________________
શાસનનાં શ્રમણીરત્નો ]
[૪૭૩ તેમના પતિ ચુનીભાઈ પણ ધાર્મિક ભાવનાવાળા હતા. સાંસારિક સુખ ભોગવતાં તેમને ત્યાં બે પુત્રીઓ થઈ. મોટી ચંપાબહેન, ને નાની મંછાબહેન. બાળપણથી તેઓમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન કર્યું.
સમયનાં વહેણ સાથે ચુનીભાઈ ટૂંકી માંદગી ભેગવી પરલોક સિધાવ્યા. વિજયાબહેનના હદયમાં વૈરાગ્યભાવ તો હતા જ, પણ હવે ભાવના પુષ્ટ બની. સંસારની અનિત્યતા વિચારી સંયમમાર્ગની અનુમતિ માગી. બધા વડીલોની અનુમતિથી વિજયાબહેને વિ. સં. ૨૦૦૩, ફાગણ વદ પાંચમના કદંબગિરિ તીર્થમાં પૂ. પાદ વ્યાકરણવિશારદ આ. ભ. શ્રી વિજયલાવણ્યસૂરિજી મ. સા. ના વરદ હસ્તે સંયમ અંગીકાર કરી પૂ. પાદ વાત્સલ્યવારિધિ સા. શ્રી દેવીશ્રીજી મ. નાં શિષ્યા પૂ. વિદ્ય–ભાશ્રીજી બન્યાં. પુત્રી મંછાબહેન પણ માતાની સાથે જ વરઘોડે ચડવા તૈયાર થયાં, પણ મહાધીન સગાં-વ્હાલાંઓએ અનુમતિ ન આપી. મંછાબહેને પ્રતિજ્ઞા કરી, કે સંયમ વેશ પહેર્યા વગર મધુપુરીમાં ન આવવું. પૂ. બા મ. સાથે રહેવા લાગ્યાં. અંતે પ્રતિજ્ઞાના બળે મંછાબહેનને પણ વૈશાખ સુદ છઠ્ઠના રહિશાળા મુકામે દીક્ષા આપી, ને શશિપ્રભાશ્રીજી નામ રાખ્યું.
પૂ. સાધ્વી શ્રી વિદ્યભાશ્રીજી મ. પ્રકૃતિથી ભદ્રિક ને ઉદાર છે. સેવાપરાયણતા ને સરળતા સ્વાભાવિક ગણે છે. તેમની ગુરુભક્તિ ઉચ્ચ કેન્ટિની છે. ગુર્વાજ્ઞા શિરસાવંઘ છે. તેમના નિખાલસ, પ્રેમાળ ને મિલનસાર સ્વભાવને લીધે આવનાર દરેક વ્યક્તિ પર વાત્સલ્યનો ધોધ વરસાવવાથી સૌને માટે માતૃવત્સલા બન્યાં. તેમના વાત્સલ્યને લીધે, ઉપરાંત જ્ઞાન, ધ્યાન, તપ, ત્યાગને લીધે શિખ્યા-પ્રશિષ્યાઓની વૃદ્ધિ દ્વારા આજે તેમની નિશ્રામાં ૨૪ પૂ. સાધ્વીજી મ. રત્નત્રયીની આરાધના અપ્રમત્તભાવે કરી રહ્યાં છે. તેમના જીવનમાં એક વાર નવ લાખ નવકારનો જાપ પૂર્ણ કર્યો. હવે કરેડને જાપ શરૂ કર્યો છે. એક વિશેષતા તે એ છે, કે આજે તેમની ઉંમર પ્રાયઃ ૮૫ વર્ષની છે, છતાં આખો દિવસ કે રાત ટેકા વગર જ બેસે છે.
પૂ. દાદી મ.ના હાથે ઘણાં શુભ કાર્યો થયાં છે. વિ. સં. ૨૦૩૪ માં મધુપુરીમાં જ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મ. સા.ની શુભ નિશ્રામાં ૩૧ છેડનું ભવ્ય ઉજમણું કરાવ્યું. પાલીતાણા, અમદાવાદ, કદંબગિરિ, મહુવા, સેંદરડા વગેરે જુદાં-જુદાં સ્થાનમાં
0 પધરાવ્યાં છે. ઝાંઝમેર ગામના પ્રાચીન જિનાલયના જીર્ણોદ્ધાર માટે જુદા-જુદા શ્રીસંઘને ઉપદેશ આપી સારી એવી રકમ અપાવવા દ્વારા જિનભક્તિ કરાવી છે. “જીવસમાસ , કર્મપ્રકૃતિ તથા “પાઈથવિજ્ઞાણ ગાહા' વગેરે પુસ્તકનાં પ્રકાશન કરવા દ્વારા અપૂર્વજ્ઞાન-ભક્તિ કરાવી છે. વિ. સં. ૨૦૪પ માં પૂ. આચાર્ય શ્રી વિજય અશચંદ્રસૂરિજી મ. સા. ની નિશ્રામાં ચાતુર્માસ દરમિયાન તેઓશ્રીની ભાવનાનુસાર, મહા સુદ તેરસના શ્રી જીવિતસ્વામીન જિનાલયની વર્ષગાંઠ નિમિત્તે મહુવા શ્રીસંઘના કાયમી સ્વામિવાત્સલ્ય માટે તેમના ગુણાનુરાગી ભક્તો તરફથી સારી રકમ અનામત મુકાવી છે.
તેઓશ્રીની નિશ્રામાં વિ. સં. ૨૦૪૬ ના વૈશાખ સુદ ત્રીજના પૂ. સા. શ્રી રત્નયશાશ્રીજીને ૧૦૦ મી ઓળી, પૂ. સા. શ્રી હર્ષપૂર્ણાશ્રીજીને ૫૦૦ આયંબિલ તેમ જ અન્ય સાધ્વીજી મ.ને વર્ષીતપ, ધમચક્ર તપ, વર્ધમાન તપ આદિનાં પારણાં પ્રસંગે પૂ. શાસનસમ્રાટની સંયમશતાબ્દી નિમિત્તે ઊજવાયેલ અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવમાં લાભ લેવાય છે. મહુવાની ભેજનશાળા તેમ જ વલભીપુરમાં પૂ. સાધુ-સાધ્વીજી મ. આદિ ચતુવિધ શ્રીસંઘની ભક્તિ યોજનામાં પણ યથાશક્તિ લાભ તેમના ઉપદેશથી ભાવિકોએ લીધો છે. આ રીતે તેમની પ્રેરણાથી ગુણાનુરાગી ભક્તો જિનભક્તિ, જ્ઞાનભક્તિ, જીવદયા તથા વૈયાવચ્ચ આદિ કાર્યો કરવા હંમેશાં તત્પર રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org