________________
શાસનનાં શમણીરત્ન જે આત્મા ધરતીના એળે, પૃથ્વીરૂપી પલંગ પર, બહુરૂપી ઓશીકાને સહારે શાંતિથી નિદ્રા લઈ શકે છે તે આત્માને કેટિ–કેટિ પ્રણામ. જ્યાં આકાશરૂપી ચંદરે છેસૂર્ય-ચન્દ્રની રોશની છે, દિશાઓરૂપી દાસીઓ છે, વિરતિરૂપી વનિતાને સહગ છે એવા નિઃસ્પૃહી અણગારને લાખ લાખ વંદન. આવાં એક વિદુષી સાધ્વી શ્રી દેવીશ્રીજી મ.ના જીવનમાં દષ્ટિપાત કરી કંઈક અનોખી પ્રેરણા મેળવીએ.
ધર્મકાર્યમાં પ્રધાનતમ, શ્રમણ ભગવંતે ને સાધ્વીજી મ. ની વિહારભૂમિ તરીકે પાવન થયેલા ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાનું મહધા નામનું ગામ. આ ગામમાં અઢળક ધનાઢય, ઉદાર, ધીર ને વીર એવા છોટાલાલભાઈ શેઠ રહેતા હતા. શીલશાલિની, સરળ સ્વભાવી ને તેજસ્વી બુદ્ધિથી યુક્ત એવાં લહેરીબહેન નામે તેમનાં ધર્મપત્ની હતાં. તેઓ અત્યંત શ્રદ્ધાળુ, ધર્મનિષ્ઠ ને વ્યવહાર વિચક્ષણ હતાં. સાંસારિક સુખ ભોગવતાં તેમના ગર્ભમાં એક એવો ઉત્તમ જીવ આવ્યો કે જેના પ્રભાવે તેમને શુભ ભાવ ને સારાં કાર્યો કરવાના લહાવા લેવાનું મન થવા લાગ્યું. વિ. સં. ૧૯૫૦ ના ચૈત્ર વદ અમાસના શુભ દિવસે એક પુત્રીને જન્મ આપ્યો. લાડથી લાલનપાલન કરતા માતાપિતાએ તેમનું નામ છાબહેન રાખ્યું. બાળપણથી જ કુશાગ્રબુદ્ધિથી તેમણે સારો વ્યાવહારિક ને ધાર્મિક અભ્યાસ કર્યો. શશવકાળથી જ ધર્મનાં બી રોપ્યાં હતાં. પૂર્વના પુણ્યોદયે તેમનું મન સંસારમાં લેપાયું ન હતું.
બાર વર્ષની કુમળી વયમાં જ તેમનાં માતા-પિતાના આગ્રહથી મહુધાના વતની નાથાલાલભાઈના સુપુત્ર આત્મારામભાઈ સાથે તેમનાં લગ્ન થયાં. સંસારની ઘટમાળમાં દિવસો પસાર થવા લાગ્યા.
એક વાર મધ્યરાત્રિએ કે એક ડાકુ તેમના શયનખંડમાં આવ્યો. દંપતી ભરનિદ્રામાં પેલાં હતાં. ડાકુએ આત્મારામભાઈ પર શાસ્ત્રનો ઘા કર્યો. અવાજ સાંભળતાં જ ઇચ્છાબહેન જાગી ગયાં. વાતાવરણ ગભીર જોયું. તત્કાલ એક વિચાર ઝબૂકી ઉઠયો : શરીર તો નાશવંત છે, આવા સમયે પતિનું રક્ષણ કરવું એ મારી ફરજ છે. આ સંકલ્પ સાથે જ પતિ પર પડતા ઘાને અટકાવી પોતે ઝીલવા લાગ્યાં. શરીર લોહીલુહાણ બન્યું. પોતાની ટચલી આંગળી જીવનભર ગુમાવી. ડાકને ભગાડી ઉભયની જિંદગી બચાવી. કેવી વીરતા-ધીરતા-ગંભીરતા ! બંનેને હરિપટલમાં લઈ જવામાં આવ્યાં. આયુષ્યકર્મની બલવત્તરતાને લીધે બંનેની કાયા પુનઃ નીરોગી
બની.
જીવનનકા સરળ ચાલવા લાગી, પરંતુ કેઈનય બધા દિવસે સરખા જતા નથી. સંસારનું સુખ એ તો દુઃખનું રેશમી સ્વરૂપ છે. ઇચ્છાબહેન ૧૯ વર્ષની ભરયુવાનીમાં આવ્યાં ત્યારે તેમના પતિ પલેક સિધાવ્યા. છત્રછાયા જવાથી દુઃખ અસહ્ય બન્યું, પણ તેમનામાં રહેલી જ્ઞાનશક્તિએ તેમજ ધીતાએ પ્રેરણા આપી. સંસાર અસાર છે, શરીર અનિત્ય છે, આયુષ્ય ક્ષણભંગુર છે. અનિત્યભાવનાથી મનને મક્કમ બનાવ્યું. તેમણે વિચાર્યુ કે સંસારનું સુખ કાચું, પરણીને રંડાવું પાછું, એમાં નથી કંઈ સાચું રે....સંસાયિામાં” સોનામાં સુગંધ ભળે તમ પૂજ્યપાદ સૂરિચકચક્રવર્તી શાસનસમ્રાટ નેમિસૂરીજી મ.સા.ની આજ્ઞાતિની પ્રતિભાસંપન્ન પૂ. સાધ્વીશ્રી પ્રભાશ્રીજી મ. આદિ પધાર્યા. તેમના સતત સમાગમથી તેમનું હૃદયકમળ વિકસિત બન્યું. જીવન સંવેગ ને નિવેદથી છલકવા લાગ્યું. પ્રભુએ પ્રરૂપેલા એવા પ્રવ્રજ્યાના પવિત્ર પંથે પ્રયાણ કરવા
ઉસુક બન્યાં.
બધાંની અનુમતિથી વિ. સં. ૧૯૭૭માં અષાઢ સુદ દસમના મહેસાણા મુકામે સંયમ અંગીકાર કર્યું. તેઓ પૂ. સા. શ્રી પ્રભાશ્રીજી મ.નાં પ્રથમ પટ્ટધર શિષ્યા પૂ. દેવીશ્રીજી બન્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org