________________
શાસનનાં શ્રેમવીર
[ ૩૯૯ શ્રીજી મ.ના શિષ્ય બની સમર્પિત બન્યાં. અને થોડા સમયમાં જ જ્ઞાન-ધ્યાનમાં આગળ વધીને તપસ્વી તરીકેય ડીક-ઠીક પ્રસિદ્ધ બન્યાં.
સમર્થ શાસનપ્રભાવક પૂ. આ. શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજનો અપાર ઉપકાર શ્રી જયસુખભાઈના પરિવાર પર હોવાથી આ ચારે પૂ. સાધ્વીજીએ પણ પહેલેથી જ આ મહાપુરુષ તરફ અપૂર્વ ભક્તિભાવ ધરાવતાં રહ્યાં છે. પૂજયશ્રીનાં પ્રવચનો આદિથી તેઓ ખૂબ પ્રભાવિત હતાં અને છે. સાધનામય જીવનના પ્રભાવે સમાધિમય મૃત્યુની સિદ્ધિ આવા મહાપુરુષની કૃપાદૃષ્ટિને જ પ્રભાવ ગણાય. તદુપરાંત અધ્યાત્મયોગી પૂ. આ. શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજના તપ-ત્યાગ-સાધનામય જીવનની અસર પણ એમના જીવનમાં ઘણી મોટી રહી છે. જીવનને જ્યોતિમય બનાવવું. એ જ ક્યાં સહેલું નથી, ત્યાં મૃત્યુને મહોત્સવનું રૂપ આપવું એ કઈ રીતે સહેલું હોય? છતાં બહુરત્ના આ વસુંધરામાં કેટલાક એવા વિરલાઓ જડી આવે છે, કે જેમના જીવનની જાતિ જવલંત હોય અને જેમના મૃત્યુને મહોત્સવ તરીકે બિરદાવી શકાય.
પૂ. સાધ્વીજી શ્રી આર્યશાશ્રીજીના આયુષ્યનું ૪૮ મું વર્ષ પૂરું થવા આવ્યું ત્યારે. જેડ સુદ ૧૨ ની બપારે સામાન્ય આંચકી આવી. બીજે દિવસે બપોર સુધી એકદમ સ્વસ્થતા હતી. પછી આંચકી આવી ને થોડી વારમાં આરામ થઈ ગયે. ડોકટર આવ્યા, એમની હાજરીમાં જ પુનઃ આંચકી આવી. માથામાં લાડીનું પરિભ્રમણ થતું ન હતું. ભાનમાં આવતાં જ ડોકટર સમક્ષ ગિરિરાજ અને શંખેશ્વરદાદાના ફોટો મસ્તકે સ્થાપીને કહે: “આ તો મારા માથાને મુગટ છે. પૂ. ગચ્છાધિપતિ આ. શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજને ફોટો જોઈ હાથ જોડીને કહે. કે આ તે મારા સમકિત દાતા ગુરુદેવ છે. આમને ઉપકાર તો ભવોભવ ભુલાય એવા નથી. પંખી પ્રતિક્રમણમાં ખૂબ જ જાગૃતિપૂર્વક સૌની સાથે ક્ષમાપના કરી. રાત સારી રીતે પસાર થઈ. જેડ સુદ ૧૫ ની સવારે વિમંડલ આદિના નિક પાડ પછી પંચસૂત્રનું શ્રવણ કર્યું. ૮ વાગ્યાથી પ્રારંભાયેલ સમાધિ-ષિક સ્તવનો આદિના શ્રવણ બાદ સમવસરણ અને નંદીશ્વર દ્વીપનું સ્વરૂપ સાંભળતાં કહ્યું કે હું પણ સમવસરણમાં દેશના સાંભળવા અને નંદીશ્વર દ્વીપમાં યાત્રા કરવા જઇશ. બેભાન ન બનું ત્યાં સુધી મને આરાધના કરાવજે અને સમૂહમાં નવકારધૂન મચાવજે.
આ પછી સુતરાન થતાં એની ખૂબ અનુમોદના કરી. આંચકી શરૂ થઈ, નવકારનું શ્રવણ ચાલુ જ હતું, વેદનાને કારણે કદાચ અવાજ સહન ન થાય, એ દષ્ટિથી, એક વ્યક્તિ જ નવકાર શ્રવણ કરાવતી, ખૂબ જ એકાગ્રતાથી નવકાર સાંભળતાં-સાંભળતાં થોડી વાર પછી કહે, મોટેથી સમૂહમાં નવકાર સંભળાવે, મને એથી વધુ એકાગ્રતા અને ઊંડે ઊંડે અરિહંતનું ધ્યાન રહેશે.
એ પછી પ. સાધુભગવંત પધારતાં કહે, કે મને ચત્તારિમંગલમ વગેરે સંભળાવો. એ શ્રવણ થયા બાદ પૂછયું : “મને સમાધિ મળશે ને? મારામાં સમક્તિ હશે ને?” જવાબમાં પૂ. મુનિભગવંતે કહ્યું કે આથી વધારે સમાધિ વળી કેવી હોય? તમારી આ જાગૃતિ જ તમારામાં સંમતિ હોવાની પ્રતીતિ કરાવી જાય છે. આ પળે અડધી કલાક સુધી સીમંધરસ્વામીની દેશના ગ્રંથસ્થ વર્ણન સાંભળ્યું. પછી કહ્યું. કે ૬ વર્ષની ઉંમરથી જ મેં ઉકાળેલું પાણી વાપર્યું છે, અભક્ષ્ય ચીજ તો મેં ચાખી પણ નથી. લાગે છે કે ઘણા-ઘણા પાપથી હું બચી શકી છું. એટલે મારી જાતિ મને નિશ્ચિત જણાય છે. મહા વિદેહમાં જઈશ, તે આઠ વર્ષની વયે સીમંધર સ્વામી પાસે સંયમ સ્વીકારવાની ભાવના છે. દેવલોકમાં જઈશ, તો શાસન ઉપર હાલ આવી રહેલી આપત્તિઓથી શાસનને ને શાસનરક્ષક મહાપુરુપને સહાય કરવાની મારી ઝંખના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org