________________
૪પ૬ ]
[ શાસનનાં મણીરત્નો બન્યાં હતાં. આત્મસાધનામાં લીન પૂ. નિપુણવિજયજી મ. સા. નું મન ક્યારેક ક્યારેક સ્થિરતા ગુમાવી બેસતું. તેથી તેમના પૂ. ગુરુજીએ પાટણમાં સ્થિરવાસ કરાવ્યો. પૂ. નિપુણવિજયજી મ.સા.ની. આ બીમારીની વાત સાંભળીને શશીબહેન તત્કાળ પાટણ દેડી આવ્યાં, ને પિતા મહારાજશ્રી નિપુણવિજયજી મ. સા.ની અથાગ ભક્તિ કરવા લાગ્યાં. શશીબહેનને પાટણમાં રહીને પિતા મહારાજને સંયમ આરાધનામાં સ્થિરતા કરાવી. અંત સમયની નિજામણ પણ શશીબહેને જ કરી. સંતાન મળે તો આવાં જ મળજે. બહેનની ભાવનાને જાગૃત કરવા પૂ. ભાઈ મ. સા. આ. ભ. શ્રી મતીપ્રભસૂરીજી મ. સા. પધાર્યા. સંયમ માટે જાગૃત કર્યો. સંયમ ન લેવાય ત્યાં સુધી ૬ વિગઈન ત્યાગ કરાવ્યો. નિયમ લઈને શશીબહેન ઘરે આવ્યા. શેઠ ભગુભાઈને વાત કરી. ઉદાસ થયાં. વિધવા થયાં તેથી શું? આ બધું તમારું જ છે. ધર્મા–ધ્યાન કરીને છૂટથી દાન આપે. સાધમિક ભક્તિ કરો. આ બધું કરવાથી પણ કલ્યાણ થાય છે. દીક્ષાથી જ થાય, તેવું નથી. કસોટી વિના ચળકાટ નથી. પ વર્ષ ૬ વિગઈન ત્યાગ રહ્યો. છેવટે ભગુભાઈ શેઠે રજા આપવી પડી. સં.૧૯૯૨ના મહા સુદ બીજને દિવસે ૨૪ વર્ષની ઉમરે શાસન-પ્રભાવનાપૂર્વક દીક્ષાને ભવ્ય વરઘોડો ચડ્યો. વરઘેડામાં ૫૦૦૦ રૂપિયાની વીંટીનું દાન આપ્યું. પૂજય શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ. સા. ના હસ્તે દીક્ષા થઈ શશીબહેનમાંથી સગુણાશ્રીજી મ. સા. બન્યાં. પ્રતિભાસંપન્ન પ. પૂ. પ્રભાશ્રીજી મ. સા. નાં શિષ્યા બન્યાં.
- સાધ્વીથી સગુણાશ્રીજીમાં સંયમ જીવનના પ્રારંભકાળથી જ ગુરુ-સમર્પણ ભાવ સાથે વૈયાવચ્ચ ગુણ અજોડ હતું. સમયજ્ઞાન અને વ્યવહારકુશળતાને લીધે મેટા પ્રત્યે વિનયભક્તિ અને નાનાં સાદવજી પ્રત્યે અસાધારણ વાત્સલ્ય ભાવ હતા. જાણે માતૃત્વભાવ જોઈ લો ! અનુભવનાંગ ઉચ્ચ કેરિનું હતું. કેઈ પણ પ્રસંગમાં તેમની સલાહ લેવાતી.
- સાધમિક પ્રત્યે કરુણા હતી. સાધર્મિક ભક્તિને ઉપદેશ આપતા. મધ્યમવર્ગના બાળકોને ફી તથા ગુપ્તદાન દેવા માટે ઉપદેશ નેધપાત્ર હતો. યથા નામ તથા ગુણ એવું પ. પૂ. સગુણાશ્રીજી નામ સાર્થક કર્યું. મુખમુદ્રા હમેશાં પ્રશાંત રહેતી. વાણીમાં અત્યંત માધુર્ય હતું. મુખમાંથી સદાય મંગળ વાણુનો પ્રવાહ નીકળતા. કેઈના પણ મન-દુઃખનું પ્રાયઃ નિમિત્ત બનતાં નડી'. ગુરુ આજ્ઞા એ જ જીવનમંત્ર હતા, જેથી ગુરુ મ.સા.ની આજ્ઞાથી દસ વર્ષ એ ખંભાતમાં રહીને દાદીગુરુ ચંપાશ્રીજી મ.સા.ની સેવા ભક્તિ ખૂબ ખંતથી કરી. પિતાનાં નાનાં ગુરુબહેનને પોતાનાં શિષ્યાની જેમ સાચવ્યા. આમ સ્વ અને અન્ય સમુદાયમાં પણ સુવાસિત બન્યા. તેમની છાયા ઘેઘુર વડલા જેવી હતી. ગુરુબહેનના પરિવારને પણ ફાલ્યો-ફૂલ્ય બનાવ્યું.
ચુમ્માલીસ વર્ષના દીર્ઘ ચારિત્ર્ય પર્યાયમાં વિલાયતી દવા કે ડોકટરની પણ જરૂર નહોતી પડી. સં. ૨૦૩૪ ના જેઠ સુદ તેરસના દિવસે અમદાવાદમાં પંકજ સોસાયટીમાં ચોમાસા માટે પ્રવેશ કર્યો. જેઠ સુદ પૂનમને દિવસે બપોરના અઢીથી ત્રણ જેટલો તાવ ચડ્યા. તાવમાં લવાર ઉપડ્યો. બસ, એક જ વાત : મેં ક્રિયા કરી? મારી ક્રિયા બાકી છે. મને ધમ સંભળાવે. બાદ છ વાગ્યાનો સમય થયો. “મને જલદી પ્રતિક્રમણ કરવો.” –બસ, એક જ વાત. ‘ગુરુદેવ, આપ જરા અનુપાન ” કહી, ઈચ્છા વગર, એકાદ-બે ચમચી જેટલું પ્રવાહી આપ્યું. ક્ષણવારમાં વામી. થઈ તેમાં સામાન્ય લેહી દેખાયું. ડોકટરને બોલાવવા ગયા, ત્યાં ગુરુદેવ કહે, કે “થોડા માટે કેમ ડોક્ટરને બોલાવ્યા? ” આ શબ્દ બેલીને પોતે મનમાં પ્રતિક્રમણ ચાલુ કર્યું. પાપ આલોચનાનું સૂત્ર પોતે બેલતાં-બેલતાં ૬૭ વર્ષની ઉંમરે સ્વના દેહનો ત્યાગ કર્યો. કેવું સુંદર સમાધિ મૃત્યુ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org