________________
શાસનનાં શમણીરત્નો | મિલનસાર સ્વભાવ, સાત્વિકતા, પરોપકાર પરાયણતા, સંયમસાધના, કૃતલક્ષતા, જયણા વગેરે ગુણોથી શોભતાં ગુરુણીજી અનેકોનાં પ્રેરણામૂર્તિ છે. વૃદ્ધાવસ્થાને લીધે પદાર્થોની વિકૃતિ થઈ જાય છે, પણ અસ્થિમજજ બનેલ જયણાને પરિણામે બેસતાં કે ઊડતાં પ્રમાજના તેમ જ બેલવામાં મુહપત્તિને ઉપયોગ તેમને પ્રાયઃ વિસ્મૃત થતો નથી. અરે ! રાત્રિના સમયે પડખું ફેરવતાં જાણે તેમનું પાસે રહેલું રજોહરણ જ સચેતન બનીને પ્રમાજના કરી રહ્યું હોય તે ભાસ તેમના જીવનમાં વ્યાપેલા જયણાના ગુણને કારણે થઈ રહ્યા છે. સ્વાધ્યાયનો રસ પણ હજી જીવનમાં એટલો જ વ્યાપેલો છે. રાત્રિમાં જાગૃત બને તો તરત જ આશ્રિતને સૂચન કરે કે મને સ્વાધ્યાય કરાવશે?
તેઓશ્રીને વયોવૃદ્ધ અવસ્થામાં પણ અસંખ્ય સ્તવન અને સજાયો કહ્યું છે. તેઓશ્રી વ્યાખ્યાને પણ પ્રાયઃ સઝાયેના આધારે ચલાવવાની આગવી કળા ધરાવે છે. પ્રતિક્રમણમાં પણ સ્તવન–સક્કાય બોલે ત્યારે સાંભળનારને થઈ આવે કે ‘સૂરે સૂરે ગૂંજી ઊઠે મીઠો ઝંકાર, શબ્દ કાર્બો ગાજે કેલને ટહુકાર !'
પૂજ્ય શ્રી સાધ્વીજી શ્રી પુપચૂલાશ્રીજી મહારાજ આવી અનેક ગુણગરિમાને વરેલાં છે. તેમની વિભૂતિમત્તાનું વર્ણન કરવું એ પંગુ માનવીથી અટવી ઓળંગવાનું દુષ્કર કાર્ય છે. પૂજ્ય શ્રીની મહાન વ્યક્તિમત્તાને અનેકોને પ્રેરણાના પીયૂષ પાતી રહે એ જ અભ્યર્થના ! અને પૂજ્યશ્રીનાં ચરણમાં કેટિશઃ વંદના !
પૂ. સા. શ્રી પુષ્પાશ્રીજી મ. ના ઉપદેશથી
લીલાવતીબહેન મોમાયાશાહની પૂર્વ સમૃતિમાં ચુનિલાલ ધનજીભાઈ શાહ પરિવાર તથા પ્રભાબહેન મણીલાલ પાલણ-મારૂ પરિવાર તથા શ્રી રમેશચંદ્ર લલુભાઈ શાહ પરિવાર મુંબઈના સૌજન્યથી.
પરમ તપસ્વીરના પૂ. સાધ્વી શ્રી દિવ્યપ્રભાશ્રીજી મહારાજ ભારતીય સંસ્કૃતિને અડીખમ ઊભી રાખવામાં સંતો-મહંતોને ફાળો મુખ્ય છે. એટલે એમ કહી શકાય કે, ભારતીય સંસ્કૃતિ સંતની સંસ્કૃતિ છે. એવી સંતની સંસ્કૃતિ જ્યાં વિકસી છે એવા કચ્છ પ્રદેશમાં ભૂજપુર ગામ છે. તેમાં સુશ્રાવક શ્રી ડુંગરશીભાઈનાં ધર્મપત્ની હીરબાઈની ઉત્તમ કુક્ષિઓ મણિબહેનનો જન્મ થયે. યથાના મગુણ મણિબહેન મણિ સમાન રૂપાળાં, કિંમતી અને તેજસ્વી હતાં. માતાપિતાએ એક મહિનામાં તો પારણુનાં સગપણ કરી નાખ્યાં. બાલ્યવયમાં બુદ્ધિપ્રતિભા અને ધર્મસંસકારોનો અત્યંત વિકાસ થયે હતા. ધમરંગે રંગાયેલાં મણિબહેનને
માતપિતાને ચિંતા થઈ કે આ પુત્રીમાં વૈરાગ્યભાવ તો નહિ ઉદિત થાય ! એવા વિચારે તેનાં લગ્ન કરી નાખ્યાં. પણ એક જ વર્ષમાં મણિબહેનનું સૌભાગ્યસિંદ્વર ભૂંસાઈ ગયું !
બસ, પહેલેથી વૈરાગ્યવાસિત જીવન તો હતું જ, એમાં આ નિમિત્ત ઊભું થયું. આમ તે અચલગચ્છના હોવા છતાં તપાગચ્છાચાર્ય પૂજ્યપાદ આ. શ્રી કનકસૂરીશ્વરજી મહારાજની વૈરાગ્યવાણીથી રંગાઈ અત્રે જ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. અને વિ. સં. ૨૦૦૮ના માગશર સુદ પ ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org