________________
શાસનનાં પ્રમાણરત્ન મ. વ્યાવહારિક અંતરથી ઘણાં દુર હતાં, છતાં હૃદયથી તે સહેજ પણ દૂર ન હતાં. પરસ્પર મળે ત્યારે એની જ્ઞાનગેષ્ટિ તેમજ પરસ્પર પરિવારની એક્તાની વિચારણા અનુકરણીય હતી.
માત્ર જ્ઞાન અને ભક્તિ જ નહીં, પણ સાથે સાથે બાહ્ય તેમજ અત્યંતર તપ આત્મસાત્ હતાં. માસક્ષમણ, પાસામણ, છ અઠ્ઠાઈ, વરસીતપ. સિદ્ધિતપ. વીશાસ્થાનક તપ, વર્ધમાન તપ, કર્મસૂદન તપ. નવકાર પરની આરાધના ઇત્યાદિ તપશ્ચર્યા તેમજ સ્વાધ્યાય, વાચન, પ્રાયશ્ચિત, કવાયના જયરૂપ અત્યંતર તપ પણ આમપ્રદેશ વ્યાપ્ત હતું. જ્ઞાનની પરાકાષ્ઠા અને તપના ઓજસના કારણે વિભાવદાથી મુક્ત હતાં.
પૂજ્યશ્રીની વિહારચાત્રા પણ અપ્રતિબદ્ધ હતી, જેથી ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બંગાળ, બિહાર ઇત્યાદિ વિવિધ સ્થળોએ વિચરી પુણ્યભૂમિઓની પર્શના સાથે અનેક આત્માઓને પ્રેરણાનાં પીયુષપાનથી ભવોભવની તૃષાનું શમન કરાવતાં અનેક જીવોને પ્રતિબોધ કરી સંચમના પંથે પ્રયાણ કરાવી આત્મહિત સાધતાં અને સધાવતાં, જેના પરિણામ રૂપે પૂ. સા. શ્રી મનકશ્રીજી મ. સા. ચંદ્રપ્રભાશ્રીજી, હેમપ્રભાશ્રીજી, વિજયાશ્રીજી, ચંદ્રયશાશ્રીજી, વિદ્યુકલાશ્રીજી, પૂર્ણકલાશ્રીજી, જયન્તપ્રભાશ્રીજી, શુભેદયાશ્રીજી, મનિષેણાશ્રીજી, નંદીષેણાશ્રીજી, દિવ્ય
નાશ્રીજી, પીયુષપ્રજ્ઞાશ્રીજી, અનંતપ્રભાશ્રીજી, શુદ્ધપૂર્ણાશ્રીજી, દિવ્યપ્રજ્ઞાશ્રીજી, ભક્તિરસાશ્રીજીને સંયમપંથે પ્રયાણ કરાવી આત્મહિત સાધવામાં સહાયક બન્યાં.
ભારંડ પક્ષીની જેમ તેઓશ્રી અપ્રમત્તપણે જ્ઞાન-ધ્યાન-સ્વાધ્યાયમગ્ન રહેતાં. તેઓશ્રી બીમારીમાં પણ ખુમારીભરી આત્મમસ્તી માણતાં હતાં. અસહ્ય દર્દ છતાં છેલ્લા શ્વાસ સુધી તેઓશ્રીની ભાવદશામાં રમણતા હતી. છેવટ સુધી તમામ કિયા-આરાધનામાં લીન અખંડ અવ્યાબાધ આત્મસમાધિમાં રહી ભાદરવા વદ ૧૨ના મંગળવારે બપોરે ૧૧-૫૫ મિનિટે પૂજ્યશ્રીએ નકલી અને નાશવંત દેહપિંજરનો ત્યાગ કર્યો. નમસ્કાર મહામંત્રનું સ્મરણ અને શ્રવણ કરતાં અસલી અને શાશ્વત સુખની નિકટતા સાધવા તેમને આત્મા પ્રયાણ કરી ગયે. ભવિતવ્યતાના બળે ચોગાનુયેગ પણ કે સુંદર ! પૂ. આ. ભ. શ્રી શુભંકરસૂરિજી મ., પૂ. આ. શ્રી સૂર્યોદયસૂરિજી મ. સાહેબની પાવન નિશ્રા અને પૂ. પં. શ્રી શીલચન્દ્રવિજયજી મ. સા. ના સ્વમુખે અંતિમ નિયામણા, વાસક્ષેપ, માંગલિક, ચાર શરણાં, ક્ષમાપનાની આરાધના, પચ્ચખાણ થયાં અને નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરતાં પિતાનાં ઉપકારી ગુરુદેવ પૂ. પાશ્રીજી મ. (સંસારી માતા) આદિ વિશાળ સાધ્વગણની ઉપસ્થિતિમાં ક્ષણવારમાં કાળરાજાનો કોળિયો બન્યાં. બાલ્યવયથી પૂ. વડીલ ઉપકારી ગુરુજનોની સેવા શુશ્રષા, ભક્તિ, વિનયાદિ કરવા સાથે તેઓશ્રીને પણ અંતિમ સમાધિ મળી રહે કર્તવ્યનિષ્ઠાને સમજ્યાં હતાં. કુદરતના આ સહજ નિયમાનુસાર પતે પંડિત મરણ મેળવી મૃત્યુને મહોત્સવ બનાવી પોતાના જીવનને સાર્થક કર્યું. ભાવનગરમાં દાદાસાહેબ મ શાસનપતિ વીર પરમાત્માની શીળી છાયામાં ૭૨ વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું.
વડીલોની વિદાયની બેટ કયારેય પણ પૂરી શકાતી નથી. તેઓશ્રીના ગુણોનું અનુકરણ કરી કઈક સભાગી બની શકીએ; અને ભક્તિ જેના રોમ-રોમે વણાઈ ગઈ હતી તે ગુણ કંઈક અમે અમારામાં પણ ખરીલે તેવી શાસનદેવને પ્રાર્થના કરીએ. પૂજ્યશ્રીનો આત્મા જ્યાં હોય ત્યાં આરાધના દ્વારા ઘાસિકમને ખપાવી જ્ઞાનગંગાને જ્ઞાનપ્રકાશ જ્યોતિ સ્વરૂપી બની શીધ્ર મેક્ષને ભક્તા બને એ જ શાસનદેવને પ્રાર્થના.
-પૂ. સા. શ્રી વિજયાશ્રીજી મ., પૂ. સા. શ્રી જયનપ્રભાશ્રીજી મ.. પુ. સા. શ્રી અનંતપ્રભાશ્રીજી મ.
—
—–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org