________________
४३४ ।
[ કાનનાં શમણીરત્નો ત્રિકમભાઈને જે સંયમ સ્વીકારવાની ભાવના થઈ. તેઓ પણ પૂ. નેમિસૂરિજી મહારાજના શિષ્ય મુનિ શ્રી રત્નવિજયજી બન્યા અને તેમનાં ધર્મપત્ની રતનબહેન સંયમ સ્વીકારી સાધ્વીજી રાજલથીજી અન્યાં. તેમનાં પુત્રવધૂ લીલાવતીબહેને સાસુ-સસરાના સંયમજીવનની અનુમોદના કરતાં પોતાના જીવનને ધન્ય બનાવવા દીક્ષા સ્વીકારી, ને તેઓ સા. અરુજાશ્રીજી બશે. હાલમાં તેઓ જ્ઞાન, ધ્યાન અને તપની આરાધના કરવા પૂર્વક સંયમની સુંદર આરાધના કરી રહ્યાં છે.
૫. ચંપકશ્રીજી મ.ના કુટુંબની ઉપર્યુક્ત વિગત વાંચીને ચોકકસ એમ ધાય, કે અનતી પુરાશિ એકઠી થાય ત્યારે જ ભાગવતી પ્રવ્રજ્યાની વસંત ખીલે છે. આ રીતે તેમના પિતૃપક્ષના કુટુંબમાંથી છ જણાંએ દીક્ષા ગ્રહણ કરેલી છે, તે ખૂબ જ અનુમોદનીય અને પ્રશંસનીય છે. સાધ્વીજી અજાશ્રીજી મ. સિવાય પાંચ વ્યક્તિ સંયમની સુંદર આરાધના કરી સમાધિપૂર્વક કાળધર્મ પામેલ છે.
પૂ. ચંપકશ્રીજી મ.ના જીવનમાં ત્યાગ–વૈરાગ્ય સહજ પ્રગટેલાં હતાં. તેમણે રસનેન્દ્રિય ઉપર સારો એવો કાબૂ મેળવ્યો હતો. દીક્ષાની સાથે જ તેમણે ચા-દૂધનો સર્વથા ન્યાગ કર્યો હતા. શરીરમાં કઈ પણ રોગ ઉપસ્થિત થાય ત્યારે ડોકટર દૂધનું સેવન કરવાનું કહેતા, છતાં પ્રતિજ્ઞામાં ક્યારેય બાંધછોડ કરી જ નહીં. તેઓશ્રીને અશાતા વેદનીય કમના ઉદયે ત્રીસ વર્ષ સુધી ગેસ, અસર અને ડાયાબિટીસને વ્યાધિ રહ્યો હતો, છતાં તેઓશ્રીએ એલોપિથિક દવાને ઉપચાર કર્યો જ નહી. હોમિયોપેથિક દવા લેતાં; પણ તેય ના છૂટકે જ. આ રીતે અંતિમ સમય સુધી અડગતા જાળવી હતી. શરીરની ગમે તેવી બીમારી હોય તોય શું? જીવનમાં ક્યારે પણ તેલ–આમનો ઉપયોગ કર્યો નથી.
પૂજ્યશ્રીએ સંયમજીવનમાં અનેક તીર્થોની યાત્રા ઘણા જ ભાવોલ્લાસ સાથે કરી તેમજ સિદ્ધાચલજી, ગિરનારજી અને તાલધ્વજગિરિની નવ્વાણું યાત્રા કરી. વિધવિધ તપશ્ચર્યા સાથે શરીર ચાલ્યું ત્યાં સુધી અવિરત એકાસણાનું પચ્ચખાણ ચાલુ જ રાખ્યું. પછી વૃદ્ધાવસ્થામાં પરિસીનું પચ્ચખાણ તો છોડ્યું જ નહોતું. આ પ્રમાણે ઘણી ઘણી અડગતા સાથે અપ્રમત્તભાવે કિયામાં
તિ રાખતા. ભાષા પણ મધુર. તેમના જીવનમાં જ્ઞાનયોગ, ભક્તિયોગ અને ક્રિયાયેગને ત્રિવેણી સંગમ અપષ્ટપણે દષ્ટિગોચર થતો હતો. તેમની નિદ્રા પણ પરિમિત હતી. પાછલી રાત્રે જાગૃત થઈ જાય. સ્વાધ્યાય વગેરેનું આરાધન નિત્ય કરતાં હતાં. આરાધના સાથે શિખ્યા-પ્રશિષ્યા પ્રત્યેનું વાત્સલ્ય પણ આદર્શરૂપ હતું.
આ બધા જ ગુણ સાથે ઉદારતા અને વિશાળતા પણ અભુત હતી અને લઘુતા એક શણગાર હતા. તેઓશ્રીનું ભાવદાય પણ અનુકરણીય હતું, કે જેથી તેઓશ્રી ધેડા પણ ઉપકારને ક્યારે પણ ભૂલતાં નહીં. નાની વાતને પણ પ્રેમથી સાંભળતાં, કેઈ પણ જીવની ઉપેક્ષા કરતાં જ નહીં. આ પ્રમાણે સદાને માટે તેમનું હૈયું ગુણાનુરાગથી જ પ્રસન્ન રહેતું. પૂજ્ય પ્રત્યે પૂજ્યભાવ અને વિનય–બહુમાન વગેરે પણ સ્તુત્ય હતાં. તેમનામાં વાત્સલ્યને એરો એ વહેતે કે તેમની પાસેથી ખસવાનું પણ મન ન થાય. આ રીતનો તેમને પુણ્યપ્રક ખૂબ અજબ-ગજબનો હતા.
શરીર સ્વસ્થ રહ્યું ત્યાં સુધી તેઓશ્રી સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વિચર્યા હતાં. પછી શરીર જર્જરિત થતાં અમદાવાદ અને સાબરમતી વચ્ચે છેલ્લાં ૨૫ વર્ષ વિહરી કેટલાય જેને સર્વવિરતિરૂપ ધર્મ અપણ કરાવી પિતાની ગુણવાસના દ્વારા ચારિત્રપાત્ર ભાવુકે તૈયાર કર્યા, જેઓના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org