________________
૩૮૮ ]
[ શાસનનાં શમણીરત્ન મગુના ગામમાં પૂ. મુનિ મ. શ્રી ભદ્રકવિજયજી મ. સા. (હાલ પૂ. આચાર્ય દેવ વિજયભદ્રકરસૂરીશ્વરજી મ. સા.)ના વરદ હસ્તે સંયમજીવનનો સ્વીકાર કરીને આનંદા નિરાશ્રીજી તરીકે વડીલ ભગિની સા. શ્રી નિર્મલા શ્રીજીના શિષ્ય બન્યાં.
શ્રી નિરાશ્રીજીના ભાગ્યમાં સંયમ-પ્રાપ્તિ બાદ વધુ વિનો લખાયાં હશે ! એથી દીક્ષા દિનથી જ એઓ રોગનો ભોગ બન્યાં. બપોર પછી એક વાર વમન થયું અને પછી તાવ લાગુ પડ્યો. બસ ! વમન અને તાવનાં આ સામાન્ય ચિહ્નો દ્વારા આવેલ રેગ પછી દિવસે-દિવસે વધુ ને વધુ વ્યાપક બનતા જ ગયો. છતાં નિર્જરા શ્રીજીના ચિત્તની પ્રસન્નતા જરાય ઓછી ન થઈ. ઉપરથી એઓ પ્રસન્નતા વ્યક્ત કરવા માંડ્યાં—સારું થયું કે રોગનાં આ કર્મો સંયમ મળ્યા બાદ ઉદયમાં આવ્યાં ! જેથી હું એને સહર્ષ સહી શકું છું. પહેલાં ઉદયમાં આવ્યાં હોત તો હું સંયમી ન બની શકત અને આવી સમાધિ પણ ન ટકાવી શકત !
સંવત ૧૯૯૩ના કાર્તિક વદ પાંચમે સંયમ-જીવન મળ્યું અને સંવત ૨૦૩૦ના અષાઢ વદ બીજી ૬ (છઠ)ના પ. પૂ. દાદા ગુરુદેવ જિતવિજયજી મહારાજ સાહેબની પુણ્યતિથિના દિવસે જ સમાધિમૃત્યુને વર્યા–આ વચગાળામાં ૫. સા. શ્રી નિરાશ્રીજી જ્ઞાન-ધ્યાનની આરાધના સાથે જ કર્મનિર્જરી કરી ગયાં, એ ખરેખર ખૂબ જ પ્રેરણાદાયી બની રહે એવી છે.
સંયમજીવનના સ્વીકાર સાથે જ લાગુ પડેલી બીમારી દિવસે-દિવસે વધતી રહી, છતાં એની દરકાર કર્યા વિના શ્રી નિરાશ્રીજીએ જે જ્ઞાન મેળવ્યું, ચારિત્રજીવનમાં સગુણોની સુવાસ ફેલાવી, મુમુક્ષુઓને જે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું અને સંઘની નાની-મોટી વ્યક્તિઓનો પ્રેમ મેળવવા સાથે સ્વ-પર સમુદાયની જે લાગણી મેળવી એ અજોડ કહી શકાય એવી છે.
કુશાગ્રબુદ્ધિ, ગુરુસમર્પણ, લાગણીશીલ સ્વભાવ, પરાર્થકરણ, વાત્સલ્યભીનાં તમન, કાય. દક્ષતા, ધીર-ગંભીર, વ્યવહારુ, આત્મિક સાધના, સંયમશુદ્ધિ માટે જાગૃતિ આદિ અનેકાનેક પુણ્યપાસાંઓ તે નિરાશ્રીજીના જીવનપરિચય માટે સહાયક થઈ શકે એવાં છે જ! પરંતુ “વેદનામાં સમાધિનું પ્રબળ પાસું તે ખરેખર એમના જીવનનું સાચું દર્શન કરાવી જાય એવું છે.
ચૌદ વર્ષની ઉંમરે જ ફેફસાંનો ટી. બી. લાગુ પડેલ. ત્રીજા સ્ટેજમાં પહોંચી ગયેલાં ટી. બી.એ ખાવાની ભયંકર અરુચિ જન્માવી હતી. એથી વધુ પડતા અશક્ત બનેલો દેહ, બીજી બાજુ આંતરડાના ટી. બી.થી ઘેરાયેલું હોવાથી લગભગ પેટની પરિસ્થિતિ કેન્સર જેવી જ જીવલેણથી બીમારી ઘેરાયેલી. આ બે રાજરોગો ઉપરાંત પેશાબની અસહ્ય પીડા, હાર્ટ-એટેક, વારંવાર ટાઇફેઈડને હમલે, વમનની હંમેશની તકલીફ, મધુપ્રમેહ આદિ નાની-મોટી અનેક વ્યાધિઓથી ઘેરાયેલી કાયા હોવા છતાં, શ્રી નિરાશ્રીજી જે અપૂર્વ સમતા સાથે આ બધી બીમારીને હસતાં-હસતાં આવકારી ગયાં, એ જોતાં એમ કહી શકાય કે-એએ નામથી જ નહિ, કામથી પણ નિરાશ્રીની શ્રીને મેળવી ગયાં.
આવી સમતા-સમાધિ સામાના દિલમાં કેવી અસર પેદા કરી જાય છે એ જોવા જેવું છે. નિર્જરા શ્રીજી પર પ્રસિદ્ધ ડૉ. કુસુમગરને ખૂબ જ સર્ભાવ હતો. સાધ્વીજીની જીવનનૈયા જ્યારે સાગર–કિનારા તરફ આગળ વધીને કિનારાને અડોઅડ આવીને ઊભી હતી ત્યારે ડો. કુસુમગર સંખત માંદગીમાંથી માંડમાંડ ઊભા થયા હતા. કરોડપતિની વિઝિટને જાકારો આપનારા ઠેકટર નિર્જરા શ્રીજીને તપાસવા તરત જ હાજર થયા. જીવનના છેલા દિવસને ૧૧ વાગ્યાને એ સમય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org