________________
શાસનનાં પ્રમાને છે
[ ૪૨૩ જજવલ્યમાન. આદમય. અભિવંદનીય બમણીરાન પૂ. સાધ્વીજી શ્રી સૌભાગ્યશ્રીજી મહારાજ શાંત-પ્રશાંત મુખમુદ્રા, ભવ્ય લલાટ, વાણીનું માધુર્ય, અનેક ભવ્યાત્માઓને આત્મોન્નતિના માગે લઈ જનાર, પકારની સાધના સાધવા માટે એક આદભૂત પૂ. સાધ્વીજી શ્રી સૌભાગ્યશ્રીજી મહારાજનું જીવનચરિત્ર લખાયું છે તે વાચક પિતાના જીવનમાં ડે-ઘણે અંશે ગુણે ઉતારશે. મનન કરશે. આચરણમાં મૂકો, આમિક ઉન્નતિના માર્ગે જવાશે, એમ ધારી જનતા સમક્ષ પ્રકાશિત કર્યું છે.
માતા-પિતા. જન્મ : તારક શ્રી તીર્થાધિરાજ શત્રુંજ્યાદિ તીર્થોથી પરમ પવિત્ર ગણાયેલા સૌરાષ્ટ્રમાં ભાવનગરના તાબે બોટાદ ગામે વીશા શ્રીમાળી શેઠ શ્રી ભગુભાઈ જીવાજી રહેતા હતા. તે વખતમાં બોટાદ તરફ સંવેગી સાધુઓનો વિહાર વિરલ હતા, જ્યારે સ્થાનક્વાસી સાધુઓ, વિશેષ પ્રમાણમાં વિચરતા હોવાથી ભગુભાઈ સ્થાનકવાસી ધર્મ પાળતા થઈ ગયા હતા. તેમ છતાં પ્રવના પ્ર ત્યે પ્રભુદાનને અનન્ય ભાવ હતો, તેથી પ્રતિમાજીનાં દર્શન કરી આત્મિક આહલાદ અનુભવતા. તેમને ઝીણીબહેન નામે ધર્મપત્ની હતાં. આ ભાગ્યશાળી દંપતીને ચાર પુત્રો તથા ચાર પુત્રીઓ હતાં, તેમાં આ ચરિત્રનાયિકાનું શુભ નામ સાંકળીબહેન હતું. સાંકળીબહેનને જન્મ સં. ૧૯૨૪ના માગશર સુદ પ ના થયો હતો. જન્મથી તેમની મુખાકૃતિ ભવ્ય અને ચહેરો હસમુખ હોવાથી માતા-પિતા અને ભાઈઓ-બહેનોને તેમના પર અગાધ પ્રેમ હતા. બાલ્યાવસ્થા વ્યતીત થતાં ગુજરાતી પાંચ ધોરણ પૂરાં કર્યા. ધાર્મિક અભ્યાસની અનુકૂળતાના અભાવે તેમાં વિશેષ પ્રગતિ કરવાનો મો મળે નહીં. ચૌદ વર્ષ પૂરાં થતાં માતા-પિતાએ પુત્રી સાંકળીનાં લગ્ન ખંભાતના વતની અને પમ ગામના રહીશ દેરાવાસી શેઠ રાઘવજીના સુપુત્ર મૂળજીભાઈ સાથે કર્યા હતાં. સાંકળીબહેન વિવેકી ને વ્યવહારકુશળ હોવાથી ધસુર-પક્ષમાં સારું સન્માન પામ્યાં. પણ કમની ગતિ વિચિત્ર છે. લગ્ન કર્યો ને માત્ર બે વર્ષ થયાં ત્યાં તેમના પતિ મૂળજીભાઈ અસાધ્ય
વ્યાધિને પરિણામે એકાએક પંચત્વ પામ્યા. બહેન સાંકળીને સુખરૂપ સંસાર દુઃખરૂપ, ઝેરરૂપ થઈ ગયે. ખીલતી યુવાનીમાં વૈધવ્ય આવવાથી સાંકળીબહેનને સખત આઘાત લાગ્યું. પરંતુ એ આભામાં ધાર્મિક સંસ્કારો હોવાથી રાગ, મેહ, માયાદિ સંસારવૃદ્ધિનું કારણ સમજી આવા વિપત્તિના સમયે વિષાદ, સંતાપ અને દીનતાને દૂર કરી આત્માને ઉન્નતિના માર્ગે વાળી સમતા ભાવે આત્માને ભાવિત કરતાં વૈરાગ્યના રંગે રંગાવા લાગ્યાં.
વૈરાગ્ય-ભાવના : કમળ પંકમાં જમે છે એ ઘટના એની સુવાસ ને શોભામાં અજાયબી ઉમેરે છે, અને કુલામાં અને વિશેષ સ્થાન આપે છે, તેમ સાંકળીબહેન થાનક્વાસી ધમને પામ્યાં ઇનાં પુણ્યદયે દહેરાસર તરફ આકર્ષાયાં. લગ્ન કર્યું, નેહાળ રીતે ઘર ચલાવ્યું. અકાળે વૈધવ્ય પ્રાપ્ત થવા છતાં આ આત્માએ પોતાનું બળ ફોરવી, ઉન્નતિના માર્ગે વળી, કુટુંબમાં પ્રીતિપાત્ર બની સુવાસ ફેલાવી. આત્મકલ્યાણાર્થે સંયમ માર્ગે જવા તેઓ ઉદ્યમશીલ બન્યાં. તેમના સનસીબે પૂ. વૃદ્ધિચન્દ્રજી મ.ના શિષ્ય ૫. ગંભીરવિજયજી મ.નાં બોટાદ ગામે પગલાં થયાં. તેમના ઉપદેશામૃતનું પાન કરતાં બહેન સાંકળીને વૈરાગ્યભાવ દઢ છે. ધાર્મિક અભયાસમાં પણ આગળ વધવા લાગ્યાં. પરિણામે સંસાર પ્રત્યેની ઉદાસીનતા વધુ ને વધુ ઘેરી બનતી ગઈ. બોટાદ ગામમાં પંજાબી પરમત્યાગી પૂ. લવિજયજી મ. પધાયો અને ત્યાં જ ચાતુર્માસ કર્યું. નિયમિત વ્યાખ્યાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org