________________
શાસનનાં શમણીરત્ન ]
[ ૩૨૧ અને પિતાના સંચમના દઢ સંકલ્પને પ્રગટ કરવા ત્રણ વખત ચેસઠ પહોરના પૌષધ કર્યા. માતાપિતા અને ભાઈ-બહેનની સાથે-સાથે પ્રભુભક્તિ, ગુરુવંદન આદિ અનુષ્ઠાને ખૂબ જ આનંદપૂર્વક કરતી હતી. આખા પરિવારની સાથે ઘણાં તીર્થોની સ્પર્શના કરીને સમકિતને નિમલ બનાવ્યું, અને દિવસે-દિવસે ગુણોમાં વૃદ્ધિ કરી.
માત્ર ૯ જ વર્ષની ઉંમરમાં, પોતાના પરિવારની સાથે-સાથ વિ. સં. ૨૦૨૫ના વૈ. શુ૭ના દીક્ષિત થયાં. પૂ. કિરણપ્રજ્ઞાશ્રીજી (પોતાના સાંસારિક બા મ.)ના શિષ્ય બન્યાં. દીક્ષાના દિવસથી પૂ. ગુરુદેવશ્રીને સમપિત થયા. જિનાજ્ઞા અને ગુરાને હર્ષ સાથે મસ્તકે ચઢાવતા હતાં. ત્યાગ-વૈરાગ્ય, સહનશીલતા અને ગુણાનુરાગ આદિ ગુણોએ કરીને ખૂબ-ખૂબ આગળ વધ્યાં. ગુરુજનો તેમ જ વડીલેની ભક્તિ કરવાના કારણે પામ ઘણે વધી ગયે, જેથી અભ્યાસમાં ઘણા વિદ્વાન થયાં. સમુદાયમાં સૌ પ્રથમ વિદ્વતાના સ્થાને છે. કંઠ પણ એટલે મધુર છે કે પ્રતિકમણમાં સ્તવન-સન્કાય બેલે ત્યારે બહેનો ધ્યાનમગ્ન બની જાય છે. ઉત્તરાધ્યયન અને આચારાંગના યોગવાહન, વરસીતપ, વીસ્થાનક, નવપદની ઓળી અને વર્ધમાન તપની ઓળી ૩૫ કરી. લગભગ ૨૦ વર્ષથી મિષ્ટાન્ન, મેવા, ફળ અને ફરસાણને પણ ત્યાગ કરેલા છે. તપ અને ત્યાગથી સંયમજીવનને ભાવિત કર્યું છે. સ્વાધ્યાયની સાથે સાથે વિનય–વૈયાવચ્ચ અને ભક્તિ પણ એટલી બધી જોવા મળે છે કે પૂ. ગુરુદેવના અંતિમ સમયે સમાધિમરણ સાડવામાં સહાયક બન્યાં છે. ક્ષમા, ગંભીસ્તા, ધીસ્તા અને ઉતા આદિ ગુણો સહેજે જોવા મળે છે. નાની ઉમર હોવા છતાં ઘણી શિષ્યાને--શિવ્યાએ ૧૦ અને પ્રશિષ્યાઓ ૨ ને એગ્ય હિતશિક્ષા આપી અપ્રમત્તપણે સંયમજીવન જિવાડી રહ્યાં છે. પાતે આજે પણ ખૂબ ખૂબ સુંદરતર સંયમજીવનનું પાલન કરી રહ્યાં છે. સમુદાયમાં પરમ આલંબન રૂપ બન્યાં છે.
—*--
૫. સા. શ્રી સૂર્યપ્રજ્ઞાશ્રીજી મહારાજ જન્મ : પિંડવાડા, વિ. સં. ૨૦૧૧. સંસારી નામ : સુંદરબહેન. માતાનું નામ : પાનીબહેન. પિતાનું નામ : છોટાલાલભાઈ. દીક્ષાસ્થળ : પિંડવાડા, ૨૦૩૦ વૈશાખ સુદ ૭. વડી દીક્ષા : પિંડવાડા. ગુરુનું નામ : પૂ. સા. શ્રી કિરણપ્રજ્ઞાશ્રીજી મહારાજ, વિશિષ્ટ અભ્યાસાદિ : વિનય, વૈયાવચ્ચ અને ભક્તિથી વિશિષ્ટ જ્ઞાનાભ્યાસ કર્યો છે. કર્મગ્રંથ, કમ્મપયડી, પંચસંગ્રહ, લોકપ્રકાશ, ઉપદેશમાલા, યોગશાસ્ત્ર, જ્ઞાનસાર, અષ્ટક પ્રકરણ, તત્ત્વાર્થસૂત્ર, બૃહત્સંગ્રહણી, ક્ષેત્રસમાસ, પ્રશમરતિ, વીતરાગ સ્તોત્ર, વૈરાગ્યશતક, ઈદ્રિય પરાજય શતક, સંબોધસિત્તરી, સિંદૂર પ્રકરણ, દશવૈકાલિક, ઉત્તરોદયન અને આચારાંગ આદિ સૂત્રે લગભગ અર્થ સહિત કંઠસ્થ કરેલ. બે બૂક, પ્રાકૃ, વ્યાકરણ ત રઘુવંશ, શિશુપાલવધ અને કાદમ્બરી આદિ કાવ્યો, ત્રિષષ્ઠિ આદિ પ્રતાનું વાચન, ન્યાયમાં તર્કસંગ્રહ કરી જ્ઞાનને સચોટ બનાવ્યું છે. સિદ્ધિતપ, વીશસ્થાનક, ૧૧ ઉપવાસ, ઉત્તરાયચન તથા આચારાંગના યોગવહન, વર્ધમાન તપની ૩૩ એળી, કારણ સિવાય નવપદની ઓળીમાં વ વરતાં નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org