________________
[ શાસનનાં શમણરત્ન પૂ. ગુરુદેવશ્રીને પાછલી અવસ્થામાં અશાતાના ઉદયથી ડાયાબીટીસનું દર્દ આવ્યું, છતાં ૧૧ વરસ સુધી હસતે મુખે, અદીન હૈયે, સમતા ભાવ સહન કર્યું, અને જ્ઞાની ભગવંતોના કથન મુજબ, “ઉદયે શે સંતાપ” સમભાવે કર્મો અપાવતાં, ૩૯ વર્ષનો દીઘ દીક્ષા પર્યાય પાળીને ૫૬ વર્ષની વયે આરાધક ભાવમાં આત્માની અમરતાને દેહની નશ્વરતા પુરવાર કરી સં. ૨૦૨૯માં રાજનગર જેવી ધમનગરીના આંગણે શાંતિવન-અષ્ટાપદ રસાયટીમાં ચાલુ ચાતુર્માસમાં શ્રાવણ શુકલા સપ્તમીએ નવકારમંત્રાદિના મરણ અને શ્રવણપૂર્વક, સમતા અને સમાધિભાવે તેઓશ્રીએ ચિરવિદાય લઈ લીધી.
શ્રાવણ મહિનાની એ અજવાળી સાતમ અમારા માટે તો અંધકારમય બની. ગોઝારી બની. પિતાનાં પૂજ્ય ગુરુદેવની હાજરીમાં જ અને પાંચ સ્વશિષ્યાઓ જાણે પંચ મહાવ્રત અને સમિતિનું પ્રતીતિપૂર્વક પાલન કરી પાંચ જ્ઞાનની આરાધના કરવા માટે પ્રાપ્ત થયાં હોય તેવાં પૂ. હર્ષ પ્રભાશ્રીજી મ., પૂ. ૯પગુણાશ્રીજી મ., પૂ. રાજીમતીશ્રીજી મ , પૂ. સન્મતિથીજી મ., પૂ. લબ્ધિમતી શ્રીજી મ. તથા પ્રશિષ્યાઓને પરિવાર વિપુલ હતા, ઘણી દીક્ષાર્થી બહેન પણ તેઓશ્રીની નિશ્રામાં આવવા અધીરી બની હતી, પરંતુ રા ન મળવાથી નીકળી ન શકાં, બધાં મુમુક્ષુ પણ હોવા છતાં પૂજ્યશ્રીના પ્રેમને પામી શક્યાં હતાં, સંજોગ જેમ ક્ષણભંગુર છે તેમ આ જ્ઞાનગમ્મત ને ભક્તિરસમાં તરબળ બની આત્મકલ્યાણની કેડીએ કિલ્લોલ કરતા. પગલાં ભરતા, આત્માનંદ વિભેર બનેલા આ શિશુપરિવારના સ્નેહ-સંયોગ અને સાથે પણ ક્ષણભંગુર નોવડયા. જણે અમારા ગુરુશિખ્યાના નિર્દોષ આત્મિક આનંદની પ્રારબ્ધને પણ ઈ આવી. અને સૌની વચ્ચેથી પ્રાણપ્યારા ગુરુદેવશ્રીને ઉપાડી લીધાં.
ખીલું–ખલું થતાં અધ-વિકસ્યાં શિશુ-પુષ્પને પયુષપાન કરાવનાર મમતાળુ માળી ચાલ્યા ગયા. અમારા જીવન-ઉપવનમાં વિરાગ-રસનું સિંચન કરનાર ઘેઘૂર વડલા સમાં વડીલ ગુરુદેવશ્રી ચાલ્યાં ગયાં. પણ, તેઓશ્રી કાયદેહે સદા જીવંત છે, અમારા અંતરમાં અમર છે. અમારાં નત મસ્તક ઉપર અહનિશ અવિરત આશિષધારા વહાવતા પૂજ્યશ્રીની પરમાશિષ અમને પ્રતિક્ષણ મળો, અમારા આત્મગુણોની પ્રાપ્તિમાં પૂજ્યશ્રીનું પીઠબળ પ્રતિપળ મળે તેમ જ પૂજ્યશ્રીના અસીમ ઉપકારથી ભી જાયેલ આ આતમ ભાભર તેઓશ્રીના પાદારવિંદને પામે, એવી કામના.
– પૂ. સા. શ્રી રામતીશ્રીજી મ.
રનત્રયીના પરમ ઉપાસિકા શમણીર ન પૂ. સાધ્વીજી શ્રી રવીન્દુપ્રભાશ્રીજી મહારાજ
રત્નોની ખાણ સમી ચાણસ્મા નગરીની ધરતીએ આજપર્યત વવ જૈન શાસનને અમૂલ્ય રત્નોની ભેટ આપી છે. એ જ ધરતીની ગોદમાં વસતાં શ્રી ચતુરભાઈ મહેતા અને એમનાં ધર્મપત્ની શ્રી ચંચલબહેનનું દાંપત્યજીવન કંઈ અનોખું હતું. તેમણે બે પુત્રો ઉપર વિ. સં. ૧૯૮૪ના વૈશાખ વદ ૧ ના દિવસે એક પુત્રીરત્નને જન્મ આપે. જાણે નામંડળમાંથી કે ચમતે તારા પ્રગટયો. તેજ-પૂજભર્યું લલાટ નિહાળી તારામતી નામ રાખવામાં આવ્યું. તારા માત્ર છ માસની થઈ કે માતા તેને વિધાતાના બળે મૂકી ચાલ્યાં ગયાં. જ્યારે કુમળી તારાના બંને ભાઈઓ પણ બાલ્યવયમાં જ અણગાર બની જૈનશાસનને શણગારવા ત્યાગના માગે નીકળી પડ્યા હતા. તેમાં એક, કવિ દિવાકર પૂ. આ. શ્રીમદ્ વિજયદક્ષસૂરીશ્વરજી મ. સા. કે જેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org