________________
શાસનનાં શમણીરત્ન ]
[ ૪૫ આજ્ઞાપત્ર વંચાવ્યો. પત્ર વાંચી પૂ. સાધ્વીજી મ. દીક્ષા આપવા તૈયાર થયાં. સાયલામાં પૂ. બાંતિવિજય મ.ના વરદ હસ્ત સં. ૧૯૪૯ વૈશાખ સુદ ૨ ના શુભ દિને દીક્ષાની ક્રિયાવિધિ કરાવી ને પૂ. વીજકેરશ્રીજી મ. નાં શિષ્યા પૂ. દેવશ્રીજી મ. નાં શિષ્યા તરીકે પૂ. સૌભાગ્યશ્રીજી નામ રાખવામાં આવ્યું. સુવિહિત સમુદાયમાં દીક્ષા અંગીકાર કરવાથી પૂ. સૌભાગ્યશ્રીજી પોતાનું અહોભાગ્ય માનવા લાગ્યાં. તેઓ વિનયવંત. બુદ્ધિશાળી, વ્યવહારકુશળ હોવાથી ગુરુમહારાજને તથા સ્વસમુદાયનો પ્રેમ-આદરભાવ તેમના પ્રત્યે વધતો ગયો. સમુદાયના દરેક કાર્યમાં તેઓ સલાહકાર બન્યાં હતાં. દિન-પ્રતિદિન સંયમસાધનામાં આગળ વધ્યાં. ધર્મશાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો. જ્યાં સાધુઓ પણ હામ હારી જાય તેવાં દૂર દૂરનાં સ્થળોએ વિહાર કર્યો. કંઈને સન્માગે દોર્યા. કંઈક મંદિરોના જીર્ણોદ્ધાર કરાવ્યા. એમનાં તપ-ત્યાગ-વૈરાગ્યથી આકર્ષાઈને એમની પાસ અનેક શિખ્યા-પ્રશિષ્યાનું મોટું મંડલ જામ્યું. આ બધાની પાછળ ઉગ્ર તપ અને ઉત્કૃષ્ટ સંયમ તેમજ ધર્મશાસ્ત્રોનો ઉડો અભ્યાસ અને પ્રબળ પ્રતિભા હતાં. મોટા-મોટા શેઠિયાઓ અને આગેવાનોને પણ આંજી નાખે એવી તેઓશ્રીની પ્રતિભા હતી. અનેક ગ્રામ-નગરો અને તીર્થોમાં વિચરતાંવિચરતાં, અનેક ભવ્યાત્માઓને પ્રતિબોધ કરતાં સં. ૧૯૬૨માં પાલીતાણા ચાતુર્માસ માટે પધાર્યા, ને પાલીતાણ ચાતુર્માસ કયુ.
| તીર્થયાત્રા પ્રવાસ : પાલીતાણા ચાતુર્માસમાં પૂ. સૌભાગ્યશ્રીજી મ.ને શિખરજીની યાત્રાની ભાવના જાગૃત થઈ. ચોમાસા બાદ પોતાના શિષ્યા પરિવારને લઈ ત્યાંથી વિહાર કરી ખંભાત મુકામે પધાર્યા. ખંભાતના સુપ્રસિદ્ધ શેઠ પોપટલાલ અમરચંદની શિખરજી આદિ દૂર દરનાં તીર્થોની યાત્રા માટે સલાહ લીધી અને તેમણે સહર્ષ સંમતિ દર્શાવી, ને આ તીર્થયાત્રામાં દરેક પ્રકારની વ્યવસ્થા માટે પિતે ખડે પગે ઊભા રહેવાનું જણાવ્યું. આ રીતની સહાયથી તેમણે ખંભાતથી વિહાર કર્યો. નાનાં-મોટાં તીર્થોની યાત્રા કરતાં-કરતાં ૧૯૬૩નું ચાતુર્માસ લશ્કર-વાલિયરમાં કર્યું. ત્યાં સાધુ-સાધ્વીઓને સંસગ એ છો હોવાથી જૈન સમાજ ધાર્મિક સંસ્કારોમાં પછાત હતા. આથી ઉપદેશ દ્વારા ધાર્મિક જાગૃતિ કરાવી અને શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો કરાવ્યાં. ત્યાંથી ચોમાસું ઊતયે શિખરજી તરફ પ્રયાણ આદયું, ને સં. ૧૯૬૪ના મહા વદ ૧૧. ના રોજ શિખર પહેાંયાં. ત્યાં જેન વેતાંબર કારખાના તરફથી ધામધૂમથી સામૈયું થયુ' હત'. શિખરજીની યાત્રા કરી ઘણા વખતની ભાવના પરિપૂર્ણ થવાથી મનને ઘણો આનંદ થયે. ત્યાંથી વિહાર કરી બનારસ, કલકત્તા વગેરે સ્થળોની યાત્રા કરી સં. ૧૯૬૪નું ચાતુર્માસ બલુચરમાં કર્યું. અહીં પણ વ્યાખ્યાન દ્વારા ઉપદેશ આપી અનેક ભવ્યાત્માઓને પ્રતિબોધ પમાડ્યા.
રાણી મીનાકુમારીને જ્ઞાનદાન માટે પ્રતિબંધ અને ધર્મભાવના દઢ : બાહુચરમાં રાણી મીનાકુમારી અઢળક સંપત્તિની સુખસાહ્યબીમાં રહેતાં હતાં. ધાર્મિક ભાવનાવાળાં હોવા છતાં સુકુમાર હોવાથી કંઈ કરી શક્તાં ન હતાં. હંમેશાં પચાસ પાનનાં બી તો સહેજે વાપરતાં હતાં. આવાં સુકુમાર હોવા છતાં ગુરુમહારાજના ઉપદેશથી રંગાઈને તપસ્યાની ભાવના જાગૃત થઈ ને રાણી મીનાકુમારીએ વીશસ્થાનક તપની ઉગ્ર તપસ્યા આદરી. “જે કમે શૂરા તે ધમે શૂરા. તપ આરાધના પૂર્ણ કરી મેટા ઉત્સવપૂર્વક ઊજવણુ -અડ્ડાઈ મહત્સવ કર્યો. પૂ. સૌભાગ્યશ્રીજી મહારાજે રાણી મીનાકુમારીને જ્ઞાનદાનથી થતા અવર્ણનીય લાભનો સદુપદેશ આપ્યો. ખંભાતમાં પાડશાળા સ્થાપન કરવાની અગત્યતા જણાવી. મીનાકુમારીને ઉપદેશ રુએ, ને ભાવના થતાં ખંભાતમાં પાઠશાળા સ્થાપન કરાવી, જે અત્યારે પણ સારા પાયા પર ચાલે છે, ઘણાં શ્રાવિકાઓ -સાધ્વીઓ જ્ઞાનનો લાભ ઉઠાવે છે. આમ, પૂ. સૌભાગ્યશ્રીજી મહારાજે શાસન પ્રભાવનાનાં ઘણાં–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org