________________
શાસનનાં શમણીરને
[ ૩૯૫ વર્ધમાન તપોરના અને અનેક ગુણગણવારિધિ પૂ. સાધ્વીજી શ્રી પુષ્પચૂલાશ્રીજી મહારાજ
ઉત્તમના ગુણ ગાવતાં-ગુણ આવે નિજ અંગ” એ ઉક્તિ અનુસાર મહાપુરુષોની ટૂંકી પણ રહસ્યમયી–સત્વભરી ગુણગાથા સહુ કેઈ ને ઉન્નત અને આદર્શ જીવનની પ્રબળ પ્રેરણા આપે છે. જેમ પુષ્પનો પરિમલ સમીપવર્તી વાતાવરણમાં પ્રસરીને સમગ્ર વાતાવરણને મઘમઘાયમાન બનાવી મૂકે છે, તેમ મહાપુરુષોની સદ્ગુણ-સૌરભ વાતાવરણને સુવાસિત બનાવે છે.
જે કે દેશની ધન્ય ધરા પર જગવિખ્યાત દાનવીર જગડુશા અને દેવવિમાનતુલ્ય દેવાલય બંધાવી શત્રુંજય ગિરિરાજ પર નવ ટૂંકેનું નિર્માણ કરનાર નરશી કેશવજી જેવા નરવીરો પાક્યા તે કચ્છ દેશના તુંબડી ગામે પિતા ધનજીભાઈ અને માતા કાનબાઈના ગૃહે સં. ૧૯૭૨માં એક પુત્રરત્નને જન્મ થયો. જેનું શુભ નામ પાનુબહેન રાખવામાં આવ્યું. પુત્રી જન્મથી ઘરમાં કંઈક હલાસનું વાતાવરણ સર્જાયું, તેથી માતાપિતા ધન્ય ધન્ય થઈ ગયાં.
માતાપિતાના પ્રદત્ત સુસંસ્કારોના વપનથી પાનબાઈનું જીવન ચોમેર સુસંરકારની સુવાસ ફેલાવવા લાગ્યું. જોતજોતામાં શિશુવય વટાવી, યૌવનને ઉબરે પગ મૂકતાં, ૧૬ વર્ષની નાજુક વયે લગ્નગ્રંથિથી જોડાયાં. અને પતિ વ્યવસાયા જનમમકાને ત્યાગ કરી મહારાષ્ટ્રના કરાડ ગામમાં આવી વસતાં, તેઓ પણ ત્યાં જ સ્થિર થયાં. થોડો સમય વ્યતીત થયા બાદ પૂજ્યપાદ વ્યાખ્યાનવાચસ્પતિ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ મહારાષ્ટ્રમાં પધાર્યા. તેઓશ્રીની સવવાનુગ્રહકારિણી, કર્મવલ્લભેદિની દેશનાને શ્રવણથી તેમ જ “જેન-પ્રવચન "ના વાચનથી પાનુબહેનના સુષુપ્તાવસ્થામાં રહેલા ધર્મસંસ્કારો વિશેષ ઉદ્દીપ્ત બન્યા. સંતને સંગ એટલે પારસમણિને સ્પર્શ. જેમ પારસમણિના સંગે લેટું સુવર્ણ બને, તેમ સંતાન સંગથી માનવીના પૌગલિક સુખના રંગ ઉડી જાય છે અને આત્મિક સુખની ઝંખના જાગે છે. યૌવનભર્યા ગૃહસ્થાશ્રમમાંય પાનુબહેનને પણ પ. પૂ. ચતુરશ્રીજી મહારાજ તેમ જ પ. પૂ. કુમુદશ્રીજી મહારાજના સમાગમથી વૈરાગ્યને રંગ લાગ્યા. વિષયસુખોનો મોહ ભાંગ્યો. સૂતેલો આતમ જાગે. સંસારના રંગરાગને ત્યાગી, સંયમ–ત્યાગ-અહિંસા-સમતાના સાધક બનવાના કેડ જાગ્યા. ત્રણ ઉપધાન, જ્ઞાનપંચમી. નવપદની ઓળી, વર્ધમાન તપની ૧૧ ઓળી, નવ્વાણું યાત્રા. પાલીતાણામાં ચાતુર્માસ આદિ સુંદર આરાધનાના ફળસ્વરૂપ, ૯ વર્ષની લઘુ વયની પોતાની ભગિનીને પણ સાથે લઇ અમદાવાદ મુકામે વિદ્યાશાળામાં સં. ૨૦૦૧ની સાલમાં માગશર સુદ ૯ને શુભ દિવસે પ. પૂ. સિદ્ધિરૂરિજી (બાપજી) મહારાજની શુભ નિશ્રામાં મહાભિનિષ્કમણની ભીષણ વાટે વિહરવા સમુત્સુક બન્યાં. કચ્છ-વાગડ દેશોદ્ધારક, અપૂર્વ ક્રિયાનિષ્ઠ પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજયકનકસૂરિજી મહારાજની આજ્ઞાતિની પ્રામરત પાનિધિ પૂ. સા. શ્રી નંદનશ્રીજી મહારાજનાં શિખ્યા પુપચુલાશ્રીજી તરીકે વિકૃત થયાં તેમ જ બેબીબહેન પુપાશ્રીજી બન્યાં. તેઓ પણ લઘુ વયમાં પ્રવ્રયા સ્વીકારી વર્તમાનમાં શ્રેષ્ઠતમ પ્રગતિ સાધી રહ્યાં છે.
અણગારી આલમમાં પ્રવેશ્યા બાદ તેઓશ્રી ગુરુકૃપાના પ્રભાવે અષ્ટ-પ્રવચન માતાનું પાલન. ગુરુભક્તિ, વિનયવૈયાવચ્ચે વાત્સલ્ય, પરાર્થતા, નિખાલસતા, ક્રિયા રુચિ વગેરે આધ્યાત્મિક ગુણસંપત્તિનાં ભાજન બન્યાં. તેમણે ગૃહસ્થાવસ્થામાં વર્ધમાનતપની ૧૧ ઓળી કરી હતી. દીક્ષા બાદ ચાર વર્ષમાં વીશ થાનક તપ પૂર્ણ કર્યો. ત્યાર બાદ ૨૦૦૫ની સાલથી ૧૨મી એીિને પ્રારંભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org