________________
શાસનનાં શ્રમણીરત્નો ]
[ ૪૪૭ પૂ. શ્રીએ ચાર બાલકુમારિકાઓને દીક્ષિત બનાવી સુસંસ્કારવાસિત કરી હતી. તે પૂ. કંચનશ્રીજી, પૂ. સુદર્શનાશ્રીજી, પૂ. કુસુમશ્રીજી અને પૂ. રવીન્દ્રપ્રભાશ્રીજી, એ ચારેય બાલશિષ્યાઓને આ પ્રસંગે પૂ. દાદી ગુણીજી ગુણશ્રીજી મહારાજે કમની ફિલોસોફી સમજાવી શકમાંથી મુક્ત કરી રત્નત્રયીની આરાધનામાં સ્થિર કર્યા, અને પ્રેમપૂર્વક આગળ વધારવા લાગ્યાં. જોકે સારાયે સમુદાયને સાચવવામાં તેઓશ્રી અદ્વિતીય હતાં જ, પછી આ બાલુડાં પરિવારને સાચવવામાં શું ખામી હોય !
પૂ. શ્રીના જીવનમાં વણાયેલા ગુણ મુખ્યતાએ આ હતા –(૧) ગમે તેવા સંગમાં પણ શાંતિ જાળવવી. (૨) સમુદાયની વ્યવસ્થા કુશળતાપૂર્વક કરવી. (૩) ગમે તેવા કૂટ પ્રશ્નોને સહેલાઈથી ઉકેલવા. (૪) ગમે તેવા પુદ્ગલાનંદી માનવનું હૃદય પિગળાવી એને પણ આત્માનંદી બનાવવા.
નિખાલસ સ્વભાવ, પ્રશાંત મુદ્રા, મધુર વાણી, અદ્ભુત જ્ઞાન–સાધના, ગુરુભક્તિ, વાત્સલ્યાદિ અનેક ગુણશ્રેણીઓથી જીવન શોભી રહ્યું હતું. માત્ર પંદર વર્ષની જ નાની-શી સંયમયાત્રામાં
ઘિ ભવયાત્રાને મર્યાદિત બનાવતી અનેક આત્મ-સાધના સાથી જીવન–સફળતાને વરી ગયાં. એવાં એ પૂ. શ્રીની ગુણશ્રેણી અમારા જીવનને પણ ઊર્ધ્વગામી, ભવ્ય અને મંગલમય બનાવવામાં સદાય આદર્શરૂપ બને તેમ જ પૂ. શ્રીને ચારિત્રપૂત આત્મા જ્યાં હોય ત્યાં શીધ્ર સુખ પ્રાપ્ત કરે એ જ ભવ્ય ભાવના.
–પૂ. સા. શ્રી રવીન્દુપ્રભાશ્રીજી મ.
-પર આમોન્નતિમાં ઉજાગર શ્રમણી રતન પૂ. સાધ્વીજી શ્રી રાજેન્દ્રશ્રીજી મહારાજ - અજ્ઞ શિષ્યા આપકી, સંસાર મેં તિરાયા-તારા મુકે, ઉપકાર કાફી આપકા, બદલે મેં ક્યા હું આપો ? આપકે ગુણ કી કથા, મુઝ શક્તિ સે હી બાહર હૈ,
યહ અલ્પ ઉપહાર અર્પિત કરું, આપકે હાથ મેરા ઉદ્ધાર હૈ. અનાદિકાળથી જન્મવું, જીવવું અને વિદાય થવું એ સંસારનું ચક્ર ચાલ્યા જ કરે છે. દુનિયામાં કોણ કોણ જમ્યાં, કણ કણ મર્યા, એની લેકે ભાગ્યે જ ગણના રાખે છે; પણ જેણે પિતાના જીવનના આદર્શોરૂપી પરાગથી જગતને સુવાસિત કર્યું હોય, તેના જ ગુણે અજર-અમર અને ચિરસ્મરણીય બને છે; અને એવા ઉચ્ચ આત્માઓની જ ગણના લેકે રાખે છે. આપણે એવા ઉત્તમ આત્માના જીવનનું વિહંગાવલોકન કરીએ, જેથી વાચક તેના આદર્શરૂપી દર્પણથી સ્વ-અંતરઆત્માની મલિનતા દૂર કરવા પ્રેરણા મેળવે.
વિરાટ વસુંધરાની સૌભાગ્યવંતી, અનેકાનેક પુણ્યાત્માઓના ચરણપથી પવિત્રતા થયેલી, થંભન પાર્શ્વનાથ આદિ અનેક જિનાલયેથી સુશોભિત પ્રાચીન ગ્રંબાવતી (પ્રભાત) નગરીમાં ધમપરાયણ ખૂબચંદભાઈનાં ધર્મપત્ની દેવ-ગુરુ-ધર્મના અનુરાગી, શીલાદિગુણ ગુફિત ડાહીબહેનની કુક્ષીને વિ. સં. ૧૯૯૧ માં આકાશની પૂર્વ ક્ષિતિજે ગુલાબની પાંખડી વેરતી અને મિતથી અજવાળાં પાથરતી ઉષાદેવી આ છે પગલે આવી ન રહી હોય, એવા કેઈ અગમ્ય ભાવને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org