________________ 442 ] [ શાસનનાં શ્રમણરત્ન પૂ. શ્રી પુષ્પાશ્રીજી મ. નાં શિષ્યા પરમજ્ઞાનદાતા પૂ. શ્રી મતિશ્રીજી તથા પૂ. શ્રી દેવેન્દ્રશ્રીજી મ. નાં શિષ્યા મધુરભાષી પૂ. શ્રી હર્ષપ્રભાશ્રીજી, આ બંને સ્વર્ગવાસ પામ્યાથી સમદાયને બે અમલ્ય રત્નોની અપૂર્વ ખેટ પડી. છતાં બંને પૂ. વડીલે પિતાનાં પાંચ શિષ્યાઓ અને વીસ પ્રશિષ્યાઓની સાથે અત્યારે પણ શારીરિક સ્વાથ્યની નાદુરસ્તીના કારણે અને ડોળીમાં બેસીને વિહાર કરવાની અનિચ્છાએ છેલલાં નવેક વર્ષથી ખંભાતમાં સ્થિર રહી સ્વ-પર કોઈ પણ સમુદાયનાં સાધ્વીજીને જ્ઞાનનું દાન અને સંયમમાં સ્થિર કરવાની હિત-શિક્ષા આપી, અનેકનાં ઉપકારી બની સમતાથી રત્નત્રયીની અપૂર્વ મસ્તીમાં મહાલી રહ્યાં છે, એટલું જ નહીં, પરંતુ નંદનવન સમા પિતાના જીવનને અનેક ગુણપુથી મઘમઘાયમાન અને સાર્થક બનાવી રહ્યાં છે. ડગલે ને પગલે અદ્ભુત આરાધક વૃત્તિ અને અનોખી ધમજાગૃતિ ખરેખર અનુમોદનીય છે. ધન્ય છે એ ભક્તિનિષ્ઠ, સંયમધારી, જ્ઞાનઉપાસક આત્માઓને ! લાખ વંદન હો એ આશ્રયદાતાઓને ! પૂ. સા. શ્રી સુશીલપ્રભાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી વિનયલતાશ્રીજી મ. -- * ---- ર–પર કલ્યાણના માર્ગે સદાય તત્પર અને તન્મય પૂ. સાધ્વીરત્ન શ્રી ચારિત્રશ્રીજી મહારાજ પૂ. ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજે વીસમા તીર્થકર શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાનના સ્તવનમાં કહ્યું છે: “અક્ષર થોડા ગુણ ઘણા સજજનના તે ન લિખાય રે..” થોડા શબ્દોમાં ઘણા ગુણવાળા વ્યક્તિત્વને કઈ રીતે ગૃથી શકાય? જેના પર અપાર પ્રીતિ હોય છે, તેની વાત કરતાં શબ્દ હારી જાય છે. તે પણ પૂ. ગુરુદેવના ગુણોને ગોઠવવાનું મન કાયું રોકાય તેમ નથી, મનથી તેનું માપ નીકળી શકે તેમ નથી, તર્કથી તેને તાગ મળી શકે તેમ નથી, છતાં એક અપેક્ષાએ આ કલિકાલમાં આપ જેવા ગુરુદેવને જોયા પછી તે હૈયું કહે છે, કે પૂ. ગુરુદેવના ગુણોનું આલેખન કરવું તે સ્વાધ્યાય છે. વદરના વસુંધરા : મહાપુરુષે કહે છે, કે “કમળ કાદવમાં ખીલે છે, કાળમીંઢ પાષાણમાંથી પ્રતિમા બને છે. તે માટીનો માનવી શા માટે મહાન ન બની શકે ? વામનમાંથી વિરાટ બનવાની શક્તિ માનવમાં જ છે. એટલે જીવનક્ષેત્રમાં પુરુષાર્થનું યોગ્ય સિંચન થાય તે માનવી અવશ્ય મહાન બની શકે છે. જે વ્યક્તિ આખરી મુકામે પહોંચવા માગે છે, તેવા મક્કમ મનના માનવીઓની પ્રતિજ્ઞાઓ જીવનને વિજયકૂચ કરાવે છે, અને તેનો અંતર્નાદ પણ જમ્બર હોય છે. જેના “કદમ અસ્થિર હોય એને કદી રસ્તો જડતો નથી, અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી.” 1 મુજબ, અમારા ગુરુદેવનું જીવનસત્ત્વ સુવર્ણની જેમ ઝળહળી ઊઠયું હતું. એમ પણ કહેવાય છે, કે “હીર પહેલ પડે દીપે, ટીપે ઘાટ ઘડાય, ધૂપ જળે દીપક બળે, જીવન એમ જીવાય.” પૂ. સાધ્વીજી શ્રી ચારિત્રશ્રીજી મ. નું સંસારી અવસ્થાનું નામ ચંચળબહેન હતું. તેમને જન્મ સૌરાષ્ટ્રમાં આવેલ ગંડલ મુકામે સ્થાનકવાસી કુટુંબમાં વિ. સં. ૧૯૬૮માં થયો હતો. બાલ્યાવસ્થામાં જ તેમનાં માતા-પિતા ગુજરી ગયેલાં, પણ પાંચ વર્ષની ઉંમર થતાં સૂરતની કઈક સંસ્થામાં તેમને મૂકેલાં. ત્યાં આઠેક વર્ષ રહીને સામાન્ય વ્યાવહારિક અભ્યાસ કરેલો, અને ત્યાંથી જ અમદાવાદ રહેતાં તપાગચ્છીય શ્રાવકના દીકરા સકરચંદભાઈ સાથે 13 વર્ષની ઉમ્મરે લગ્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org