________________
બોટાદ
બોટાદ
પર ]
[ શાસનનાં શમણરત્ન સા. શ્રી આમિર સાશ્રીજી સા. શ્રી અભયપ્રજ્ઞાશ્રીજી લીંબડી
લીંબડી - મોક્ષયશાશ્રીજી
બોટાદ - ભવપૂર્ણાશ્રીજી , ચંદ્રપૂર્ણાશ્રીજી
બોટાદ તથા સા. શ્રી ઋજુમતિથીજી, શ્રી મતિધરાશ્રીજી, શ્રી શ્રુતધરાથીજી, શ્રી ભૂપણરનાથજી, શ્રી નિધિરત્નાશ્રીજી, શ્રી જિનાજ્ઞાશ્રીજી, શ્રી વિશાળનંદિનીશ્રીજી, શ્રી રાજનંદિનીશ્રી, શ્રી પૃથ્વીરાથીજી, શ્રી વૈરાગ્યપૂર્ણાશ્રીજ, બી કતધાશ્રી, શ્રી પૂર્વધરાથીજી, શ્રી કોવિદરના બીજ, શ્રી પ્રતિબંધનાશ્રી, શ્રી જેમધરાથીજી, શ્રી દયાથીજી, શ્રી હલત્તાશ્રી, શ્રી ચંદ્રહર્ષાશ્રી, શ્રી મુક્તિસેના શ્રી, શ્રી અર્વ - એનાશ્રીજી, શ્રી નવકુચિધીજી, શ્રી ધન્યએનાથીજી, શ્રી મુક્તિસેનાધી, સ્ત્રી કાર્યશાશ્રીજી આદિ રિયા-પ્રશિયા એ.
શાંતમૂર્તાિ, ભદ્ર પરિણામી તથા જ્ઞાન–ભક્તિયોગના સાધક
પૂ. સાધ્વીજી શ્રી જયાશ્રીજી મહારાજ શ્રી જિનમંદિરોની શ્રેણીથી સુશોભિત એવી ખંભાત નગરીમાં તેમનો જન્મ થયો હતો. ખાનદાન અને ધર્મપરાયણ કુટુંબમાં જન્મેલા એવા આત્માને બાલ્યવયથી ધર્મના સંસ્કાર પ્રાપ્ત થયા હતા. ધર્મમય જીવન સહજ હતું. બાલ્યવયમાં પ્રવજ્યા લેવાના મારથ હતા, પણ સ્વજન આગળ લાચાર બની અસાર સંસારને સ્વીકાર કરવો પડ્યો. લગ્ન કર્યા, પણ કર્મરાજાને મંજૂર નહીં હોય, તેથી લગ્નના ત્રીજા જ દિવસે વિધવા થયાં. સંસારની અસારતા હૈયે વસેલી જ હતી. વૈરાગ્ય દઢ બને. ત્યાગનાં બી વાવેલાં હતાં, તેમાં વૈરાગ્યરૂપી અમૃતનું સિંચન થયું. અંકુર ફૂટયા. પ્રબળ પુરુષાર્થથી શાસનસમ્રાટના આજ્ઞાવતી પૂ. દેવીશ્રીજી મહારાજનાં શિખ્યા થયાં. સંસારી નામ જસીબહેન હતું. સંસારમાં જસ મેળવી શક્યાં નહીં', ને કમર સાથે જય કરવા નીકળી પડ્યાં. એનું નામ પૂ. જયાશ્રીજી રાખ્યું.
પિતાના આત્માને ધન્ય માનતાં જ્ઞાન-દશન–ચારિત્રની પ્રવૃત્તિમાં આગળ વધ્યાં. તીવ્ર જ્ઞાનનો ક્ષયોપશમ હતા. ગુરુ પાસે સમપિત ભાવ કેળવી પ્રકરણ, ભાખ્ય, સંસ્કૃત બે બૂક, ન્યાય, વ્યાકરણ, કાવ્ય, ઉત્તરાધ્યયન, આચારાંગ, ઠાણાંગ આદિ સૂત્રોની વાચના આદિ જ્ઞાનાભ્યાસમાં હંમેશાં મસ્ત રહેતાં. હિત–મિત–પથ્ય બોલવું, નિરર્થક વાતો કે પરનિંદા સાંભળવામાં રસ નહીં, બીજાની સાથે સરળતાથી વર્તવું, લધુતા, સાત્ત્વિક્તા આદિ અનેક ગુણો જીવનમાં ગૂંચ્યા હતા. પિતે પઠન કરતાં અને પઠન કરાવવામાં સતત પ્રયત્નશીલ પણ રહેતાં, અમે જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેના મૂળમાં તેઓશ્રી છે.
- તિથિના દિવસે શક્ય હોય તો ઓછામાં ઓછાં પાંચ દેરાસરનાં દર્શન કરતાં. આ છે પ્રભુભક્તિને અવિહડ રંગ. તેમનાં એક શિડ્યા હતાં, અને ગુરુબહેનને શિખ્યા કરતાં પણ વધુ સંયમ જીવનમાં સહાયક હતાં. “સહાયપણું ધરતા સાધુજી” એ વાક્યને સાર્થક કર્યું છે. જ્ઞાનયોગમાં તે રુચિ હતી જ, પણ સોનામાં સુગંધની જેમ ભક્તિયોગ પણ તેમના જીવનમાં ફાલ્યોહતે. શાંતમૂર્તિ અને ભદ્ર પરિણામી હતાં. સમુદાયનાં નાનાં સાધ્વીઓને વારંવાર હિતશિક્ષા આપતાં : “કષાયને પાતળા કરો, રાગદ્વેષને ઓછા કરે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org