________________
કદર ]
[ શાસનનાં શમણીરત્નો બની જવું એ પૂર્ણતા છે. અમારા આ જીવન રખેવાળ, અતિવપકારી, વિપુલ વાત્સલ્યધારી પૂ. સ્વ. ગુરુદેવ શ્રી કીતિ શ્રીજી મ. શ્રી એ જાણવા જાણ્યું, પછી જીવન જીવી જગ્યું, અને પછી મૃત્યુને પણ માણી જાણ્યું. એટલે કે વીતરાગ પ્રભુના માર્ગને જાણીને ચાર દ્વારા આત્મકલ્યાણ રૂપે અપનાવીને અને તદુભાવમાં તદાકાર બની છેલ્લા શ્વાવાસ સુધી સમાદિસ્થ રહીને સ્વ–પરનું હિત સાધી ગયાં. આવાં અ પકારી પ. પૂ. ગુરુમાતા લાખે પ્રયત્ન કરવા છતાં પાછા નથી મળવાના. જેમણે અમને સંયમદાન આપ્યું, સંયમમાં નેહભાવે સ્થિર ક્યાં અને સાધુ જીવનમાં સુસંસ્કારોનું સિંચન કર્યું, તે ગુરુમાતાની મીઠી મમતાભરી માયા. શીળી છાયા અને પુનિત પ્રેમની પ્રતિકૃતિ સમી વેરાગ્ય ભરેલી કમળ કાયાનાં દર્શન હે તે જગમાં કવાય નહીં મળે. અરે ! તેઓશ્રીના અખૂટ ઉપકારને બદલો વાળવા આ શરીરની ચામડી ઉતારીએ, તો પણ એ બદલે તે ના જ વળે. એ વાત નિર્વિવાદ છે, પરંતુ એટલી કક્ષાએ આ કાળમાં આ આત્મા પહોંચી શકે તેમ નથી, તેથી યત્કિંચિત્ ત્રણમુક્ત થવા જ મારો આ ગુરુભક્તિના બે શબ્દો લખવા દ્વારા નાનકડો પ્રયાસ છે. હજી વધુ ગુરુભક્તિમાં ઉત્તરોત્તર પ્રગતિ સાધું એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના સાથે પૂ. ગુરુદેવશ્રીનું અમૂલ્ય જીવન–વૃત્તાંત પ્રકાશિત કરું છું.
શેઢી નદીના કિનારેથી પ્રગટ થયેલી પ્રગટ પ્રભાવી શ્રી સ્થંભન પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિની મહિમા વિશ્વવિખ્યાત બનેલા છે. પત્થરને પણ પારસ બનાવે, એવી એ પત્થરની પ્રતિમામાં જાણે જાદુ ભર્યા ન હોય ! નીલરનની નમણી, નયનરમ્ય, નાનકડી અને મનવાંછિત આપનારી એ મનોહર મૂતિ એ જાણે કામણ ન કર્યું હોય! – એમ એ પ્રભુજીના પધારવાથી જે ધરણી ધન્ય બની, તીર્થભૂમિ બની, જ્યાં હજારો યાત્રાળુઓનું ગમનાગમન ને મન મહેકી ઊડે છે, એવી આ પુણ્યભૂમિના પાવન પ્રાંગણમાં દમસમ્પન્ન શ્રેષ્ટિવર્ય શ્રી ફૂલચંદભાઈને ત્યાં ધર્મપરાયણ શ્રાવિકા સકરીબાની રત્નકુક્ષિએ લક્ષમીજી પધાર્યા.
સહામણા ને મનહર કમળની કેમળ કળી સમાન એ લાડીલી પુત્રનું નામ પાડ્યું કમળા. ખરેખર, જાણે વેત કમળનું કામ જોઈ તો ! માત-પિતાના લાડમાં અભિનવ ઈન્દ્રકલાની જેમ વૃદ્ધિ પામતાં એ ઉછરવા લાગ્યાં. એક ભાઈ વડીલ હતા. પિતાના પછી પાંચ ભાઈઓ અને એક નાનકડી બહેન – આમ સાત ભાઈ-બહેનો નિર્મળ ને નિખાલસ તૈસર્ગિક સૌંદર્યથી શોભતાં અને સાથે રમતાં, જમતાં ને ભણતાં. પણ કુદરતની કલા અકળ છે. સંસારની સહેલ કરવાના સોનેરી રસાણલામાં સરકવું સહેલું છે, જ્યારે વિરાગના વિરાટ રાહ પર નજર કરવી પણ કઠિન છે. છતાં સસંગ-સુમનની સુવાસિત સૌરભને પામીને શિશુકાળથી જ કમળાબહેને પિતાના જીવનની દિશા બદલી.
ભૌતિક ભાવમાંથી અધ્યાત્મભાવ તરફ જીવનપ્રવાહે વળાંક લી. મમતાની મૂર્તિ સમાં માતા-પિતાની, એકહી આ ભાઈ-ભગિનીનાં ભાવ અંતરનાં અરમાનો અને સ્નેહી-સ્વજનસંબંધીઓના ડર્યો રાગ પ્રત્યે અંશ માત્ર આકર્ષણ . વિરાગીને ન થયું પણ એ સરાગીઓ તેમને કેમ છે? જયારથી જાણ્યું, કે કમળા તો સંસારથી ઉદાસીન છે, ત્યારથી કમળાબહેન ઉપર કડકાઈ આવી ગઈ. બહાર જવા પર નિયંત્રણ મુકયું. પણ મુકત બનવા મથી રહેલા આતમ પંખીને ફફડાટ અનેરો જ હોય છે. એ તે સાહસિક ને નીડર હતાં. બધાની ના છતાં દર્શન, વંદ્રન, પૂજન તેમ જ ગુરુ મહારાજ પાસે અને આ ગુપ્ત રીત પણ ચાલુ રાખે સહેવું પડ્યું. થે તોફાન પણ કર્યા. સખીઓ વગેરેની સહાય સારી એવી મળી. ગુરુ મહારાજનું પ્રોત્સાહન, ને પિતાના જન્મજન્મની ઉત્તમ આરાધનાથી ૧૫ વર્ષની ઉંમર છતાં મનની મક્કમતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org