________________
૪૩૮ ]
શાસનનાં શમીરને જ્ઞાન, ધ્યાન, વાધ્યાયમાં સદાય મગ્ન પૂ. સાધ્વીજી શ્રી પ્રમોદશ્રીજી મહારાજ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના આચરિત અને ઉપદિષ્ટ ત્યાગના તપાવન અને સંયમના સહવાસમાં પ્રવેશ પામેલાં આગણ સાધ્વીરત્ન શ્રી ચંદનબાળાશંઇ આદિ અનેક મહત્તરાઓનાં તેજસ્વી જિનાજ્ઞાની ઝલકથી આકર્ષક જીવનચરિત્ર અંતરાત્માને અનરા આનંદન અજવાળાંથી ભરી દે છે. તેમની અનુપમ સાધના-આરાધનાનું વર્ણન કરવા આપણી વાચાળ બુદ્ધિ અસમર્થ છે, છતાં ઉત્કંઠિત હૈયાને રોકવું પણ મુશ્કેલ છે. એક કવિએ કહ્યું છે કેગુણ ગાતાં ગુણીજન તણાં, જિહા પાવન થાય; સાંભળતાં સુખ સંપજે, ભવથી પાર પમાય.”
નિકટના ભૂતકાળમાં ત્રબાવતી નગરી (ખંભાત)ના વતની શ્રી રાકરચંદભાઈ તથા ચાબહેનને ઘેર વિ. સં. ૧૯૭૧ ના વૈશાખ શુકલ પૂર્ણિમાએ કે દેવતાત્માએ મહામાનવ ઢીકરીના રૂપે અવતાર લીધો. તે પછી ટૂંક સમયમાં કરચંદભાઈ સ્વર્ગે સિધાવ્યા. સંસારની અસારતા. સમજતાં અને અનુભવતાં ચંપાબહેનને પોતાની બાલપુત્રીને સુસકારોની અનુભૂતિથી સહવતી અને સમીપવતી કરી. ડિગ્રીઓનો એ જમાન નહતા. સામાન્ય વ્યાવહારિક અભ્યાસ સાથે ધર્મબીજની વૃદ્ધિ દિન-પ્રતિદિન ઉત્કર્ષ પામતી હતી. કર્મચાગે બાલપુત્રી રેવાબહેનને અસહ્ય માંદગી આવી. છતાં લઘુકમી આત્માએ મનસા નિર્ણય કર્યો, કે જે હજી માંદગીમાંથી બચી જઉં તો પરમાત્માના પુનિત પંથે પ્રયાણ કર્યું.
પુણ્યોદયે અશાતા શાતારૂપ બની. ચારિત્ર મેહનય કર્મનો વ્યાપમ તાત્ર થતાં પૂ. માતુશ્રી ચંપાબહેનની સાથે આ ચરિત્રનાયિકા શ્રી રેવાબહેને વિ. સં. ૧૯૮૩ ના અષાઢ સુ ૮ ના રાજનગર મુકામે માત્ર બાર જ વર્ષનો બાલ્યવયે પ. પૂ. પીયૂષપાણિ કવિરત્ન શ્રી અમૃતસૂરિ મ.ના વરદ હસ્તે સંયમ ગ્રહણ કર્યું. શાસનસમ્રાટશ્રીની આજ્ઞાતિની પૂ. સા. શ્રી ચ પાશ્રીજી મ. ને વિખ્યા પૂ. સા. શ્રી પ્રભાશ્રીજી મ. નાં શિખ્યા ભદ્રિક પરિણામી પૂ. સ. પધાશ્રીજી મ. (સં.
તુશ્રી)નાં શિખ્યા બાલ સા. શ્રી પ્રમોદશ્રીજી મ. સા. બન્યાં. સંયમગ્રહણ કરી પૂ. વકીલાની નિશ્રામાં આ સેવન શિક્ષા અને ગ્રહણ શિક્ષા મેળવી. પૂ. શ્રીનાં ઉપકાર ગુરુદેવ પૂ. સા. શ્રી પદ્માશ્રીજી મ. સા. પણ ગુણાનુરાગી હતાં, જેના પરિણામે બાલસાથ્વીને જ્ઞાનપ્રાપ્તિ માટે તથા સુવિશુદ્ધ સંયમ સાધના દ્વારા તેમના આત્મતેજને વિસ્તારવાની પ્રેરણા કરતાં અને પિત સ્વયં અતિપતિ એવા વૈયાવચ્ચ આદિ ગુણોથી વિભૂષિત હોવાથી બાલસાવીને જ્ઞાનાભ્યાસની સાનુકલતા સારી રીત કરી આપતા.
જ્ઞાન એ આત્મબેધનું પરમ સાધન છે, જેના ફળ સ્વરૂપે તેઓએ સાહિત્ય. વ્યાકરણ. ન્યાય, દશનાદિ તેમજ તલસ્પર્શી તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું. જ્ઞાન સાથે સંયમ-રપાનનું આરોહણ કરતાં વિનય, વૈયાવચ્ચ, વિચક્ષણતા, શુદ્ધ સંયમનિષ્ઠા, પરોપકારવૃત્તિ. કરુણાભીનું અંતઃકર વગેરે ગુણેનું સંતુલન તેઓશ્રીનું સબળ જમાપાસું હતું. તેઓશ્રીના ચિત્તઉદ્યાનમ ચારિત્રની ચાંદની સોળે કળાએ પ્રકાશી ઊડેલી. હમેશાં ગુવજ્ઞાનું પાલન કરવાના સ્વભાવને લીધે વડીલોના દિલમાં સ્થાન પામી ચૂક્યાં હતાં, તેમ જ પિતાના ઉપકારી ગુરુદેવાની અકલિત આરાધના જળવાય તેની હંમેશાં જાગૃતિ ધરાવતાં. પ્રતિભાસંપન્ન પૂ. વડીલ શ્રી પ્રભાશ્રીજી મ. ના આશીવાદથી પૂજ્યશ્રીએ અનેક ગુણ સહજ રીતે પ્રાપ્ત કર્યા હતા. અધ્યાત્મલક્ષી પૂ. પુપાશ્રીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org