________________
શાસનનાં શ્રમર ]
[ ૪૩૫ પ્રતીક રૂપે તેઓશ્રીના પરિવારમાં આજે પણ પૂ. ચારિત્રશ્રીજી મ. તથા પૂ. સરસ્વતીશ્રીજી મ. આદિ ૩૫ શિષ્યા-પ્રશિષ્યાઓ ચારિત્રગુણમાં આગળ વધી ક્ષમા આદિ યતિમને ખીલવી ચારિત્રોગ્ય કિયારુચિની અજોડ શ્રદ્ધા જગાવી મેક્ષનગરીના પ્રમાણમાં આગળ વધી રહ્યાં છે. ખરેખર, આ ગુરુદેવે અમારા અવિનયાદિ અપરાધને પણ અતિવાત્સલ્ય ભાવે નિભાવી અંત સુધી સંચમ મા માર્ગમાં આગળ વધવાની જે-જે પ્રેરણા અને જે-જે ઇચ્છા વ્યક્ત કરી તેનું સમરણ કરતાં અમે ત્રણમુક્ત થવાને જે પ્રયાસ કર્યો છે, તે અંશમાત્ર જ છે.
છેવટે તેઓશ્રીને અશાતાના ઉદયથી અસાધ્ય રોગ લાગુ પડતા તેમને એક પગ વજીશિલા સમાન અતિ ભારે બન્યા અને પગનો શેડો ભાગ શ્યામ બનતાં દાઝયા જેવા મેટા-મોટા ફેડલા થયેલા. આવી અસહ્ય વેદના એક મહિના સુધી અનુભવી. તે દર્દને ભેગવનાર ગુરુદેવ જ જાણ શકે, કે એ વેદના કેવી છે? ડોકટરોના કહેવા પ્રમાણે હિંદુસ્તાનમાં એવા કેસ બે–ચાર જ બન્યા હશે. વ્યાધિની ફૂકાતી આંધીમાં સમતા અને સમાધિની જાતને ઝળહળતી રાખનારી એમની
જ્વલંત જાગૃતિનું દર્શન સમ્યગુ દર્શનને સતેજ કરનારું હતું. તેઓશ્રી શિખામણ આપતાં કહેતાં કે, “સહન કરે તે સાધુ સહાય કરે તે સાધુ અને સાધના કરે તે સાધુ.”
આ કથન મુજબ, આવેલા રોગને સમભાવે સહન કરી, નમસ્કાર મહામંત્રનું રટણ-શ્રવણ કરતાં આમભાવમાં નિશ્ચલ રહી, ૪૮ વર્ષના નિર્મળ–નિરતિચાર સંયમન પાડ
જાતસ્ય હિ ધ્રુવં મૃત્યુઃ” એ ન્યાયે કુદરતના સંકેત પ્રમાણે, અમદાવાદમાં જ વિ. સં. ૨૦૨૨ વૈશાખ સુદ બીજની સવારે ૧૧ ને ૧૦ મિનિટે તે સજાગ આંખો સદાયને માટે મીંચાઈ ગઈ, મૃત્યુ મંગલમય બન્યું, “સમાધિ વરને વર્યું. એમની જીવન જ્યોતિનો ઝળહળતો પ્રકાશ સાધના માગે, સંયમ માર્ગે અનેકેના અંતરને અજવાળતા પ્રેરણારૂપ બની રહ્યો છે.
જન્મથી માતાને ધન્ય બનાવ્યાં, દીક્ષા સ્વીકારથી ગુરુને ધન્ય બનાવ્યાં, દીક્ષાના પાલનથી શાસનને ધન્ય બનાવ્યું, દીક્ષાઓ આપીને શિખ્યાઓને ધન્ય બનાવ્યા, સાધનામય જીવન જીવીને આત્માને ધન્ય બનાવ્યું અને સુંદર હિતશિક્ષા આપીને અનેકને ધન્ય બનાવ્યા. વંદન હો એવાં પરમ ઉપકારી ગુરુદેવને !
——
તપ-ત્યાગ, જ્ઞાન-ધ્યાન અને સંયમ–સમતાનાં મૂર્તિમંત
પૂ. સાધ્વીજી શ્રી દેવીશ્રીજી મહારાજ વૈજ્ઞાનિક યુગમાં ને ભોગસુખના કાળમાં, પગલે પગલે પતનને માગે લઈ જનાર ઝેરીલ વાતાવરણમાં, ટ, વી., વીડિયો ને સિરિયલના કલંકથી દૂષિત થયેલાને ને વિકારોની ગતમાં ફેકાઈ ગયેલા એવા આત્માને જીવતાં શાંતિ, મરતાં સમાધિ ને પરલોકમાં સદ્ગતિ અપાવનાર જે કેઈ હોય તે તે મહાપુરુષો ને મહાસતીઓનાં જીવનચરિત્ર છે, પૂજ્યપાદ શ્રમણ ભગવંતો તથા તથા પૂજ્ય શ્રમણ મહારાજની જીવન-ઝલકો છે.
અહિંસા, સંયમ, તપ ને ત્યાગ એ ચાર આર્યસંસ્કૃતિનાં મૂળભૂત તત્ત્વ છે. ધમના એ મુખ્ય પાયા છે. તેથી જ જગતમાં ત્યાગીઓ હમેશાં પૂજાય છે. મહાન ચકવર્તીઓ, રાજરાજેશ્વરે અને ઇન્દ્રો પણ સંયમીઓનાં ચરણોમાં શિર ઝુકાવે છે. આવા સંયમીઓના ગુણનું ન કરવું એ પણ એક લહાવો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org