે સ્વયં અનુભૂતિના પગથિયે ઊભાં-ઊભાં વિચારતાં હતાં :
મારી દીકરીઓને આવા ક્ષણભંગર સંસારનો ભંગ નથી બનાવવી. કમરાજાના પંજામાંથી બચાવનાર માત્ર ચારિત્રજીવન છે.” ગમે તે ભેગે બન્ને દીકરીઓને ઉગારવાને દઢ સંકલ્પ કર્યો. આ વાતની જાણ ભાઈઓને થતાં તેઓ ત્રણે મા-દીકરીઓને ભેગાં થવા ન દેતા. પરંતુ ગાનવેગ એકવાર અવસર મળતાં કમળાબહેન સુશીલા અને તારાને લઈને પહોંચી ગયાં શાંતિના ધામ સમી ગિરિરાજની શીતળ અને પવિત્ર છાયામાં.
એ સમયે ત્યાં શાસનસમ્રાટ પૂ. નેમિસૂરિજી મ.સા. ના આજ્ઞાવતી પૂ. સાધ્વીજી પ્રભાશ્રીજી મ. નાં શિષ્યા પૂ. સાવી દેવીશ્રીજી મ. ના સમાગમે કમળાબહેને તૈયારી કરી વૈરાગ્યને દઢ સંકલ્પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org