________________
શાસનનાં શ્રમણીરત્ન ]
[ ૪૬૯
ગ્રસ્ત ગુરુબહેનની સેવા–વૈયાવચ્ચે સતત સાત વરસ કરી, તેમાં જરાય પાછી પાની કરી ન હતી. પૂ. ધરણેન્દ્રશ્રીજી મ. કાળધર્મ પામ્યા બાદ પોતાના ગુરુબહેન પ્રતિબોધકુશલા પૂ. સાધ્વીજી શ્રી પ્રવીણાશ્રીજી મ.ની નિશ્રામાં સમગ્ર જીવન સમર્પિત કર્યું. પિતાના માયાળુ અને મિલનસાર સ્વભાવના કારણે ગુરુબહેનના વિશાળ પરિવારનાં શ્રમણીઓમાં બધાનાં નેહભાજક અને આદરણીય બન્યાં હતાં. બધાં સાધ્વીઓ પણ તેમની ભક્તિ–વૈયાવચ્ચ ખૂબ સારી રીતે કરતાં. બુઝર્ગ વય થતાં શારીરિક અસ્વસ્થતાના કારણે વડોદરા શ્રી પ્રવીણ પૌષધશાળા ઉપાશ્રયે સ્થિરવાસ રહ્યાં હતાં. સ્થિર હોવા છતાં સાધુજીવનના પ્રાણ સમાન શ્રી દશવૈકાલિક સૂત્રને નિરંતર સ્વાધ્યાય અને પકખીસૂત્ર પ્રતિદિન ૩ વાર ગણતાં. બાકીના સમયમાં નવકારમંત્રની આરાધના કરતાં હતાં. ચોમાસુ રહેનાર સાધ્વીઓની સાથે સરળતાથી રહેતાં. શક્તિ પહોંચી ત્યાં સુધી નાનાં સાધ્વીએને ભણવા માટે સમયની અનુકૂળતા કરી આપી, પોતે પાત્રાનું પડિલેહણ વગેરે કાર્ય કરી લેતાં. સાધ્વીઓ દૈનિક કિયામાં પ્રમાદ ન કરે તેની ખાસ તકેદારી પણ રાખતાં. કેઈન પ્રમાદ જુએ તો મીઠો ઠપકો આપી મભય વચને પ્રમાદ રહિત કરતા આમ, આખા સમુદાયમાં પ્રિયપાત્ર બન્યાં હતાં.
અંતિમ ચોમાસું વડોદરા હતું. ત્યારે પિતાની ભૂમિ દેરાળના ઉપાશ્રયે પિકારતી હોય, તેમ તેઓશ્રીને ત્યાં જવાની ઇચ્છા થઈ. શ્રી સોસાયટીનો સંઘ ના પડે, છતાં એક જ લત :
મારે દેરાપોળ જવું છે.” ચોમાસું બેસવાના થોડા દિવસ પહેલાં જેઠ મહિને તેઓ દેરાળ પધાર્યા. ત્યાં થોડા દિવસમાં જ સંઘની સાથે ગાઢ ધર્મ આત્મીયતા કેળવી. અચાનક એક દિવસ કમરનો દુઃખાવા થયે. દિન-પ્રતિદિન દુઃખાવો વધતા ગયા. 5 ઔષધોપચાર કરવા છતાં ન મટયો. દુઃખાવાએ માઝા મૂકી. આવા અસહ્ય દર્દમાં પણ પખીસૂત્ર તેમજ દશવૈકાલિક સૂત્રનું રટણ ન ભૂલતાં. છેલ્લે-છેલે ધાસનું ધમણ ચાલ્યું. બાહ્ય સારવાર સાથે અધ્યાત્મ ભાવ-ઔષધ પણ પ્રાપ્ત કરતા જ રહ્યાં. જેઠ સુદ ૮ ની રાતે ૧ વાગે નવકારમંત્રની ધૂન સાંભળતાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા.
અંત સમય સુધી પિતાનાં ઉપકારી ગુબહેનના ઉપકારને ભૂલ્યા નહિ, એવાં તે એ ગુણાનુરાગી હતાં. આખો દિવસ ગુરુબહેનને યાદ કરતાં હતાં. ત્યારે હું પાર્લા (મુંબઈ) ચાતુર્માસ હતી. કાળધર્મના સમાચાર મળતાં હૃદયને ઘણો જ આઘાત લાગ્યો. ગુબહેનના કાળધમ નિમિત્તે મહત્સવ, આરાધના વગેરે કરાવેલ. વડોદરામાં દેરાળના સંઘે તથા શ્રી સોસાયટીના સંઘે સારી રીતે વૈયાવચ્ચ ભક્તિનો લાભ લીધો હતો. અંત સમયે સા. શ્રી સુયશાશ્રીજી મ. તથા સા. શ્રી વિનીતયશાશ્રીજીએ સુંદર નિજામણ કરાવી હતી. તેઓશ્રીન કાળધમ નિમિત્તે શ્રી સેસાયટી સંઘે તથા દેરાપોળના સંઘે મહત્સવ રાખેલ. આ બન્ને પ્રસંગોએ પૂ. આ. શ્રી વિજયકુમુદચન્દ્રસૂરીશ્વરજી મ. સા. તથા પ. પૂ. આ. વિ. પ્રબોધચન્દ્રસૂરીશ્વરજી મ. સા. ઉગ્ર વિહાર કરી વડેદરા પધાર્યા હતા. સંગત આત્મા જ્યાં હોય ત્યાં ચિર શાંતિને પ્રાપ્ત કરે એવી શાસનદેવને પ્રાર્થના.
frilli
ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org