________________
૪૪૦ ]
[શાસનનાં શમણરજો. રનત્રયીની આરાધના-સાધનાનાં ઉત્કૃષ્ટ સાધક શ્રમાગીને પૂ. સાધ્વીવર્ય શ્રી પુષ્પાશ્રીજી મહારાજ તથા
પૂ. સાધ્વીજી શ્રી દેવેન્દ્રશ્રીજી મહારાજ અનેક ગગનચુંબી જિનાલયોની પંક્તિથી સુશોભિત એવી ખંભાત નગરીમાં અસમૃદ્ધ સુસંસ્કૃત કુટુંબમાં શા. તારાચંદ ખીમચંદનાં ધર્મપત્ની બીમકેરબહેનની કુખેથી સં. ૧૯૬૩ના કા. વ. ૧૧ના દિવસે એક પુત્રીરત્નનો જન્મ થયે. નામ કેસરબહેન પાડવામાં આવ્યું. જેતાવંત જ સૌને ગમી જાય તેવી નમણી હસતી મુખાકૃતિ. જેમ જેમ મેટાં થયાં તેમ તેમ બુદ્ધિની તેજસ્વિતાના કારણે વ્યાવહારિક છ ધોરણ સુધીનો અભ્યાસ દરમિયાન દરેક રણમાં ઉચ્ચ ગુણાંક અને આદ્ય ક્રમાંક જાળવી રાખ્યા હતા. ધાર્મિક અભ્યાસમાં પણ સારો વિકાસ થયેલ હતા. તેમના આ જ્ઞાનાભ્યાસથી માતા-પિતાને પણ સંતોષ થતો. એ જમાને જૂના હતા. એ સમયનાં રીતિરિવાજ પ્રમાણે દીકરી યૌવન પામે એ પહેલાં જ માતા-પિતા એના જીવનની ચિંતા કરતાં. કેસરબહેન પણ માત્ર ૧૪ વર્ષનાં થયાં અને એમનાં લગ્ન સુપ્રસિદ્ધ શેડ કસ્તુરભાઈ અમરચંદભાઈને ત્યાં દલસુખભાઈના પુત્ર બાલાભાઈ સાથે કર્યા. આ ધર્મિષ્ઠ ગણાતા કુટુંબમાં સુપાત્રદાનના સંસ્કાર ઊંડા અને અનુમોદનીય હતા. લગ્ન પછી બે જ વર્ષના ટૂંકા સમયમાં બાલાભાઈની તબિયત એકાએક લથડી. અનેક ઉપચાર કરવા છતાં એમની જિંદગીને કેદ બચાવી ન શકયાં. કેસરબહેનના હૈયામાં વિષાદની ઘેરી છાયા ફરી વળી. તેમને સચોટપણે વસી ગયું. કે . સંસાર અસાર છે. આવી પડેલા દુઃખને ધીમે ધીમે વિસારે પાડી જીવનને ધર્મમાં પરોવી દીધું. ધર્મક્રિયા, જ્ઞાનાભ્યાસ, વ્યાખ્યાન શ્રવણ તેમજ પૂજાના મંડળમાં શીખવા-શિખવવામાં પણ તેઓ સારો એવા લાભ લેવા લાગ્યાં. કંડ પણ સુમધુર, જાણે સાંભળ્યા જ કરીએ !
- કેટલાક સમય પસાર થયા બાઢ કેસરબહેને પોતાની દીક્ષા લેવાની ભાવના પૂ. દાદાસસરા પાસે પ્રગટ કરી. કેસરબહેનને સહર્ષ રક્ત મળી. સં. ૧૯૯૮૫ ના કા. વ. ૧.૦ ના શકરપુરમાં શાસનસમ્રાટ પૂ. આ. શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મ. સા., પૂ. આ. શ્રી ઉઢયસૂરીશ્વરજી મ. સા. તથા પૂ. આ. શ્રી નંદસૂરીશ્વરજી મ. સા. આદિની નિશ્રામાં કેસરબહેન દીક્ષા અંગીકાર કરતાં તેમને પૂ. સાધ્વીજી શ્રી સૌભાગ્યશ્રીજી મ. નાં શિષ્યા પૂ. શ્રી ચંપાશ્રીજી મ. ના શિષ્યા પૂ. શ્રી પ્રભાશ્રીજી મ. નાં શિષ્યા બનાવી પુપાશ્રીજીના નામે જાહેર કરવામાં આવ્યાં.
સંયમ સ્વીકાર્યા બાદ અદ્દભુત જ્ઞાનસાધના પ્રારંભાઈ પુ. ગુરુ મ. પાસેથી ગ્રહણ-આસેવન શિક્ષાને ગ્રહણ કરી. ગુરુ પ્રત્યે સમર્પણ ભાવ કેળવી પ્રકરણુ. ભાગ્ય, કર્મગ્રંથ. સંસ્કૃત બે બુક.
ન્યાય, ચંદ્રિકા-વ્યાકરણ, તક સંગ્રહ, હીરસોભાગ્ય આદિ કાવ્યા. ઉત્તરાયન. આચારાંગ. સૂડાંગ. ઠાણાંગ, સમવાયાંગ આદિ સૂત્રોની વાચના આદિ જ્ઞાનાભ્યાસમાં સદાકાળ મસ્ત રહેતાં. ભાવનગરમાં જ્ઞાનસત્ર ખેલી અનેક જીવને જ્ઞાનદાન આપ્યું હતું.
સંયમજીવન પ્રત્યે વફાદારી, ક્રિયામાં તત્પરતા. સૂમ ક્રિયા પણ એકાગ્રતાપૂર્વક, મુહપત્તિને ઉપગ, હિત-મિત-પચ્ય બોલવું. જીવનમાં કયારેય પણ કદાગ્રહ નહીં. બધાંની સાથે સરળતાથી જીવવું. નાનાં કે મેટાં, સૌ પ્રત્યે સમાન દષ્ટિ. સહનશીલતા પણ ગજબની. થાય તેટલું સહન કરવું, પણ કેનિાય મનને દૂભવવું નહીં'. નિરર્થક વાતા કે પનિંદા સાંભળવામાં કયારેય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org