________________
૩૫૦ ]
[ શાસનનાં શમણીરત્ન બને છે, પણ બીજી બાજુ આવા મહાન માતા–પિતાને ત્યાગ જોઈને કેઈ પણ ભાવિકનું મસ્તક શ્રદ્ધાથી મૂક્યા વગર રહેતું નથી. સંતાનને મેહ કયાં મા-બાપને ન હોય? પણ મોહમાં પાગલ બનીને પોતાના જ સંતાનના આત્મહિતમાં બાધક બનવું, એ તો સાચો પ્રેમ ન જ કહેવાય.
મહારાષ્ટ્રના ગૌરવસ્વરૂપ નેમિચંદજી કેઠારીના ગૃહાંગણે સંવત ૨૦૦૮, કાર્તિક સુદ પના દિવસે તૃતીય પુત્રી રૂપે કેડારી પરિવારમાં આશાનો દીપ પ્રજ્વલિત થયે. અત્યંત સુખી સંપન્ન કુટુંબમાં લાડ-કેથી ઊછરેલી નાજુક, સુકુમાર આશાને કેઈપણ વાતની ખામી નહોતી. જ્ઞાનપંચમીના મંગળ દિવસે અવતરેલી આ બાલિકા તો જગતમાં જાણે જ્ઞાનનો પ્રકાશ કરવા માટે જ આવી ન હોય ! મા-બાપ, કાકા-કાકી, ભાઈ-બહેનોને પ્રેમ અને બધાં સુ–સાધને પણ આશાને લેભાવી ન શક્યાં. એનું હદય તો આત્મિક અનંત સુખને અનુભવ કરવા માટે તલપાપડ બની બની રહ્યું હતું. પિતાશ્રીની પ્રેરણા અને મા પદ્માબહેનના મંગળ આશીર્વાદે આશાને માગ પ્રશસ્ત કર્યો અને સપનું સાકાર થયું.
સં. ૨૦૨૨, વૈશાખ સુદ ૬ના દિવસે અમલનેર મુકામે પિતાની નાની બહેન સુરેખા અને બે પિતરાઈ બહેનોની સાથે બહેન આશાએ ૩૬ કરોડ નવકારમંત્ર સ્મારક, વચનસિદ્ધ, મહારાષ્ટ્રકેસરી પ. પૂ. આચાર્યદેવ શ્રી વિજયદેવસૂરીશ્વરજી મ. સા. ના વરદ હસ્તે સંયમ સ્વીકારી અનંતકીતિશ્રીજી શભ નામ પ્રાપ્ત કરી વાત્સલ્ય હદયા ગુરુમાતા પ. પૂ. રોહિણાશ્રીજી મ. સા. નાં ચરણકમળમાં જીવન સમર્પિત કર્યું. પૂ. ગુરુદેવશ્રીએ કદાચ “અનંતકીતિ’ નામ નનન સાધ્વીના ઉજજ્વળ ભાવિને જોઈને જ આપ્યું હશે, તેની સાક્ષાત્ પ્રતીતિ આજે થઈ રહી છે. આ પુણ્યશાળી આત્માના ચરણમાં કીતિ તો જાણે આળોટી રહી છે!
સંયમ સ્વીકારતાં જ તન-મન-જીવનથી ગુરુમાતાની શરણાગતિ સ્વીકારી લીધી હતી. સરળ સ્વભાવ, સેવાપરાયણતા, ગુરુસમર્પણભાવ, વિનય, નમ્રતા, વૈયાવચ્ચ તથા મધુર વાણી અને સુંદર વ્યવહારથી સાથ્વી અનંતકીર્તિ શ્રીજી ગુરુમાતાનાં લાડીલાં બની ગયાં હતાં. ગુરુમાતાની કૃપા એવી ફળી કે અપકાળમાં તો બુદ્ધિના તીવ્ર પશમથી વિવિધ વિષયક અનેક ગ્રંથોનું અધ્યયન -પરિશીલન કરીને એક વિદુષી સાધ્વી બન્યાં અને સહવતી ગુરુબહેનનાં દિલ પણ પિતાના સુંદર સ્વભાવથી જીતી લીધાં.
એમના પુણ્યની તો શી વાત કરીએ? દીક્ષા લેતાંની સાથે જ સા. રાજરત્નાશ્રીજી અને સા. હેમરત્નાશ્રીજી જેવી બે સુવિનીત શિષ્યાઓ મળી. દીક્ષાનાં સાત વરસ પછી અમલનેર નગરમાં એકસાથે ૨૬ દિક્ષાઓનું આયેાજન સંપૂર્ણ ભારતમાં ગાજી ઊઠયું. તેઓના સંસારી પિતાશ્રી નેમિચંદજી (હાલ પૂ. મુનિરાજ નંદીશ્વરવિજયજી મ. સા.) અને બહેનોએ પ્રત્રજ્યા સ્વીકારી.
અનંતપરિવારમાં શિષ્યા-પ્રશિષ્યાઓની સંખ્યા ઉત્તરોત્તર વધતી ગઈ. મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ આદિ ક્ષેત્રોમાં વિચરણ કરતાં પ્રત્યેક ક્ષેત્રમાં સારી એવી ધમપ્રભાવના પ્રસરાવી. સાથે-સાથે બધાં ક્ષેત્રોમાં શિખ્યા-પ્રશિષ્યાઓની લ્હાણી પણ મળતી ગઈ.
દક્ષિણ ભારતમાં પ્રવેશ કરતાં જ એમની કીતિ સેળે કળાએ ખીલી ઊઠી. એઓની નિશ્રામાં બેંગલેર, મદ્રાસ, મૈસૂર, કેયંબતુર જેવા શહેરોમાં યુવતીઓની શિબિરનું ભવ્ય આયેાજન થયું. આ શિબિરને જમ્બર સફળતા મળી. મદ્રાસમાં તે હજારથી બારસો જેવી વિશાળ સંખ્યા શિબિરમાં થઈ હતી. આજના યુગની હવાને એમણે ઝેરીલી નાગણ માની છે. શિબિરમાં આવતી બહેનોએ પણ પોતાની સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ રાખવા સાથે બાર વ્રત, માર્ગાનુસારિતાના ગુણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org