________________
૪૨૮ ]
[ શાસનનાં શમણીરત્નો ગુણને જીવન સાથે વણી લીધો હતો. જ્ઞાનાભ્યાસમાં પણ અતિ તલ્લીન હતાં. એ યુગમાં વ્યાકરણદિના અભ્યાસની પ્રવૃત્તિ ઓછી છતાં પ્રકરણો, કમગ્રંથ, સંસ્કૃત બે બુકે, હેમલઘુપ્રકિયા, સરસ્વત વ્યાકરણ, કાબવાચન તથા શાસ્ત્રવચન તે કાળનાં બીજાં સાધ્વીજીઓ કરતાં પોતાની મહેનત અને ગુરુકૃપા પામી સારું જ્ઞાન સંપાદન કર્યુ હતું.
ઉગ્ર વિહાર દ્વારા બે વાર સમેતશિખરજી તીર્થની યાત્રા અને બીજાં પણ અનેક તીર્થોની યાત્રાઓ કરી હતી. શ્રી સિદ્ધગિરિની ત્રણ વાર અને ગિરનારની એક વાર નવ્વાણું યાત્રા કરી હતી. અને જીવન પાવન કર્યું હતું. વળી, મેવાડ, માળવા, મારવાડ, અંગદેશ, બંગદેશ, મહારાષ્ટ્ર આદિ દૂર-દૂરના પ્રદેશોમાં વિચરી, ઉગ્ર અને કપરા વિહાર કરી અનેક ભવ્યાત્માઓને દેશ વિરતી અને ધર્મવિરતી દમમાં જોડ્યા હતા.
એ આત્માએ તપને પણ જીવનમાં સારું એવું સ્થાન આપ્યું હતું. માસક્ષમણ, પાસક્ષમણ, વરસતપ. સિદ્ધિતપ, વીશ સ્થાનક તપ, વર્ધમાન તપ, અડ્ડાઓ, કમસુદન તપ આદિ ઉગ્ર તપ તપ શ્ચિર્યાઓ દ્વારા કઠિન કર્મોને ભસ્મીભૂત બનાવી દેતાં. વરસમાં બે વખતની નવપદજીની ઓળી, પયું - પગા પર્વની અડ્ડાઈ અને ચતુર્દશીનો ઉપવાસ તે નાદુરસ્ત તબિયતમાં પણ છોડતાં નહીં. સિદ્ધચકની આરા.ના નિમિત્તે વરસમાં બે વાતની ઓળી નાની વયમાં ચાલુ કરેલ તે સં. ૧૯૯૮ ની સાલ સુધી ચાલુ જ રાખી હતી.
સં. ૧૯૯૫ માં પાલીતાણા ચાતુર્માસ હતાં ત્યાં પૂ. ગુરુદેવશ્રી સૌભાગ્યશ્રીજી મ. ની તબિયત બગડી. ત્યારે પૂ. ચંપાશ્રીજી મ. ગુરુસેવામાં એવાં તલ્લીન બન્યાં કે જેના પ્રતાપે એક ક્ષણ પણ ગુરુના હૃદયમાંથી દૂર થતાં નહિ, તેવો પ્રેમ સંપાદન કર્યો હતો. તેમનો વૈયાવચ્ચ ગુણ અભુત હતા. કેઈ ને કંઈ પણ માંદગી કે તેવા પ્રસંગો હોય કે તેમનું ચિત્ત ત્યાં ને ત્યાં જ ચેટી રહેતું, કેમ કે કેઈનાં પણ કામમાં હું કેમ આવી શકું, એ જ એક આંતરિક ભાવના તેમના આત્મામાં વસેલી હતી. શાંતમૂતિ, ભદ્રિક પરિણામી એવા ઉત્તમ આત્માના ચારિત્રને જે, એમની અમૃત સમી મીઠી મધુરી દેશના સાંભળી ઘણી બહેનોએ પિતાના જીવનને તેઓશ્રીનાં ચરણેમાં અર્પણ કર્યું અને સંયમી બન્યાં. સ્વપરિવારને પણ હિતશિક્ષામાં કષાય પાતળા કરવા, રાગ-દ્વેષ ઓછા કરવા અને મેહનીયને જીતવા અંગે વારંવાર કહેતાં. અનુક્રમે જીવન શ્રેય બનાવી ઉત્તમ ગુણશ્રેણી સાધી પોતાના જીવનને ઉચ્ચ અને આદરણીય બનાવી ગયાં.
તંભતીર્થની પવિત્ર શીતલ છાયામાં અવસ્થાને અંગે નવ વર્ષ કાતિશાળે સ્થિરવાસ રહી રત્નત્રયીની આરાધના કરવાપૂર્વક સ્વ–આત્માને કૃતાર્થ બનાવવા લાગ્યાં. તેવામાં એકાએક કર્મરાજાએ જોર કર્યું. દોઢ વર્ષની લકવાની માંદગી રહી. આવેલ કમને સમતા ભાવે ભોગવતાં સં. ૨૦૦૯માં છે. વ. ૬ ના બુધવારે મધ્યરાત્રિએ ૧૨ વાગે સ્વર્ગસ્થ થયાં. પિતાનાં ૬ શિષ્યાઓ અને ૬૭ પ્રશિષ્યાઓના કુલ ૭૩ સાધ્વીગણથી આવૃત્ત પૂજ્યશ્રી ૬૨ વર્ષ સંયમ માર્ગ માં રહી અમૂલ્ય રત્નત્રયીની આરાધના કરી-કરાવી આત્મશ્રેય સાધી ગયાં. આવાં અમારાં દાદી અરુણીજી. જીવનું કલ્યાણ કરો, એમને ચારિત્ર પ્રભાવ અમારી આરાધનામાં સહાયક બને, અમને સાચે રાહ બતાવી અજ્ઞાનતામાંથી મુક્ત કરે, એ જ એક મનોકામના.
– પૂ. સા. શ્રી પુપાશ્રીજી મ. તથા પુ. સા. શ્રી દેવેન્દ્રશ્રીજી મ.
----
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org