________________
શાસનનાં શમણીરત્ન ] અડગતા ને ની રતા કેળવી હતી. આ સાથે સહિષ્ણુતા દાખવી માત-પિતાનાં દિલ જીતી છેવટે રાજીખુશીથી સૌની અનુમતિ મેળવી. અને ૧૭ વર્ષની ઉંમરે સં. ૧૯૯૧ ના માગશર સુદ ત્રિીજના દિવસે સંયમપંથે પ્રસ્થાન કર્યું. ત્રીજના ૩ અંકને અનુરૂપ એકી સાથે ૩ બાલિકાઓ સંયમી બન્યાં. પૂજયપાદ શાસનસમ્રાટશ્રીની આજ્ઞાવતિની પૂ. પ્રવતિની સાધ્વીજી શ્રી સૌભાગ્યશ્રીજી મ. સા. નાં શિખ્યા શાંત સ્વભાવી પૂ. ગુલાબશ્રીજી મ. સા. ના. શિષ્ય ગુણગરિક પૂ. ગુણશ્રીજી મ. નાં શિષ્યા પ્રૌઢ પ્રતિભાસંપન્ન પૂ. જિનેન્દ્રશ્રીજી મ. નાં શ્રી કીતિશ્રીજી નામે પ્રથમ શિષ્યા બન્યાં. જાણે આમાની અમર કીતિ મેળવવાની હોય, એમ તેઓશ્રી નૂતન નામને સાર્થક કરવા ત્યાગમાગે કટિબદ્ધ બન્યાં.
પૂ. દીતિશ્રીએ સંયમના પંથે જાણે પા-પા પગલી ભરતાં હોય તેમ પિતાનાં દાદી ગુરુ પાસે છેડી બાલચેષ્ટા, રમત વગેરે દાખવવા છતાં ગુરુદેવ પ્રત્યે અંતરંગ પ્રેમ, ભક્તિ, બહમાનના ત્રિવેણી સંગમનું સ્થાન પોતાના અંતરમાં કંડારી રાખ્યું હતું. વિનયપૂર્વક ગુજ્ઞા તહત્તિનો અજોડ ગુણ જિહ્વા હતા, અને નિષ્કામ, નિઃસ્વાર્થ ભાવે અખલિત વૈયાવચ્ચ-ભક્તિમાં દેહની પરવા પણ ન હતી. આવી રીતે મન, વચન અને કાયાથી સર્વ રીતે સર્વ સમર્પણ ભાવ અને અનન્ય શ્રદ્ધા ગુરુ ભગવંત પ્રત્યે કેળવવાથી ગુરુકૃપા સંજીવનીનું અમૃત એ મેળવી શક્યાં. ખરેખર, અણમોલ એવી ગુરુકૃપા જેણે મેળવી છે, તેને સંસારસેતુ સર કરવો સહેલો છે.
પૂ. સા. શ્રી કાતિશ્રીજી મહારાજે ગુરુભક્તિ સાથે ગુરુઆજ્ઞાપાલનપૂર્વક તપ, ત્યાગ માગે પ્રગતિ કરી. નાનાદિ અભ્યાસમાં એકાગ્રતા કેળવી. પિતાની અતિ સૌમ્ય પ્રકૃતિ દ્વારા અમારાં જેવા કંઈક આત્માઓને આકર્ષ્યા. સંસાર નિઃસાર છે એ સમજાવી દીક્ષાનાં દાન આપ્યાં. ગ્રડુણ અને આગેવનરૂપી હિત-શિક્ષાની સુખલડી આપી સહને સમરસને આસ્વાદ કરાવ્યો. અમારાં જેવા અનેક અણઘડ આત્માઓને ઘડનાર એ કુશળ કારીગર હતાં. ભૂલ હોવા છતાં ઠપકો પણ શીતલ ને સુકોમળ વાણથી જ આપી સૌનાં અંતરનાં નેહભાજન બનતાં. હૈયામાંથી નીતી અવિરત વાત્સલ્યધારાથી સૌને તરબોળ કરનાર મમતાની મૂતિ સમાં એ ગુરુમાતા હતાં. સ્વજીવન જ્ઞાન, શન, ચારિત્રરૂપી રત્નના ઝળહળ તેજ વડે દેદીપ્યમાન હતું, એવી જ રીતે મુમુક્ષુ નિજાતિ પર પણ જ્ઞાનને દિવ્ય પ્રકાશ પાથરી તમતિમિરને દૂર કરતાં. રાન અને તપ પ્રત્યે ખૂબ જ ધ્યાન આપતાં. નિશ્રામાં દરેકને ઉગ્ર તપશ્ચર્યા કરાવી હતી. આમ સાધક જીવનમાં
પર બંનેને લક્ષમાં રાખી અનેક જગ્યાએ દેશનાનાં દાન દઈ ધર્મનાં કાર્યો કરાવી, શાસનની બનાવનાઓ કરાવી જીવનપર્યન્ત સાધનાનાં સોપાન પર આગેકૂચ કરી રહ્યાં હતાં. પિતાના સંયમમાં કય શિધિલા ન હતી. આરાધનામાં પ્રમત્ત ભાવે નહીં. દેહ પ્રત્યે મમત્વ ભાવ નહી. એ પ્રમાણે જણાપૂર્વક કડક આચાર-વિચારને પાળતાં–પળાવતાં. સુડિત શિક્ષા દ્વારા અમને કેળવવામાં અથાગ પરિશ્રમ કરતાં. ગુજરાત, સૌરાષ્ટ્ર, મારવાડ, મેવાડ, ગોલવાડ આદિ વિવિધ પ્રદેશમાં વિચરી આ કલ્યાણ માગમાં સૌ કોઈને જોડતાં રહ્યાં.
તેઓશ્રીની સૌમ્યતા અને સૌહાથી આપમેળે આકર્ષાઈને આવતા આત્માઓને પ્રતિબંધ કરતા. પ્રતિબોધ કરવામાં કુશળ પણ હતાં, જેથી બોટાદ શહેરમાં સં. ર૦૧રમાં એક જ ચાતુર્માસ કરી ૧પ બાલિકાઓને સંસાર-કીચડમાંથી ઉગાર્યા, જેમાં પ્રથમ કમે રંજનબહેન (પૂ. સા. રાજીમતીશ્રીજી) હતાં, જેમણે બોટાદમાં પ્રાયઃ સૌ પ્રથમ દીક્ષાનાં દ્વાર ખોલ્ય એમની પાછળ અત્યાર સુધીમાં ૪૦ બહેનો સંયમી બન્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org