________________
શાસનનાં શ્રમણીરત્ન ]
[ ૨૯૩ ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ તેઓના સંયમમાગે પ્રમાણમાં પ્રેરણાસ્ત્રોત બન્યા હતાં. આ સર્વ પૂજ્ય પ્રત્યે કૃતજ્ઞભાવે પૂ. સાધ્વીજી શ્રી સુવર્ણલતાશ્રીજી મ. નતમસ્તક રહે છે. “શતં જીવ શરદ:”ની શુભેચ્છા સાથે વિરમું છું'.
–સંકલન : મુનિ ભવ્યદર્શનવિજયજી મહારાજ શ્રીપતલાલ ગુરચંદ્ર બંગડીવાલા પરિવાર મુંબઈ-૨૮ ના સૌજન્યથી.
[ પૂ. સાધ્વીજીશ્રી દશનશ્રીજી મહારાજ અને તેમનો પરિવાર ] આરાધનાના અપ્રમત્તા સાધક અને અનેક ગુણગણથી અલંકૃત શ્રમણીરત્ન પૂજ્ય પ્રવર્તિની સાધ્વીજી શ્રી દશનશ્રીજી મહારાજ
અણમોલા જિનશાસનનાં અણમોલા મંચ પર અણમોલાં પગલાં પાડી અણમોલા અલગારી આલમમાં જે રત્ન ઝળકી ગયું તે શમણીરત્ન પૂ. પ્રવતિની શ્રી દર્શનશ્રીજી મહારાજ કે જેઓશ્રીએ આ પૃથ્વીતલને પાવન કરી અણમોલા સિદ્ધાંતને યથાશક્ય અનુસરી અણમોલા સિદ્ધિપદના સ્વાંગને પરિધારણ કરવા વિશિષ્ટ પ્રકારની સાધના સાધી છે તેઓશ્રીના પાદકમલમાં કેશિઃ વંદના.
તેઓશ્રીને જન્મ અમદાવાદ (જૈનપુરી) ઝવેરીવાડ-વાઘણપોળે વસતા વિશાશ્રીમાળી શેઠશ્રી સકરચંદ ફકીરચંદનાં ધર્મપત્ની શણગારબહેનની પુણ્ય કુક્ષીએ વિ. સં. ૧૯૭૦ના માગસર સુદ ૩ના ગોરજ ગામમાં થયેલ. નામ લીલાવતી. બે વર્ષ બાદ પુત્રરત્નનો જન્મ ૧૯૭રના કારતક વદ–પના મંગલ દિવસે થયેલ. નામ કલ્યાણ. પુત્રી ૨ વર્ષની ને પુત્ર ૬ માસને મૂકી માતુશ્રીનો સ્વર્ગવાસ છે. સંસારની અસારતા આવી વિચિત્ર પ્રકારની હોય છે, અને તે સમગ્ર વિશ્વને વેડવાની હોય છે. પિતાશ્રી સકરચંદભાઈની ઉપર બેવડી જવાબદારી આવી, પણ પિતે ખૂબ જ ધર્મનિષ્ઠ હોઈ, પરમાત્માનું શાસન રંગે રંગ વસેલું ઈ બંને પુત્ર-પુત્રીને સંસારના મહાભયંકર પથ પર ન લઈ જતાં ધર્મમય સુસંસ્કારોથી જ સુવાસિત બનાવ્યું. તેના પરિણામે તથા પૂર્વજોના કોઈ ઉચ્ચ સંકેતાના કારણે પરમામાના શાસન તરફ રુચિ પ્રગટી. વ્યાવહારિક અભ્યાસ સાથે વિશેષ પ્રકારે ધાર્મિક અભ્યાસમાં આગળ વધાર્યા, જેના પરિણામે પાંચ પ્રતિકમણ, ચાર પ્રકરણ, નવમરણ વગેરેને અભ્યાસ બાઘવયમાં કંઠસ્થ કર્યો.
પૂર્વના તેવા શુભ પુણ્યદયે તેમના પિતાશ્રીજી પુત્ર-પુત્રી બંનેના હત્યમાં સંચમ જ લેના જેવું છે, સંસારમાં પડવા જેવું નથી, સંસાર ખારો ઝેર છે, આવા મહામંત્ર જડી દીધેલા. બંને મક્કમતાના શિરે ચડ્યાં. ઉભય રંક આવશ્યક ક્રિયાઓ, નિયમિત જિનપૂજા, વ્રત, પચ્ચકખાણ વગેરેમાં આગળ વધ્યાં. ભવયાત્રાને નાશ કરવા શ્રી શિખરજી, સિદ્ધગિરિજી આદિ તીર્થોની યાત્રા કરી. બહેન લીલાવતીએ નાની વયમાં ઉપધાન તપ કર્યા. મોક્ષની માળા પરિધાન કરી સંસાર તરફ અરુચિ ને સંયમ તરફ રુચિ પૂ પ્રગટાવી. પૂર્વભવનાં કોઈ સુસંસ્કારોના પવિત્ર વહેણ વિના, નાની ૧૩ વર્ષની લઘુવયમાં ત્યાગમા પ્રત્યે અપૂર્વ ભાવ પ્રગટવો શું હેલ છે? ભૌતિક દુનિયાનાં વહેણે ભલભલાને આંજી દેતાં હોય છે, છતાં એની લીલાવતી સંયમના રંગે રંગાયા. આમાં વિશેષ ઉપકાર ગુરુદેવ સાથે તેઓના પિતાશ્રીને હતો. જે આવા સાચા ધર્મને સમજેલાં માતા-પિતા મળ્યાં હોય તો જ આ વસ્તુ શક્ય છે. આવી ગઈ ધન્ય ઘડી, ધન્ય પળ, સં. ૧૯૮૩ના પોષ વદિ–પ ના, મહેસાણા મુકામે પૂ. પાદ સંઘસ્થવિર દીર્ઘ તપસ્વી, દીર્ઘ ચારિત્રી આચાર્યદેવ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજશ્રીના પટ્ટપ્રભાવક પ્રશાંતમૂતિ પૂ. આ. શ્રીમદ્ વિજય મેઘ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org