________________
[ ૪૪૧
શાસનનાં શ્રમણીર ] રસ નહીં. સાથે સાથે સમતાપૂર્વક તપયજ્ઞ, જેમાં માસક્ષમણ, વિશસ્થાનક તપ, વર્ધમાન તપ, ૪૫ આગમનાં એકાસણાં, સહસ્ત્રકૂટનાં ૧૦૨૪ એકાસણાં, જિન કલ્યાણક તપ ઈત્યાદિ તપશ્ચર્યાથી જીવનને આદર્શ સ્વરૂપ બનાવ્યું. મેવાડ, મારવાડ, ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, માળવા, બંગાળ, બિહાર, કર્ણાટક, કચ્છ વગેરે પ્રદેશોમાં વિચર્યા'. સમેતશિખર, કાપરડા, કુપાકજી, કુંભાજગિરિ, ગિરનાર આદિ પુણ્યભૂમિની સ્પર્શના કરી. શ્રી શત્રુંજયની બે વાર નવ્વાણું યાત્રા કરી. જ્યાં જ્યાં ચાતુર્માસ કરે ત્યાં પણ શહેરયાત્રા, તિથિના દિવસે શક્ય હોય તો ઓછામાં ઓછાં પાંચ દેરાસરનાં દર્શન કરવાનાં. આ પ્રભુભક્તિનો અવિહડ રંગ! ૬૩ વર્ષના દીર્ઘ સંયમપર્યાયમાં અને ૮૪ વર્ષની બુઝર્ગ વય છતાં, જ્ઞાનસ્થવિર, વયસ્થવિર અને અનુભવસ્થવિર એવાં પૂજ્યશ્રીની જ્ઞાન-ક્રિયાની તત્પરતા અનેખી જ છે. રસનેન્દ્રિય પર પણ સંપૂર્ણ અંકુશ, સાથે કષાયવિજેતા પણ.
આત્માનું ઓજસૂ અને સત્ત્વ, વાણીની મધુરતા પણ અદ્વિતીય. એમના જીવનના પ્રસંગો જોતાં જ એને વધુ ખ્યાલ આવશે. એક વાર કલકત્તામાં ચાતુર્માસ. પયુંષણ બાદ ચૈત્યપરિપાટીનો પ્રસંગ આવ્યો. ત્યાંના ટ્રસ્ટી છોટમલજી સુરાણાને ત્યાં ઘર-દેરાસર. આ શ્રાવકને સંઘ સાથે કંઈક અણબનાવ થવાથી કેનિંગ સ્ટ્રીટના મુખ્ય દેરાસરે દર્શન કરવા ન આવતા. ચૈત્ય-પરિપાટી લઈ સંઘ એમને ત્યાં ગયો. દશન કર્યા બાદ પૂ. પુષ્પાશ્રીજી મહારાજે પિતાની મીઠી મધુરી વાણીથી એ શ્રાવકને દશનને ઉપદેશ આપ્યો. એ ઉપદેશ તરત જ તેમના હૈયાને સ્પર્યો. ઘણા સમયને દર્શનને અંતરાય સૂર્યો. તે જ દિવસે સંઘ સાથે દર્શનાર્થે આવ્યા, અને એકતા અનુભવી.
એક વાર અજમેરમાં ચાતુર્માસ પધાર્યા. સાધુભગવંત ન હોવાથી પિયુષણમાં વ્યાખ્યાનનો પ્રસંગ આવ્યો. મર્યાદા પ્રમાણે બહેને સાધ્વીજી મ. ની સામે અને ભાઈ ઓ બાજુમાં બેસે. ત્યાંના રિવાજ પ્રમાણે બહેને પડદામાં રહે. બહેનનાં મોઢાં દેખાય નહીં. તે વ્યાખ્યાન કેની સામે આપવું ? સુમધુર સ્વરે શાંતિથી આ બાબતની સમજણ આપી, પડદે દૂર કરાવ્યો. તેમ જ સંઘમાં પડેલા ખરતરગચ્છ, સ્થાનકવાસી અને તપાગચ્છ-એ ત્રણેય વિભાગનું સંગઠન કરી તપાગચ્છીય બનાવ્યા. આ છે વાણીની પ્રભાવકતા.
આ સાથે પિતાના સંસારી પક્ષે નાનાં બહેન કાન્તાબહેનને માત્ર ૧૩ વર્ષની બાલ્યવયમાં વૈરાગ્યની મહત્તા સમજાવી, સંસારના માર્ગેથી વાળી, સંયમના માગે છેડ્યાં અને પૂ. શ્રીનાં શિષ્યા દેવેન્દ્રશ્રીજી તરીકે જાહેર કર્યા. તેઓશ્રી પણ એટલાં જ ત્યાગી, તપસ્વી, મેધાવી, જ્ઞાનાભ્યાસમાં તીવ્ર રુચિવાળા અને ભક્તિનિષ્ઠ. નાનાં હોવા છતાં સમગ્ર સમુદાયનાં પ્રીતિપાત્ર બન્યાં. પૂ. ગુરુ મ. ની નિશ્રા સ્વીકારી સમેતશિખરજી આદિ પુણ્યક્ષેત્રની સ્પર્શના કરી. માસક્ષમણ સિદ્ધિતપ, કર્મસુદન તપ, અષ્ટાપદ તપ, વરસીતપ જેવી કઠિન તપશ્ચર્યાદિ દ્વારા બંને ગુરુ-શિષ્યની જુગલ–ડી રત્નત્રયીની સુંદર આરાધના-સાધનાથી આત્મહિત સાધી રહી છે.
પૂ. દેવેન્દ્રશ્રીજી મ. ના જીવનમાં પરોપકારને ગુણ મુખ્ય જોવા મળે છે. સમુદાયનું સંરક્ષણ જાળવી રાખવું અને ચાતુર્માસની વ્યવસ્થા કરવી ઈત્યાદિ કાર્યોમાં દક્ષ છે. અનેક ગુણવૈભવને પ્રાપ્ત કરી ગુરુમાતાની શીતળ છત્રછાયામાં સંયમની સાધનાને સેનેરી સુઅવસર સાંપડ્યો, એમાં જ સ્વસૌભાગ્ય સમજે છે. ૬૦ વર્ષના સુદીર્ઘ સંયમપર્યાયમાં જ્ઞાન–ક્રિયામાં સદેવ તત્પર રહી અપ્રમત્તપણે આત્મકલ્યાણની તીવ્ર અભિલાષા સફળ કરવા, મુક્તિ મંઝિલને પ્રાપ્ત કરવા અને જન્મ-મરણને સમાપ્ત કરવાનાં, આ ત્રણ મુખ્ય મંત્રને અપૂર્વ સમતાથી આરાધી રહ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org