________________
૪૨૪
[ શાસનનાં શ્રમણીરત્નો શ્રવણથી બહેન સાંકનો વૈરાગ્યભાવ વધુ દઢ બનતા ગયે ને કુટુંબીજનો પ્રત્યે મેડ ઉતરવા લાગે. ભાગવતી પ્રવજ્યા લેવા માટે વધુ ઉત્કંઠિત થયાં. કેઈ સાથ્વીના સમાગમની રાહ જોતા હતાં. ત્યાં પૂર્વના પુણ્યોદયે ડેલાના ઉપાશ્રયના પૂ. સાધ્વીજી શ્રી જેઠીશ્રીજી મ. આદિ ૩ કાણાં પધાર્યા, તેમની પાસે દીક્ષાના ભાવ દર્શાવ્યા; પણ પોતાને વિચાર આવ્યો કે મેહવશ બનેલાં માતા-પિતા દીક્ષાની અનુમતિ નહીં આપે, તેથી તેઓ પાલીતાણા આવ્યાં. છ ગાઉની પના કરી સિદ્ધવડ નીચે રાષભદેવનાં ચરણપાદુકાનાં દર્શન કરી સિદ્ધવડની શીતળ છાયામાં પોતે જાતે ચારિત્ર કારણ ર્યો. ત્યાર બાદ ઘેટી ગામે પૂ. સા. શ્રી જેઠશ્રીજી મ. બિરાજતાં હતાં ત્યાં આવ્યાં અને તેમની સાથે વિહાર કરી જૂનાગઢ ગયાં. પુત્રી સાંકળી પાલીતાણાથી પાછાં ન ફરતાં માતાપિતાને ચિંતા થવા લાગી. પાલીતાણા તપાસ કરી, તે સમાચાર મળ્યા. કે સાંકળી પિતાની જાત ચારિત્રલેશ પહેરી જૂનાગઢ ગયાં છે. તેમના ભાઈ જૂનાગઢ ગયા ને હવશ થઈ હડ કરીને પાછા બોટાદ લઈ આવ્યા. વળી બે વર્ષ ગ્રહવાસમાં રહ્યાં.
વૈરાગ્યવાસિત આત્મા ગમે તેવી મુશ્કેલીઓ, કપરા સંયા આવ છતાં ઉદ્યમથી હારી જતા નથી, પણ દિન-પ્રતિદિન વૈરાગ્ય–ભાવનાની પુષ્ટિ કરે છે. મનમાં એક જ ભાવના. કે મારે. ભાગ્યોદય ક્યારે જાગે ને હું સંયમમાગે જઈ આત્મકલ્યાણ સાધું. આ ભાવનાએ એ સાધ્વીજીનો સંસર્ગ શોધતાં હતાં. ત્યાં તેમને ખબર પડી કે વળામાં પૂ. સાધ્વીજી શ્રી વીજોરીજી મ. તથા પૂ. સા. શ્રી દાનશ્રીજી આદિ પધાર્યા છે. સુરત ત્યાં ગયાં, ને વિનંતિ કરી કે મારે આપની પાસે દીક્ષા લેવી છે. આપ બેટાદ પધારો ને મારાં માતા-પિતા પાસેથી અનુમતિ અપાવો. જગતના જવાને ઉદ્ધાર કરવાની ભાવનાવાળાં પૂ. સા. શ્રી વીજકારશ્રીજી મ. બેટા પધાયો. તે અરસામાં બહેન સાંકળીની નાની બહેનનાં લગ્ન હોવાથી એ ધમાલમાં તેનાં માતા-પિતાને દીક્ષાની વાત ન કરાય, તેમ વિચારી તેઓએ ત્યાં થોડા દિવસની સ્થિરતા બાદ બોટાદથી વિહાર કર્યો. બહન સાંકળીનું મન સંસારથી વધુ વિરક્ત થવા લાગ્યું. એક-એક દિવસ વર્ષ સમાન લાગે. તેથી તેઓ પિતાના કુટુંબીજનોને જણાવ્યા વગર વઢવાણ ગયાં. ત્યાં પૂ. શાંતિવિજયજી દાદા બિરાજતા હતા. તેમની પાસે જઈ વંદના કરી દીક્ષા આપવા અરજ કરી, પણ બહેન સાંકળીને અંતરાય કમ નથી. પૂ. ખાંતિવિજયજીદાદાએ શરીરાદિના કારણે દીક્ષા આપ્યા વગર વિહાર કર્યો. વઢવાણથી સાંકળીબહેન લીબડી આવ્યાં. ત્યાં પૂ. લિિવજયજી મ. તથા પૂ. ઝવેરસાગરજી મ.ને વંદના કરી. એ મહાપુરુ નો ત્યાગ ભાવ જોઈને પોતાના અંતરાત્મા પોકારી ઉડયા : “દેહ પાતયામિ વા કાર્ય સાધ્યામિ. ગમે તેવા અંતરાય-કમ નડે, પણ ધાયું કાર્ય સિદ્ધ કરવું જ છે. મનથી મજબૂત બની ચુડા જઈ ધર્મશાળામાં પોતાની જાતે ચારિત્રવેશ ધારણ કર્યો અને પૂ. વીજકારશ્રીજી મ. રાણપુર બિરાજતાં હતાં ત્યાં ગયાં. પણ તેમને કુટુંબીઓની સંમતિ વગર વેશ પહેર્યો હોવાથી પિતાની પાસે ન રાખ્યાં અને ચુડા પાછાં મેલ્યાં. ત્યાં શ્રાવક-શ્રાવિકાઓની સહાયથી દસ દિવસ એકલાં રહ્યાં. કેવો અંતરાય કમ ઉદયમાં, કે બો વખત હિંમતથી જ વેશ પહેર્યો છતાં પ્રત્રજ્યાનો પંથે સુલભ ના બન્યો.
સાંકળીબહેને બીજી વખતના વેશ–પરિધાન પછી ખૂબ હિંમત રાખીને ચડાથી પત્ર લખી પોતાના કુટુંબીજનોને મોકલ્યા. હવશ બનેલાં માતા-પિતામાં એ પત્ર વાંચી કરીને સંયમ માગે વળાવવાની ભાવના જાગૃત થઈ ઉદ્યમેન હિ સિંધ્યન્તિ કાયોગિ ! ઉદ્યમ સાથે શ્રદ્ધા રાખી તે સંયમ ઉદયમાં આવ્યા. માતાપિતાએ અનુમતિ દર્શાવતા પત્ર પુત્રી સાંકળીને લખી મોકલ્યા. પત્ર વાંચતાં જ સાંકળીબહેનના આનંદનો પાર ન રહ્યો. હર્ષવિભોર બની પૂ. વીજ કેરશ્રીજી મ.ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org