________________
[ શાસનનાં શ્રમણરત્નો એક વખત પૂ. શ્રી સૌભાગ્યશ્રીજી મ., પૂ. શ્રી ચંપાશ્રીજી મ., પૂ. શ્રી ગુણશ્રીજી મ. આદિ પિતાના પરિવાર સાથે વિહાર કરતાં મુશીદાબાદ કટગોલાની ક્ષેત્ર-સ્પશન કરી બાઉચર પધાર્યા. ત્યાં રાયબહાદુર ધનપતસિંહજી તથા તેમના ધર્મપત્ની રાણી મીનાકુમારી અને જૈન સંઘના આગ્રહથી ચાતુર્માસ કર્યું. રાણી મીનાકુમારી અઢળક સુખ-સાહ્યબીમાં રહેતાં હતાં. ધર્મની ભાવના છતાં સુકમળ શરીરના કારણે પિરસી જેવું નાનું પચ્ચખાણ પણ કરી શકતાં નહીં. હમેશાં ૫૦ પાનનાં બીડાં વાપરતાં. છતાં પૂ. ગુરુણીજી મ. ના સદુપદેશથી તપસ્યાની ભાવના જાગૃત થતાં વીશસ્થાનક તપની આરાધના ભાલાસપૂર્વક કરી, સાથે ભવ્ય ઉદ્યાપન પણ કર્યું. લગભગ ૨૫૦૦૦ રૂા. સુકૃતમાં વાપરી લક્ષ્મીને સવ્યય કર્યો અને જીવનને ધન્ય બનાવ્યું.
એક વખત ખંભાતમાં જૈન પાઠશાળાની સ્થાપના વખતે પૂ. સૌભાગ્યશ્રીજી મ.ના ઉપદેશથી ભાવિત બનેલાં મહારાણી મીનાકુમારી ખંભાત પધાર્યા. તે વખતે આ બાબરીબહેને પોતાના મધુર કંઠથી પ્રભુભક્તિનાં ગીત ગાઈ સંભળાવ્યાં. તેમનાં આ ગીતો સાંભળીને મહારાણી ખુશખુશ થઈ ગયાં. ખારવાડામાં એમના નામની પાઠશાળા સ્થપાઈ. જેમાં અનેક આત્માઓએ જ્ઞાનદાન મેળવ્યું, તેમ જ પોતાના જીવનને વૈરાગ્ય માર્ગો પણ વાળ્યું. બાબરીબહેન પણ જેમ-જેમ અભ્યાસમાં પ્રગતિ સાધતાં ગયાં, તેમ-તેમ હદયમાં રોપાયેલા વૈરાગ્યના અંકુર વિકસ્વર બન્યા. ત્યાગની દઢતા જોઈ સં'. ૧૯૮૪ માં મહા સુદ પાંચમના શુભ દિવસે પૂ. શ્રી અમૃતવિજયજી મ. સા. ના વરદ હસ્તે દીક્ષા અંગીકાર કરી પૂ. ગુણશ્રીજી મ. (સંસારી પક્ષે બહેન મ.)નાં શિષ્યા પૂ. શ્રી ચંદ્રાશ્રી મ.ના નામથી જાહેર થયાં. સંયમ સ્વીકાર્યા બાદ જેઓએ પિતાનું જીવન ગુરુદેવના ચરણે સમર્પિત કર્યું છે એવાં પૂ. શ્રીએ સંયમ જીવનની શરૂઆત સાથે જ જ્ઞાનને યજ્ઞ પ્રારંભે. કર્મગ્રંથાદિ વિષયનું ગહન જ્ઞાન પ્રાપ્ત કરવામાં તલ્લીન બની ગયાં.
મારવાડ, મેવાડ, આબુજી, ગિરનાર, શત્રુંજયાદિ તીર્થસ્થળોની પવિત્ર પર્શના સાથે જ્યાં-જ્યાં ચાતુર્માસ રહ્યાં ત્યાં ત્યાં ધર્મની સુંદર આરાધના કરી-કરાવી જૈન શાસનની અપૂર્વ પ્રભાવના કરી. સાથે-સાથે તપ ધર્મની પણ એટલી જ રુચિ ધરાવતાં પૂ. શ્રીના જીવનમાં એક ગુણ તો એ અનમેદનીય હતો, કે પાંચેય ઈન્દ્રિયોમાં બળવાન એવી રસનેન્દ્રિય પર સંપૂર્ણ અંકુશ. ક્યારેય પણ રસનાની લાલસામાં લલચાયાં નથી, અને સહવત એને લલચાવા દીધાં પણ
થી. નાનાં સાધ્વીઓની રસનાને કાબુમાં લાવવા માટે પચ્ચખાણ ભાષ્યની ૪૦મી ગાથા અર્થ સહિત વારંવાર સમજાવતાં કે,
વિગઈ વિગઈબીઓ, વિગઈગયું જે આ ભુંજએ સાહૂ
વિગઈ વિગઈ સહાવા, વિગઈ વિગઈ બલા ને.” અર્થાત્, દુર્ગતિથી ભય પામેલે સાધુ વિગઈ ને ભેગવે તે એ વિકૃતિના સ્વભાવવાળી વિગઈ બળાત્કારે દુર્ગતિમાં લઈ જાય છે. રસનેન્દ્રિય સાથે કષાયવિજેતા પણ ખરા.
સં. ૧૯૯૯માં શ્રી શત્રુંજયગિરિની યાત્રાએ ગયાં. ત્યાં આગમમંદિરની ભવ્ય પ્રતિષ્ઠાવિધિ જોઈ બાદ છ ગાઉની સ્પશના કરી. ત્યાર બાદ તબિયત વધુ કથળી. ક્ષય રોગનું નિદાન થયું. ઉપચારો ચાલુ કર્યા. પૂ. ગુરુ મ.ની સાથે બોટાદ ચાતુર્માસ પધાર્યા. દિવસે-દિવસે બીમારી વધતી ગઈ. સાથે એની સામે સમતા પણ એટલી જ વૃદ્ધિ પામતી ગઈ. કમરાજાએ માઝા મૂકી. રોગ ઘેરી વળે, અને ભા. વ. ૪ ના દિવસે સમાધિપૂર્વક દેહવિલય થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org