________________
૪૬૮ ]
[ શાસનનાં શ્રમણરત્ન સંઘની આગ્રહભરી વિનંતિને સ્વીકાર કરી, પૂ. ગુરુની આજ્ઞા લઈ ખંભાતથી જેઠ સુદ ને વિહાર કરી સાબરમતી ચાતુર્માસ પ્રવેશ કર્યો. સાધ્વી કોદિરત્નાશ્રીજીને ૪૫ ઉપવાસની તથા સા. સમ્યગુરનાશ્રીજીને અઠ્ઠાઈ તપની આરાધના નિવિદને પૂર્ણ કરાવી. બહેનોમાં અપૂર્વ આત્મજાગૃતિ પ્રગટાવી. તપનાં પારણાં, મહોત્સવાદિ અતિ ઉલ્લાસ સાથે ઉજવાયાં.
- ત્યાર બાદ એકાએક તબીયત કથળી. નાદુરસ્તી વધતી ગઈ અને કમરાજ ઘેરી વળ્યા. બ્રેઈન હેમરેજની અસર થઈ અને ૨૪ કલાકમાં તે હતાં ન હતાં થઈ ગયાં. ભાદરવા વદ ૧૩ના સવારે ૪ વાગે નમસ્કાર મહામંત્રના ઉચ્ચાર સાથે દેહવિલય થયે. અર્ધવિકસિત બાલુડે પરિવાર, ત્રણ શિખ્યા અને ત્રણ પ્રશિધ્યાને છેડી ગુરુદેવ અનંતની વાટે ચાલ્યાં ગયાં. હર વર્ષના જીવન દરમિયાન પ૪ વર્ષના દીર્ઘ સંયમપર્યાયમાં રત્નત્રયીની સુંદર આરાધના કરી જીવનને સાર્થક બનાવી ગયાં, મૃત્યુને મહેસવરૂપ બનાવી ગયાં. પૂજયશ્રીનો ચારિત્રપૂન આમા જયાં હોય ત્યાં સત્વ, છાસન અને સંચમ શીવ્રતાએ પ્રાન કરે અને મુક્તિ સુખને પામે એવી અભ્યર્થના.
એ ગુરુદેવ! જ હો ત્યાંથી અમારા પર અમીની વર્ષા અને દિવ્ય કૃપા વરસાવતાં રહેજો અમે પણ આપના નિર્મળ ગુણોને અમારા જીવનમાં વિકસાવી આત્મસાધનામાં ઉત્તરોત્તર આગળ વધીએ, એ જ અંતરેછા.
– પૂ. સ. શ્રી તુલસીશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી રત્નત્રયાશ્રીજી મ.
—
તપ-ત્યાગ. ચારિત્ર અને સમતામૂર્તિ પૂ. સાધ્વીજી શ્રી સૂર્યપ્રભાશ્રીજી મહારાજ
નાનામાં પણ સહામણા વેડછા ગામમાં ગજરાબહેનનો જન્મ યે હતો. જન્મથી જ માતા-પિતાના સુસંસકારોથી પોતાનું જીવન ધર્મવાસિત બનાવ્યું હતું. યોગ્ય વય થતાં નવસારી નિવાસી છગનભાઈ (હાલ તપસ્વી પૂ. આ. શ્રી વિજયકુમુદચંદ્ર સૂમ.) સાથે લગ્નગ્રંથિથી જોડાયાં હતાં. છગનભાઈ ગળથુથીના ધર્મસંસ્કારથી સંસ્કારિત થયા હતા. બન્ને જણાં ધમ આરાધનામાં આગળ વધતાં સંયમસાધનાની તાલાવેલી જાગતાં સંસાર બંધન સમાન લાગે અને બન્ને પુણ્યાત્માઓએ સંયમમાગે પ્રયાણ કર્યું. ગજરાબહેન પૂ. શાસનસમ્રાટશ્રીનાં આજ્ઞાતિની ગુણગૌરવશાલિની પૂ. ગુણશ્રીજી મ. નાં શિષ્યા પૂ. સા. સૂર્યપ્રભાશ્રીજી મ. બન્યાં. સંયમભાવથી વિભેર બનેલાં પૂ. સૂર્ય પ્રભાશ્રીજી મ.એ પોતાના ક્ષેયોપશમ પ્રમાણે ગુરુનિશ્રામાં જ્ઞાનાભ્યાસ કર્યો. જ્ઞાનયોગ ઓછો હતું, જ્યારે ભક્તિયોગ, વૈયાવચ્ચ ગુણ જબજસ્ત હતો, સાથે સરળતા ઘણી હતી. તેઓશ્રીના જીવનમાં તપની આરાધના પણ અભૂતપૂર્વ હતી. માસક્ષમણ, શ્રેણીતપ, સિદ્ધિતપ, વર્ધમાનતપની ૮૬ ઓળી વગેરે દી અને કઠિન તપશ્ચર્યા કરી હતી. સળંગ ૫૦૦ આયંબિલમાં કસોટી ઘણી આવી. બન્ને આંખે મીઠો ઝામર ઊતર્યો, છતાં તપમાં અડગ રહ્યા, ને આરાધના પૂર્ણ કરી.
પિતાનાં ગુરુબહેન પૂ. ધરણેન્દ્રશ્રીજી મ. ને કેન્સરને વ્યાધિ હતો. આવા અસાધ્ય વ્યધિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org