________________
શાસનનાં શમણીરત્ન]
[ ૪પ૭
અડધા દિવસની સામાન્ય બીમારીમાં નશ્વર દેહનો ત્યાગ કર્યો. કેવું અજાયબ મૃત્યુ! પિતે સ્વઆલેચના કરતાં-કરતાં ગયાં. ધન્ય છે તેમના આત્માને ! તેમના કુટુંબમાંથી દસ દીક્ષા થઈ છે. તેજસ્વી જીવન જીવનારા પુણ્ય આત્માને અંતરની શ્રદ્ધાંજલિ સાથે શત-શત વંદના.
–પૂ. સા. શ્રી રત્નમાલાશ્રીજી મ.
૧૦૮ શિષ્યા – પ્રશિખ્યાઓના શિરછત્ર સમાં શ્રમણીરત્ન
પૂ. સાધ્વીજી શ્રી પ્રવીણાશ્રીજી મહારાજ ભવ્ય લલાટ, શાંત-પ્રશાંત મુખમુદ્રા, એમાંથી સરતું વાણીનું માધુર્ય અને એ વાણીની મીઠાશથી અનેક યુવતીઓનાં હૃદમાં મંથન ઊભું કરનારાં, મંથનને સ્વયં અમૃતમાં પલટાવી સંયમનું મહાદાન આપી સંયમ જીવનરૂપ ઉદ્યાનને વિકસિત કરનારાં શ્રમણીરત્ન શ્રી પ્રવીણાશ્રીજી મહારાજને જન્મ વિ. સં. ૧૯૭૩ ના ચૈત્ર સુદ ૩ ના દિવસે નૈસર્ગિક સૌંદર્યથી મંડિત વેજલપુર જેવા નાનકડા ગામમાં થયે હતો. ત્યાંના માનવે પણ પ્રકૃતિના જેવા નિર્દોષ, નિઃસ્વાર્થ અને સેવાભાવી હતા. તેમનામાં ધર્મપ્રીતિ વધુ વિકસિત હતી, જેન ધર્માવલંબીઓની સંખ્યા વધુ હતી. આ જ કારણથી જેનધર્મવાસિત કુટુંબમાં શુભ મુહૂર્ત, પિતા વાડીલાલના ગૃહે અને માતા માણેકબહેનની કુક્ષીએ ચરિત્રનાયિકા જમ્યાં. તેઓ સાત ભાઈ એનાં લાડલાં બહેન હતાં. એમનું અભિધાન અંશથી ગુણોની ઝાંખી કરાવે તેવું, “પ્રભાવતી” રાખવામાં આવ્યું. ભક્તિા અને દાક્ષિણ્ય આદિ ગુણ તેમના જીવનમાં વિકાસ પામી રહ્યા હતા. ધાર્મિક શિક્ષણ સાથે વ્યાવહારિક અભ્યાસમાં દિન-પ્રતિદિન વૃદ્ધિ થતી હતી. સાથે પ્રભાવતીએ બાલ્ય અવસ્થા વિતાવીને કૌમાર્ય અવસ્થા પ્રાપ્ત કરી.
એ સમયની પ્રથા મુજબ, ૧૪ વર્ષની નાની ઉંમરે પ્રભાવતી વેજલપુર નિવાસી શાંતિભાઈ જોડે લગ્નગ્રંથિથી જોડાયાં. પણ ધર્મ અનુષ્ઠાનનું સુખ, જે સાત્વિક સુખ છે, તે સંસારના બંધનમાં કેવી રીતે મળે? ગાંધીવાદી ચળવળ અંગે શાંતિભાઈને છ માસની જેલ થતાં, હજી સાસરે ન વળાવેલાં પ્રભાવતીનાં માતા-પિતાને દુઃખ સાથે ચિંતા થવા લાગી.
એ અરસામાં ગેધરાનો ભાગ્યોદય થયે. સો વર્ષ પહેલાંના એ સમયે એ પ્રદેશમાં પૂ. સાધુ-સાધ્વીજી મ. નું આગમન થતું નહોતું, ત્યારે ત્યાંના શ્રી સંઘે ચાતુર્માસમાં પૂ. સાધુસાધ્વીજી મ. ને લાવવાનો ઠરાવ કર્યો. અમદાવાદમાં શાસનસમ્રાટ પૂ. આ. શ્રી નેમિસૂરીશ્વરજી મ.ને શ્રી સંઘે વિનતિ કરતાં પૂ. મુનિરાજ શ્રી પદ્મવિજયજી મ. અને પૂ. સાધ્વીજી શ્રી સૌભાગ્યશ્રીજી મ. નાં પ્રશિષ્યા પૂ. સા. શ્રી ગુણશ્રીજી મ. ચાતુર્માસ પધાર્યા. શ્રી સંઘને ઉપધાન તપ કરાવવાનો ભાવ જાગે. ઘણી બહેનોએ તપ માટે નામ નોંધાવ્યાં. પૂર્વના દુઃખદ પ્રસંગથી પ્રભાવતીનું મન શાંત થાય તે માટે માતા-પિતાએ સહર્ષ પ્રભાવતીને ઉપધાન તપમાં બેસવાની અનુમતિ આપી. આમ પ્રભાવતીના શુભદયની શરૂઆત થઈ.
પ્રભાવતીના પુણ્યાત્માની અંદર પડેલું સંયમનું બીજ સુષુપ્ત અવસ્થામાંથી જાગૃત અવસ્થાને પામ્યું. સંયમના સ્વાદ ચાખી લીધો. મનમાં દઢ સંકલ્પ કર્યો : “કાર્ય સાધયામિ ના દેહ પાતયામિ ”. ગમે તેવા કપરા સંયેગો વેઠવા પડે, તો પણ સંયમને માર્ગે પ્રયાણ કરવું છે. માતા-પિતા-ભાઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org